એલ.સી.બી.એ દરોડો પાડી 13000 બોટલ દારૂ અને ટ્રક મળી રૂા.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરૂંગા પાસે ગાત્રાળ હોટલ પાસે એલ.સી.બી.એ ટ્રકમાંથી રૂા.53 લાખની કિંમતનો 13000 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકના રાજસ્થાની ચાલકની ધરપકડ કરી વાહન અને ટ્રક મળી રૂા.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારનો પતો લગાવવા તપાશનો ધમધમાટ આદર્યો છે.
પોલીસમાંથી વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગારનો કડક અમલ કરવા એસ.પી. નિતેશ પાંડે આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથધર્યું હતું ત્યારે જીજે37ટી 5376 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે કુરૂંગા નજીક ગાત્રાળ હોટલ પાસે વોંચ ગોઠવી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં નિકળેલા ઉપરોક્ત ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાંથી રૂા.53 લાખની કિંમતનો 13000 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક કૈલાશ બિશ્ર્નોઇની ધરપકડ કરી દારૂ અને ટ્રક મળી રૂા.88 લાખનો મુદ્ામાલ કબ્જે કરી દારૂના મુળ સુધી પહોંચવા તપાશનો ધમધમાટ આદર્યો છે.
સાયલા: નડાળા ગામેથી રૂ. 6.27 લાખનો વિદેશી દારૂ પકડાયો એક માસ પૂર્વે એસ.એમ.સી.એ પાડેલા દરોડા બાદ સ્થાનીક પોલીસ હરકતમાં
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારા સમાન ઝાલાવડ પંથકમાં દારૂના દુષણને ડામી દેવા એસ.પી. ડો. ગીરીશ પંડયા આપેલી સુચનાને પગલે ધજાળા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુૃ હતું. ત્યારે સાયલા તાલુકાના નડાળા ગામની સીમમાં કટીંગ માટે વિદેશી દારૂનો જથ્થો છૂ5ાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડો દરમ્યાન રૂ. 6.27 લાખની કિંમતનો 1944 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો સહિતના મુદ્દે સ્થાનીક પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
સાયલા પંથકમાં એક માસ પૂર્વે એસ.એમ.સી. એ વિદેશી દારૂનો પાડેલા દરોડા બાદ સ્થાનીક પોલીસ હરકતમાં આવી બુટલેગરો પર ધોંસ બોલાવવામાં આવી રહી છે. જેમાં નડાળા ગામની સીમમાં ધજાળા પોલીસે દરોડો પાડી રૂ. 6.27 લાખની કિંમતનો 1944 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે.