જૈનમ જયંતિ શાસનમ:
મહાવીર જયંતિની સૌરાષ્ટ્રના તમામ જીનાલયોમાં ઉજવણી: દેરાસરો- ઉપાશ્રયો નયનરમ્ય આંગી, ફૂલો, રોશની, રંગોળીના સુંદર શણગારથી શોભી ઉઠયાં
મોટા શહેરોમાં વિશાળ શોભાયાત્રા, પ્રભાતફેરી સાથે દિવસભર વિવિધ ધામિક કાર્યક્રમો યોજાશે: જૈન જૈનેતરોમાં છવાયો ઉત્સાહ ઉમંગ
આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મકલ્યાણ મહોત્સવ ઉજવવા સર્વે જૈન જૈનેતરોમાં ઉત્સાહ છવાયો છે. અનેક સેવાકીય કાર્યો, વિશાળ શોભાયાત્રા સાથે મહાવીર પ્રભુનો પ્રાગટય ઉત્સવ ઉજવવામાં આવશે. સૌરાષ્ટ્રભરના જૈન દેરાસરોમાં મહાવીર પ્રભુને હીરા, મોતી, માણેકની ભવ્ય આંગી રચના, સુશોભન કરવામાં આવશે.
જીવમાત્ર પર દયા અને અહિંસા પરમો ધર્મ વગેરે સદગુણો જેનામાં સમાયેલા છે તેવા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવવા જૈનોના ચારેય ફીરકાઓ દ્વારા ઉમંગભેર તૈયારીઓ ચાલી રહી હતી. વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવા માઇકો પ્લાનીંગથી તૈયારીઓ થઇ હતી.
આજે સવારે સૌરાષ્ટ્રના રાજમાર્ગો પર ભવ્ય ધર્મયાત્રા નીકળી હતી.દરેક ઉપાશ્રયો અને દેરાસરોમાં મહાવીર પ્રભુને નયનરમ્ય આંગી તથા રોશનીનો શણગાર કરાયો છે. સવારે નીકળેલી શોભાયાત્રામાં ‘ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી’ નો નાદ ગુંજી ઉઠયો હતો. જૈન સમાજ શોભાયાત્રામાં આસ્થાભેર જોડાયો હતો.રાજકોટના જાગનાથ દેરાસરે પ્રભુને ૯૦ લાખની આંગી રચના કરાઇ છે. જેનો હજારો ભાવિકો દર્શનનો લાભ લેશે.
રાજકોટના મણિયાર દેરાસરેથી ભવ્ય ધર્મયાત્રા તો ત્રિકોણબાગ ખાતેથી પ્રભાત ફેરી નીકળી મુખય માર્ગો પર ફરી હતી. દેરાસરોમાં આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં વ્યાખ્યાન, મહાવીર પ્રભુની જીવન ચરિત્ર પર આધારિત રંગોળી, ભકિત સ્તવન સ્પર્ધા વગેરે યોજાઇ હતી. આ ઉપરાંત ધર્મસભામાં અનેક સાધુ-સાઘ્વીજીઓ આર્શીવચન ફરમાવશે.
દરેક જીનાલયોમાં ફૂલો, રંગોળી, આંગી, રોશનીનો શણગાર કરાયો હોય જૈન-જૈનેતરો સર્વે મહોત્સવનો લાભ લઇ રહ્યાં છે. અને ભગવાન સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવને લઇને ઉરમાં અનેરો થનથનાટ મચ્યો છે.જૈનમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુજેમાં ૨૪ અલગઅલગ ફલોટસ કાર, બાઈક સવારો તથા ૧૦૫ ઉપરાંત બાળકો વેશભૂષામાં ભાવ લઈ જૈનોમાં અનેરો ઉત્સાહ છે.
આ શુભ અવસરે અપૂર્વભાઈ મણીયાર, સુજીતભાઈ ઉદાણી, અમિનેષભાઈ રૂપાણી, સી.એમ. શેઠ, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મનોજભાઈ ડેલીવાળા સહિતના જૈન અગ્રણી, મહાનુભાવો જોડાયા હતા તથા બહોળી સંખ્યામાં જૈન ભાઈઓ, બહેનો, બાળકો જોડાયા હતા.
મહાવીર જયંતિની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરીકોને મહાવીર જયંતિના પર્વની શુભકામના પાઠવી છે.મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે કરૂણા અને અહિંસાનું તત્વ ચિંતન ભારતની ભૂમિએ વિશ્ર્વને આપ્યું છે. અને ભગવાન મહાવીર સ્વામીએએ જીવન આચરણથી તેને આત્મસાત કરાવ્યું છે.આપણે સૌ કરૂણા, જીવદયા, અહિંસાના માર્ગે ચાલીને સદાચારી સમસર, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સંકલ્પબઘ્ધ થઇએ એમ પણ વિજયભાઇ રૂપાણીએ મહાવીર જયંતિએ પાઠવેલા શુભકામના સંદેશમાં ઉમેર્યુ છે.
૨૫૪૫ વર્ષ પહેલા ભગવાન મહાવીરનો જન્મ થયેલો: આચાર્ય યશોવિજય મ.સા.
અબતક સોથની વાતચીત દરમિયાન આચાર્ય યસોવિજય મહારાજ સાહેબએ લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે મહાવીર સ્વામીનો આજે જન્મકલ્યાણક છે. ત્યારે ૨૫૨૫ વર્ષ પહેલા ભગવાન મહાવીરનો જન્મ થયેલો હતો. અને તેમણે જગતના જીવોને દુ:ખમાંથી મુકત કરાવા માટે જન્મ જરામણના બંધનમાંથી છોડાવા માટે દીક્ષા લઇ સાધના કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી જીનશાસનની સ્થાપના કરી. જગતના જીવોને અહિંસા અને અપરિગ્રહનો ઉપદેશ આપવા શાંતિ માટે વિશ્ર્વની અંદર સમાધી મૈત્રીનું વાતાવરણ સર્જાય સર્વે જીવો સાચાની અંદર સુખી બને તે માટે જૈન ધર્મનો ઉપદેશ આપેલો હતો. વધુને વધુ જૈન ધર્મ એ વિશ્ર્વ ધર્મની ભૂમિકાએ પહોંચે સાઇન્ટીફીક બેઝ ઉપર રચાયેલા આ જૈન ધર્મ એ સર્વે જીવો તેના માઘ્યમથી પોતાના આત્માનું કલ્યાણ સાધે બીજાને પણ સુખ શાંતિ સમાધીનો અનુભવ કરાવે. અંતે વિશ્ર્વના શ્રેષ્ઠ ટોચ ધામ એવા સિઘ્ધીધામ, મુકિતધામ અંદર સર્વે જીવો પહોંચે તે જ ભગવાન મહાદીર મહારાજના અંત:કરણની શુભકામના હતી.
જૈન વિઝન દ્વારા ‘આવો રે આવો મહાવીર’
રાજકોટની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝને આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે દર વર્ષે પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત અનુપમ-દિવ્ય અને ભવ્ય હ્રદયસ્પર્શી ભકિતરસના અપૂર્વ આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટના બાલભવન ખાતુે સતત છઠ્ઠા વર્ષે અહોભાવ અને ભકિતપૂર્વક ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે શ્રઘ્ધાના સથવારે ભકિત સંગીત સંઘ્યાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે પણ સુવિખ્યાત સ્તવકારો અંકુશ શાહ, નિધિ ધોળકીયા અને ભાસ્કર શુકલાએ ભકિતસંઘ્યાને અનોખી બનાવી હતી. આ તકે જૈન વિઝનના વિવિધ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત આ તકે ભાજપ મહીલા મોરચા પ્રમુખ અંજલીબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.