કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ કાર્યાલયની લીધી મુલાકાત: તૈયારીઓને આખરી ઓપ
શાસ્ત્રી મેદાનથી થશે શોભાયાત્રાનો પ્રારંભ: ઠેર -ઠેર શોભાયાત્રાનું થશે ભવ્ય સ્વાગત
રાજકોટમાં બાગેશ્વરધામ સરકાર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના દિવ્ય દરબાર નો દિવસ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ કાર્યકરોમાં અને તેમના ભાવિકોમાં ઉત્સાહ વધતો જાય છે. રેસકોર્સ ખાતે આવેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના કાર્યાલયની મુલાકાતે દરરોજ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો આવી રહ્યા છે અને હિન્દુત્વની ચેતના ને જગાવી રહ્યા છે.
રાજકોટમાં યોજાનારા મહા દિવ્ય દરબારના કાર્યક્રમને અનુલક્ષીને બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા રાજકોટમાં વિભિન્ન રાજમાર્ગો ઉપર આજે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે 4:00 વાગ્યે શાસ્ત્રી મેદાનથી નીકળનારી શોભાયાત્રામાં સેંકડો લોકો જોડાશે એટલું જ નહીં સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવશે, આ શોભાયાત્રા શાસ્ત્રી મેદાન, કોર્પોરેશન ચોક, નાગરિક બેન્ક ચોક, મવડી ઓવરબ્રિજ, આનંદ બંગલા ચોક, વિશ્વેશ્વર મહાદેવ, મવડી ચોકડી, બાલાજી હોલ, નાના મવા સર્કલ, બિગ બજાર ચોક, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક,સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન, ચોક યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક કિસાનપરા અને એરપોર્ટ રોડ સર્કલ સુધીના રૂટ ઉપર ફરશે.
આ શોભા યાત્રામાં બાઈક અને કાર વિશાળ સંખ્યામાં જોડાશે.
બાગેશ્વર ધામ સમિતિ રાજકોટ દ્વારા નિમાયેલા આ શોભાયાત્રાના ઇન્ચાર્જ વિજયભાઈ વાંક, કૃષ્ણસિંહ જાડેજા, સુરજભાઈ ડેર , રાજવીરસિંહ વાળા અને કેયુરભાઈ રૂપારેલ ના માર્ગદર્શન હેઠળ કાર્યકરો આ શોભાયાત્રા ની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
દરમિયાન રેસકોર્સમાં આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે શનિ-રવિના દિવસોમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ચેતનભાઇ સુરેજા, નીરુભા વાઘેલા બ્રહ્મ સમાજના અગ્રણી જીતુભાઈ મહેતા, જિલ્લા ભાજપના ગોંડલના પ્રભારી રાજેન્દ્રભાઈ ધારૈયા,લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ રાઠોડ, ગીતાંજલિ કોલેજના ચેરમેન શૈલેષભાઈ જાની વગેરેએ પણ ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
શનિવારે કાર્યાલયની મુલાકાતે ગુજરાત પ્રદેશ વાલ્મિકી ધર્મરક્ષક સંત સમિતિના અધ્યક્ષ અનિલ મહારાજ, ભાજપના અગ્રણી મુરલીભાઈ દવે , ઘનશ્યામભાઈ હેરભા, ધર્મેન્દ્રભાઈ ભગત ,માધવભાઈ દવે, શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય જાગૃતીબેન ભાણવડિયા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, વિહીપના શાંતુભાઇ રૂપારેલ,ક્ષત્રિય કરણીસેના પરિવારના સભ્યો, મનહરભાઈ બાબરીયા સહિતના આગેવાનો આવ્યા હતા અને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે બાગેશ્વર ધામ સેવા સમિતિના મુખ્ય આયોજક યોગીનભાઈ છનિયારાએ સૌ કાર્યકરોને આજે સાંજે નીકળનારી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ ઘેટિયાએ કર્યું હતું.
રવિવારે મધ્યસ્થ કાર્યાલયમાં અલગ અલગ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મહા દિવ્ય દરબારને સમર્થન જાહેર કર્યું હતું .ખાસ કરીને પ્રજાપતિ સમાજના તમામ પ્રમુખો મોહનભાઈ વાડોલીયા અને દલસુખભાઈ જાગાણી ના નેતૃત્વમાં ઉપસ્થિત રહ્યા હતા
રવિવારે કાર્યાલયની મુલાકાતે ગોવિંદભાઈ કાનગડ, મયુરભાઈ શાહ, મનુભાઈ વઘાસિયા ,જીમીભાઈ અડવાણી, મુરલીભાઈ દવે , ખીમજીભાઇ હાપલીયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા