- સુપ્રિટેન્ડેન્ટનું ચેકીંગ માત્ર ફોટો સેશન? :સિવિલ તંત્ર દ્વારા બાકડા અને બાથરૂમની હાલત પ્રત્યે આંખ આડા કાન
સૌરાષ્ટ્રભરના જરૂરિયાતમંદો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે,ત્યારે અહીંની વ્યવસ્થાથી હાશકારો પામવાની જગ્યાએ ’અવાતા અવાઈ ગયું હવે ના અવાઈ’ના ઉદગારો કાઢતા હોય છે.જ્યારે ઘણીવાર દર્દી કતારો જોઈને જ સારવાર લીધા વિના જ અન્ય જગ્યાએ જવા મજબૂર થાય છે.સિવિલ હોસ્પિટલમાં લાંબી લાગતી કતારોમાં બેસવાની વ્યવસ્થા માટે ગોઠવાયેલા બાકડા પણ ખખડધજ હાલતમાં પડેલા જોવા મળે છે.જ્યારે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટની અનેક સૂચના બાદ પણ શૌચાલયમાં સ્વછતાનો અભાવ વર્તાય છે.
ગંધાતા શૌચાલયમાં મૂતરડી પણ તૂટી ગઈ હોવાથી રેળભફેળ હાલતમાં જોવા મળે છે ત્યારે માણસોને ઊંભા રેહવાંની જગ્યા એ મુતરડીનું બોખરું તૂટેલી હાલતમાં પડ્યું છે પરંતુ તે તરફ કોઈનું ધ્યાન ન હોય તેમ વર્તાઈ રહ્યું છે. સિવિલ સુપરિટેન્ડેન્ટ વારંવાર સરપ્રાઇઝ ચેકીંગ અર્થે નીકળતા હોય છે પરંતુ તેના નજરે એક પણ તૂટેલ બાકડો નજરે ચડતો નહિ હોય તેમ સરપ્રાઇઝ ચેકીંગ એ માત્ર ફોટોશૂટની કામગીરી બની હોય તેમ લાગે છે.સિવિલની અવ્યવસ્થા અંગે કરાયેલી અનેક ફરિયાદો બાદ પણ નિવેડો ફરિયાદોનો ઉકેલ આવતો નથી.
ઘણી વખત સિવિલ તંત્ર મુક પ્રેક્ષક બની કોઈ નક્કર કાર્યવાહી કરતુ ન હોવાના પણ અહેવાલ વહેતા થયા છે.સિવિલ સુપ્રિટેન્ડેન્ટને રજુઆત બાદ પણ સિવિલ તંત્ર આ ’કાને થી સાંભળ્યું આ કાને જવા દીધું ’ ની જેમ “જે સે થે” ની સ્થિતિમાં તૂટેલા બાકડા અને બાથરૂમના બોખરુ જોવા મળ્યું છે.