ઋષિ મહેતા, મોરબી

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ પેપર મીલમાં એકાએક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં ભાગદોડ મચી જવા પામી હતી આગની ઘટનાને પગલે પેપરમીલનો સામાન ભસ્મીભૂત થતા લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

રાતાવિરડાના સરતાનપર રોડ પર આવેલ દિયાન પેપર મીલમાં ચાર વાગ્યાના સુમારે કોઇ કારણોસર આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ મોરબી અને હળવદ ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

મોરબી ફાયરની ત્રણ ટીમ સ્થળ પર દોડી જઇને આગ પર કાબુ મેળવવા માટે મથામણ કરી રહી હતી આગ વિકરાળ બની હોવાથી મોરબીની ૩ ફાયર ગાડી ઉપરાંત હળવદ ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે હાલ ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે વિકરાળ આગની લપેટમાં આવી જતા પેપરમીલના વેસ્ટ પેપર સહિત અનેક સામગ્રી પદવી પ્રાપ્ત થઈ હોવાથી મોટા પાયે નુકશાન થયાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.