દિલ્હીના આઉટર નોર્થ ડિસ્ટ્રિક્ટના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આખી ફેક્ટરી આગ અને ધુમાડામાં લપેટાઈ ગઈ. સવારે 6.34 કલાકે ફાયર કંટ્રોલ રૂમને આગની જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે 2 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નથી. આગ ઓલવવા માટે લગભગ 23 ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. તેમજ 100 થી વધુ ફાયર કર્મીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ કે દુઆ, ડિવિઝનલ ફાયર ઓફિસર એકે જયસ્વાલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં કોઈ જાનહાનિ કે ઈજા અંગે કોઈ માહિતી નથી. સવારનો સમય હોવાથી કારખાનામાં તે સમયે કોઈ કામદારો નહોતા. આગ ઓલવવામાં લાંબો સમય લાગી શકે છે.
#WATCH | A huge fire broke out in a factory in Delhi’s Narela industrial area. Fire tenders reached the spot. Further details awaited. pic.twitter.com/92HrY0Jnl0
— ANI (@ANI) July 24, 2024
દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આજે સવારે 6:34 કલાકે આગ ફાટી નીકળી હતી, જેણે આખી ફેક્ટરીને જ્વાળાઓ અને ધુમાડામાં લપેટાઈ ગઈ હતી. 23 ફાયર વાહનો અને 100થી વધુ ફાયર કર્મીઓ 2 કલાકથી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.