આજે મહાશિવરાત્રિના પાવન પર્વે
શહેરના શિવાલયોમાં પૂજન-અર્ચન ચાર પ્રહરની આરતી, ભજનભાવ સહિતના વિવિધ કાર્યક્રમોની વણઝાર
અંજની પૂત્રને મહાદેવનો શણગાર
શહેરભરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ પર ઠેર ઠેર મહાદેવની પૂજા અને મંદિરોમાં ભકતજનોની વંદના ઉમટી છે. ત્યારે શહેરના પાવનકારી એવા બાલાજી મંદિરમાં પણ મહાશિવરાત્રિ પર્વ પર અંજલી પુત્રને મહાદેવનો શણગાર કરવામાં આવ્યો છે.આજે મહાશિવરાત્રિના પાવન પર્વે રામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી છે. શહેરના વિવિધ શિવાલયોમાં હર હર મહાદેવ, બમબમ ભોલેના નાદનો ગુંજારવ થઇ રહ્યો છે ત્યારે આજના આ પાવન પર્વે શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્ય થયાનો અહેસાસ અનુભવી રહ્યા છે. શિવાલયોમાં રાત્રિના ચાર પ્રહરની આરતી, પૂજન-અર્ચન, ભજન-સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમોની વણઝાર જોવા મળશે.
ભામસરા હનુમાનજીને શિવજીનો શણગાર
અંજની પુત્ર વીર હનુમાનજીનું એક મંદિર એટલે ભામસરા હનુમાનજી આજે મહાશિવરાત્રીના પાવન પર્વે બગોદરા હાઉવે પર આવેલા ભામસરા હનુમાનજીને શીવજીનો શણગાર કરવામાં આવ્યો છે.
દેવોના ‘દેવ’ મહાદેવ…..
મહા શિવરાત્રીની ચારી પ્રહરની પૂજાના અનેરા મહત્વ સાથે શિવવંદના અને આરાધના આપણો પવિત્ર તહેવાર છે. બાળથી મોટેરાના સૌથી વધુ આસ્થાના દેવ મહાદેવ છે. ત્યારે ટબુકડા બાળ દેવ દવે ઘ્યાનસ્થ થઇને બમ બમ ભોલે…. અલખ નિરંજનની અર્ચના આરાધના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેવ દવે દરરોજ 365 દિવસ સવાર-સાંજ ભોળનાથની પૂજા સાથે દુધ ધારાવાહી સાથે શિવ પૂજા કરે છે.