નગરજનો દર રવિવારે શાકભાજી સાથે વિવિધ વસ્તુઓ ખરીદવા ઉમટી પડે છે: શાકભાજીના રોપા લોકો લઇ જઇને ઘેર શાકભાજી ઉગાડે છે

સૌરાષ્ટ્રના દશ સેન્ટરોમાં અલગ અલગ વારે ભરાય છે ખેડુત હાટ: લોકોને તાજીને સારી વસ્તુ મળે તેવો સંસ્થાનો હેત

રાજકોટમાં દર રવિવારે સવારે નવરંગ નેચર કલબ દ્વારા વી.ડી.બાલાના માર્ગદર્શન તળે ‘ખેડૂત હાટ’નું આયોજન 150 ફુટ રીંગ રોડ ખાતે કરવામાં આવે છે. આ હાટમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડુતો પોતાની શાકભાજી સહિતની વિવિધ ઉત્પાદીત વસ્તુઓ લાવીને વેચે છે.

છેલ્લા 10 વર્ષથી યોજાતા આ ‘હાટ’ નો જબ્બર ક્રેઝ રાજકોટવાસીઓમાં જોવા મળે છે.આ ખેડૂત હાટમાં શાકભાજી, ફ્રુટ, અથાણા, કઠોળ, શાકભાજીના રોપા, પાપડ વિગેરે મળે છે. બાલથી મોટેરા પરિવાર  સાથે અહીંથી ઓર્ગેનીક વસ્તુઓ ખરીદીને તેનું મહત્વ પોતાના સંતાનોને સમજાવે છે.

ખેડૂત હાટમાં સૌરાષ્ટ્રના 60 ખેડૂતો ઓર્ગેનિક વસ્તુનું વેચાણ કરે છે :  વી.ડી બાલા (નવરંગ નેચર ક્લબના પ્રમુખ)

વર્ષ 2012 થી રાજકોટ મુકામે નવરંગ નેચર કલબ દ્વારા ખેડૂત હાટ યોજવામાં આવે છે. રાજકોટ આસપાસના ખેડૂતો જાતે અહીં ઓર્ગેનિક શાકભાજી અને ફળફ્રૂટ વેચવા આવે છે. મહિનાના દર રવિવારે સવારે 8થી બોપરના 1 સુધી આ ખેડૂત હાટ ભરવામાં આવે છે. સૌરાષ્ટ્રભર માંથી 60 જેટલા ખેડૂતો પોતાની ચીજ વસ્તુઓ વેચવા આવે છે. દરેક ખેડૂત પોતાના શાકભાજી, કઠોર,ફળફળાદિ,દેશી અહોડીયા,ફુલછોડ,ગોળ સીંગતેલ,લીંબુ, દેશી ટમેટી જેવી વગેરે ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ અહીં કરે છે.

ખાસ ગળુચોર થી ખેડૂત ઓર્ગેનિક લીલા નારીયલ વેચવા આવે છે.2000 ઉપરના નારિયેળ નું વેચાણ નહીં કરે છે. સાથોસાથ ભાવ અને ગુણવત્તાનું પણ નિયમન ખેડૂત હાટમાં અમારા દ્વારા કરવામાં આવે છે. ખેડૂતો માર્કેટિંગ કરતા સીખશે તોજ પગ ભર થશે. જગ્યાનું માર્કેટિંગ હું વિનામૂલ્યે કરી આપું છું મારા શોખની વસ્તુ છે. સૌરાષ્ટ્રની 10 જગ્યાઓ પર ખેડૂત હાટ ભરવામાં આવે છે.

ભવિષ્યમાં સૌરાષ્ટ્રના 40થી50 તાલુકા અંદર અમે ખેડૂત હાટ ભરવાની તૈયારીઓ શરૂ કરવાના છીએ. ખેડૂતોએ આપણા દેશના સાચા હીરો છે. લોકોને મારી અપીલ છે કે આવી ખેડૂત હાટ ભરાતી હોય. ત્યાં જઈ અને વેચાણ કરતાં દરેક ખેડૂત પાસેથી  કંઈક ખરીદી કરવી જરૂરી તો જ ખેડૂત પગભર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.