ઉદ્યોગપતિઓને એવોર્ડસ અપાશે: સેમિનાર, જોબફેર યોજી વિકાસમાં આડખલીરૂપ પ્રશ્ર્નોનું કરાશે નિરાકરણ

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ પ્રવૃત્તિઓનો વ્યાપ વધારશે. આ સંદર્ભે  સૌરાષ્ટ્ર કચ્છ વિકાસ સંભાવનાઓ ઉપર એક વિશાળ સંમેલન  બોલાવવામાં આવશે આ અંગેની વિશેષ  વિગતો આપવા માટે  ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવલેા પરાગ તેજુરા અને કેતન વેકરીયાએ આ બાબતે વિશેષ વિગતો આપીહતી.સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની પ્રવૃત્તિઓને વધુ પરિણામલક્ષી વેગવાન અને વ્યાપક અનુષ્યના હેતુથી એક એકાવન વ્યક્તિઓ ની એક્ઝીકયુટીવ કમિટી બનાવવામાં આવી રહેલ છે આ કમિટીના વેપાર , ઉદ્યોગ , સેવા , અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના લોકોનો સમાવેશ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર ના વેપાર ઉદ્યોગ અને ખેતી ના વિકાસ ને લગતા અનેક મુદ્દાઓની અભ્યાસપૂર્ણ રજૂઆતો કરવામાં આવશે અને તે માટે ના સેમિનાર પણ યોજવામાં આવશે જેમાં એક્ઝિબિશન સેન્ટર , નારિયેળીના વિકાસ માટેની યોજના , આઇટી પાર્ક , ક્ધટેઇનર ડેપો , લઘુ ઉદ્યોગો માટે વસાહતો , સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના , ઇલેક્ટ્રોનિક પાર્ક , ઓટો પ્રોડક્ટ માટે મોટા પ્રોજેક્ટ્સ હાઈકોર્ટ બેન્ચ રાજકોટ ઈન્ડેક્સબી ની ઓફિસ , માઇનિંગ ઉદ્યોગ ના પ્રશ્નો , ટેક્સટાઇલ ગાર્મેન્ટ પાર્ક સહીત ના અનેક મુદ્દાઓ ની ચર્ચાઓ કરી અસરકારક રજૂઆતો કરવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છ વિકાસ સંભાવનાઓ ઉપર એક વિશાલ સંમેલન પણ બોલાવવામાં આવશે.

સંસ્થા દ્વારા  જે આંતર રાષ્ટ્રીય વેપાર મેળો છેલ્લા આઠ વર્ષથી યોજવામાં આવે છે તેની નવમી આવૃત્તિ તા. 16-17-18 ડિસેમ્બર  2022ના રોજ યોજાશે આ શોમાં 200  કંપનીઓનાં સ્ટોલ અને 200થી 500 વિદેશી ડેલીગેટસને લાવવાનો ટાર્ગેટ  નકકી કર્યો છે.શો દ્વારા આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર , એગ્રિકલચર , ઍગો અને ફૂડ પ્રોડક્ટ્સ તથા મશીનરી , ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ્સ , હેલ્થ કેર અને બ્યુટી કેર , સીરામીક અને સેનેટરીવેર , ઓટો પાર્ટ્સ અને એન્જીનીયરીંગ , ફાર્મિંગ અને એગ્રિકલચર ઇકઇપમેન્ટ્સ વોટર અને ઇરીગેશન સિસ્ટમ , મેડિકલ ટુરિઝમ , બિલ્ડીંગ મટીરીયલ અને હાર્ડવેર , બાથ ફીટીંગ્સ અને સેનેટરી ફીટીંગ્સ , સોલાર અને રિન્યુએબલ એનેર્જી , માઇનિંગ એન્ડ બોરિંગ , ઇમિટેશન જ્વેલરી હાઉસ હોલ્ડ અને કિચનવેર , ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , એજ્યુકેશન સહીત ના સૌરાષ્ટ્ર કચ્છ ના લગભગ તમામ ઉદ્યોગો ને લાભ મળી શકે છે .

આ ટ્રેડ શો દરમ્યાન 10 એવોર્ડ્સ ફોર એક્સસલેન્સ આપવામાં આવશે એક જોબ ફેર નું આયોજન પણ કરવામાં આવશે વેપાર ઉદ્યોગ ને લગતા સેમિનાર પણ વિવિધ તબક્કે યોજવામાં આવશે .   હા આપ જો એક્ઝીક્યુટીવ કમિટી માં જોડાવા માંગતા હોતો ચોક્કસ અમે આપને આવકારીએ છીએ પરંતુ એક ખાસ ધ્યાન રહે કે સારા સૂચનો સાથે ઉમંગ ઉત્સાહ અને ધગસ થી પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા સિંહફાળો આપવાની તૈયારી પણ રાખવી જરૂરી છે .  આ મિશન ને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ ની પરાગ તેજૂરા ,  પદુભાઇ રાયચુરા – પોરબંદા , સુરેશ તન્ના   જામનગર,  ભુપતભાઇ છાટબાર રાજકોટા ,  મહેશ નગદિયા  અમરેલી ,  ધર્મેન્દ્ર સંઘવી સુરેન્દ્રનગર તથા  પ્રભુદાશભાઈ તન્ના  રાજકોટની આગેવાની હેઠળ ની કમિટી સક્રિય ભૂમિકા ભજવી રહેલ છે આ કમિટીમાં  કેતન વેકરીયા ,  ઈલિયાસ શેખ ,  ભાવેશ ઠાકર  મયુર ખોખર ,  દેવેન પડિયા ,  દિનેશભાઇ વસાણી ,  નિશ્ચલ સંઘવી  તીર્થ મકાતી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.