Abtak Media Google News

નોકરી કે વ્યવસાય નથી કરતી સ્ત્રીઓએ IT રીટર્ન ભરવું જરૂરી છે..

જે વ્યક્તિ વ્યવસાય કે નોકરી કરે છે તેને IT રીટર્ન ભરવાનું હોય છે પરંતુ જો એવું કહીએ કે ગૃહિણીઓ અથવા તો જે સ્ત્રી કઈ નોકરી કે વ્યવસાય નથી કરતી એને પણ ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવું જોઈએ. જો એ લોકો ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ કરે છે તો તેનાથી અમેક ફાયદાઓ થાય છે. ૩૧ જુલાઈ એટલે IT રીટર્ન ફાઈલ કારવાની છેલ્લી તારીખ છે. મોટા ભાગની હાઉસ વાઈફ એવી હોય છે કે જેને ફિક્સ ઇન્કમ નથી હોતી એટલે તે રીટર્ન નથી ભરતી પરંતુ જે એ રીટર્ન ફાઈલ કરેછે તો તેને લોન લેવા માટે પણ ફાયદો થાય છે આ ઉપરાંત વિઝા માટે પણ એક આધારભૂત દસ્તાવેજ તરીકે આપી શકે છે.

abc

ગૃહિણીઓ નીલ IT રીટર્ન ફાઈલ કરી શકે છે. જેને કોઈ ટેક્સ લાગતો નથી ચાત જે વ્યક્તિ ટેક્સ ભારે છે તેને નીલ આઈ ટી આર કહેવામાં આવે છે. જેના અનેક લાભ પણ છે.

જે સ્ત્રી ગૃહિણી છે કે પછી નોકરી કે વ્યવસાય નથી આટી એટલે કે તની આવક શૂન્ય છે. અને તે પોતાનો વ્યવસાય શરુ કરવાનું વિચારી રહી છે તેવા સમયે નીલ ટેક્સ રીટર્ન  ભરતી મહિલાઓને સરળતાથી લોન મળી રહે છે. લોન ક્લીઅર કરવા માટે 2 થી ૩ વર્ષના રીટર્નના રેકોર્ડ રજુ કારવાના હોય છે.

ભારતની બહાર ફરવા જવાનું કે વ્યવસાયાર્થે જવાનું થાય તો વિઝાની જરૂરત પડતી હોય છે અને ઘણા એવા સ્થળો છે જયના વિઝા સરળતાથી નથી મળતા હોતા તેવા સમયે નીલ આઈ ટી રીટર્ન ભર્યું હોય તો વિઝા માટે પણ તેના દસ્તાવેજો આધાર માટે ઉપયોગમાં લઇ શકો છો. આ આધાર વૈકલ્પિક છે પરંતુ એ એક સારા નાગરિક હોવાનો આધાર પણ રજુ કરે છે.

ગૃહિણીના નામે નોંધાયેલ મિલકત એટલે કે જમીન અથવા મકાન વેચે છે. અથવા શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. મિલકતના વેચાણ દરમિયાન મૂડી નફા પર અથવા શેરબજારમાં રોકાણ પરની આવક પર ઊભી થતી કર જવાબદારી આવે છે. આવી સ્થિતિમાં તમારા માટે ITR ભરવું જરૂરી છે.

બચત યોજનાઓ, શેર બજાર વગેરે જેવા રોકાણમાં અમુક નિયમોના આધારે આઈ ટી આર દ્વારા લાભો મેળવી શકાય છે. આવકવેરાના નિયમોમાં નવતા હોવા છતાં બેંક ડીપોઝીટ કે પછી કોઈ પણ પ્રકારની આવક પર મળેલા વ્યાજ પર કાપવામાં આવતા ટી ડી એસ પાછુ મેળવવામાં પણ નીલ આઈ ટી રીટર્ન મદદરૂપ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.