તમે જ્યારે પણ બીમાર પડો છો ત્યારે ઇલાજ કરવા માટે પાસે જાવ છો. ડોક્ટર પણ પોતાના મરીઝને તેના મર્જ પ્રમાણે દવા આપે છે.
તમને કહેવામાં આવે કે એક એવી જગ્યા છે જ્યાં લોકો બીમાર થયા બાદ એક અનોખા હોસ્પિટલમાં જાય છે. જ્યાં તેમનો ઇલાજ ભુત-પ્રેમ કરે છે.
ભારતમાં એક એવી જગ્યા મોજુદ છે જ્યાં હોસ્પિટલમાં ડોક્ટર નહિં પરંતુ ભુત-પ્રેત ઇલાજ કરે છે.
યુપીના ગોરખપુર જીલ્લાનું એક ગામ રાયગંજમાં એક અનોખી માન્યતા છે કે ભુત-પ્રેત મરીજોનો ઇલાજ દવા અને ઓપરેશન વગર સ્વસ્થ કરે છે.
અહીં આવતા લોકોને એક કીચડમાં ખાડામાં કુદાવામાં આવે છે. અહીંના તાંત્રિક અને ઓઝા કહે છે કે આ ખાડામાં કુદ્યા બાદ તેનો ઇલાજ ભુત-પ્રેત કરે છે.
હાલ આપણે અત્યારે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ આવી વાતોને અંધવિશ્ર્વાસ જ કહી શકાય પરંતુ ત્યાંના લોકોનું માનવું છે કે આ હોસ્પિટલમાં જતા લોકો પુરી રીતે સ્વસ્થ થઇને પાછા ફરે છે.
આ હોસ્પિટલમાં ઇલાજ કરવા માટે લોકો દુર-દુરથી આવે છે. આ હોસ્પિટલ વિશે લોકોની એવી માન્યતા છે કે જે લોકોની બીમારી ક્યાંય ઠીક નથી થાતી તે અહીં સ્વસ્થ થઇને પાછા આવે છે.