- અમદાવાદનાં SP રિંગરોડ પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
- મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાતા દંપતીનું મો*ત
- ટ્રકવાળાએ દંપતીને અડફેટે લીધા, બંનેનું ઘટના સ્થળ પર જ મો*ત
અમદાવાદમાં અવાર નવાર અકસ્માત સર્જાતાં હોય છે. જેમાં ધણા અકસ્માતમાં લોકોના મો*ત સર્જાતાં હોય છે જ્યારે ધણીવાર અકસ્માતમાં લોકો ઇજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે ફરી એકવાર અમદાવાદનાં SP રિંગરોડ પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ટ્રકચાલકે દંપતીને અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. દંપતી મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે
અનુસાર માહિતી મુજબ, અમદાવાદનાં SP રિંગરોડ પર ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. તેમજ આ દરમિયાન બેફામ આવતા ટ્રકચાલકે દંપતીને અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મો*ત નીપજ્યું છે. જેમાં દંપતી મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મૃ*તદેહોને PM અર્થે મોકલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માત
અમદાવાદનાં SP રિંગરોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ત્યારે માહિતી અનુસાર, વસ્ત્રાલ રિંગરોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. આવતા એક ટ્રકચાલકે દંપતીને અડફેટે લીધા હતા. ટ્રકની ટક્કરથી બંનેનું ઘટના સ્થળ પર જ મો*ત નીપજ્યું હતું. ત્યારે આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને i ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ટ્રકની અડફેટે આવતા દંપતીનું મો*ત
પોલીસ અને i ડિવિઝન પોલીસની ટીમે મૃ*તદેહોને PM અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે મૃ*તક દંપતીનાં પરિવારને કોન્ટેક્ટ કરવાની વધુ તજવીજ હાથ ધરી છે. અમદાવાદમાં ટ્રકે દંપતીને અડફેટે લીધા છે. એસ.પી. રીંગ રોડ પરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. અકસ્માતમાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.