ન્યુ એરા હોસ્ટેલ, વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલ, અજુડીયા સાયન્સ હોસ્ટેલ, ઓરિયન્ટલ બોયઝ હોસ્ટેલ, બાલાજી ગર્લ્સ હોસ્ટેલ, ફોરર્ચ્યુન ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા છે: સૌરાષ્ટ્ર સહિત રાજયભરના વિઘાર્થીઓ : રહેવા–જમવાથી લઇ અદ્યતન કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરીની ઉત્તમ સુવિૅધાઓ તમામ ફિલ્ડના સ્ટુડન્ટસ ભેગા મળી ઉજવે છે. પરંપરાગત તહેવારો: સરળ એડમીશન પ્રક્રિયા
સીસી ટીવી કેમેરા, ફાયર સેફટી સહિતની સવલતો
રાજકોટએ સૌરાષ્ટ્રમાં શિક્ષણનું હબ તરીકે ઉપસી આવ્યું છે. જયારે સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતભરમાંથી પણ હજારો વિઘાર્થીઓ વિઘાભ્યાસ માટે રાજકોટમાં આવતા હોય છે. આ ભાઇઓ બહેનોને નવા શહેરમાં પહેલી વ્યવસ્થા રહેવા જમવાની કરવી પડે છે.
જે માટે હોસ્ટેલ એ સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ છે.રાજકોટમાં સેંકડો ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલો આવેલી છે. આ હોસ્ટેલોમાંથી કંઇ હોસ્ટેલ રહેવા જમવા માટે શ્રેષ્ઠ છે? તેમાં શું સુવિધાઓ આપેલી છે? વાતાવરણ કેવું છે? ફી કેટલી છે?
કૃપા કાચરબા (ન્યુ એરા હોસ્ટેલ)
હું હળવદ તાલુકાના ઇશ્વર નગર ગામથી રાજકોટ ભણવા આવી છું હું ફાર્મસીમાં અભ્યાસ કરું છું અને ન્યુ એરા હોસ્ટેલમાં રહું છું. અહી અમને ઘર જેવું જ વાતાવરણ મળે છે. જમવાનું સારું હોય છે. નાસ્તો પણ સ્વાસ્થ્યવર્ધક હોય તેમજ દરેક પ્રકારની સુવિધાઓને લીધે અહીં ઘર જેવું જ વાતાવરણ હોવાથી ઘરની યાદ પણ ઓછી આવે છે. તહેવારોમાં અમે અહીં જ ઉજવીએ છીએ. હોસ્ટેલનું વાતાવરણ શાંતિપ્રિય હોવાથી વાંચવામાં કોઇ ડિસ્ટર્બ પણ થતું નથી.
મનીષ ચૌધરી (ન્યુ એરાની વિઘાર્થી)
હું પોરબંદરથી રાજકોટ અભ્યાસ કરવા આવ્યો છું. હું રાજકોટની ગ્રેસ કોલેજમાં બીસીએ માં અભ્યાસ કરું છું. અને ન્યુ એરા હોસ્ટેલમાં એક વર્ષથી રહુઁ છું. અહીં ત્રણ સમયનો નાસ્તો અને જમવાનું આપે છે. અમારી હોસ્ટેલ ફી મહીનાની ૪૫૦૦ છે. હોસ્ટેલની સુવિધા ખુબ જ સારી છે. સફાઇ કામ પણ નિયમીત થતું હોવાથી ચોકકસાઇ જોવા મળે છે.
હું ગાંધીનગરની છું અને હું અહીં રાજકોટમાં અભ્યાસ કરુ છું અને દોઢ વર્ષથી વૃંદાવન હોસ્ટેલમાં રહું છું. અહીં ખુબ જ સારી સુવિધાઓ છે. બધા જ ફલોર પર કેમેરા છે. સિકયુરીટી પણ સારી છું. જમવાની સુવિધા સારી છે. અને હોસ્ટેલનું વાતાવરણ શાંત હોવાથી વાંચવા લખવાની પણ મજા આવે છે. કોઇપણ સમસ્યા થાય તો ભુમિકા મેડમ અને નિખીલસરને ફોન કરી એટલે મદદ કરે છે.
વૃંદાવન વિઘાથીની માનસી
હું મુંબઇથી આવું છું અને હું અહી કેટના કલાસીસ કરું છું. હું આ હોસ્ટેલમાં હજી એક જ મહિનાથી રહું છું. પરંતુ મને અહીં એકલું નથી લાગતું અને જમવાનું ખુબ સારુ મળી રહે તેમજ દરેક પ્રકારની સુવિધા મળી રહે છે. કોઇપણ સમયસ્યા થાય તો ફોન કરી દઇએ એટલે સોલ્યશન થઇ જાય છે તેમજ જોબ અને અભ્યાસ વાળાના અલગ અલગ રુમ હોવાથી સ્ટડીમાં કોઇ પણ પ્રોબ્લેમ આવતો નથી.
દીકરીઓને સગવડતા પૂરી પાડવા હોસ્ટેલ કટીબદ્ધ: જીગ્ના રૂપારેલીયા
મારૂ નામ જીજ્ઞા રૂપારેલીયા છે અને હું ફોરચ્યુન ગર્લ્સ હોસ્ટેલ ત્રણ વર્ષથી ચલાવું છું અમારી હોસ્ટેલની એડમીશન પ્રક્રિયામાં ફોર્મ ભરવાની સાથે આધારકાર્ડ જે તે સ્કુલ કે કોલેજનું આઇડી પણ લઇએ છીએ. અમારી હોસ્ટેલમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ વિઘાર્થીનીઓ આવે છે. હોસ્ટેલમાં એક ‚મમાં ૩ અથવા ૪ છોકરાઓ રહે છે. અમારી હોસ્ટેલમાં લોકર, બેડ, તકિયા ત્રણેય સમયનું જમવાનું અને સાંજે દૂધ આપવામાં આવે છે. અમારી હોસ્ટેલ સ્કુલ ગોઇંગ હોસ્ટેલ છે જેથી સ્કુલમાં જેટલા કલાકો હોય તેટલી કલાક જ બહાર જવાનું
તેના સિવાય બહાર જવાનું હોય તો તેના કોઇ ગાર્ડિયન હોય તો જ જવા દેવામાં આવે છે. ગાર્ડિયન સાથે જવાનું થાય તો પણ મને ફોન કરીને જાણ કરવામાં આવે છે. વાલીઓ તેની દીકરીને અમારી પાસે છોડીને જાય છે. જેટલી જવાબદારી તેના વાલીઓની હોય તેટલી જ અમે જવાબદારીઓ લઇએ છીએ. અમે છોકરીઓનું જમવાનું ગમો અણગમો હાર્ટ ટુ હાર્ટ કનેકશન અને જયાં પણ તેઓ મૂંઝાતા હોય ત્યારે તેમાં તેને સાથ આપીએ છીએ. અમે અહિં બે સ્ટાફ મેમ્બરને ફેમીલી સાથે જ રાખ્યાં છે. જે છોકરીઓનું ર૪ કલાક ઘ્યાન રાખે છે.
દરેક માળે ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા છે. તેમજ લાયસન્સ પણ મેળવેલ છે. અમારી હોસ્ટેલમા દરેક પ્રકારના તહેવારો ઉજવીએ છીએ. અને વિઘાર્થીનીઓ ખુબ જ મનથી તૈયારીઓ કરે છે. તેમજ આવા કાર્યક્રમમાં અને અવનવી રમતો અને સ્પર્ધાનું આયોજન કરીએ છીએ.
સમયસર ભોજન અને સુવિધા અમારો પ્રાથમિક ધ્યેય: હાર્દિક કયાડા
અમારી અજુડીયા સાયન્સ હોસ્ટેલ જયોતિનગર મેઇન રોડ પર આવેલી છે. અમે આ હોસ્ટેલ પાંચ વર્ષથી ચલાવી રહ્યા છીએ. અને હોસ્ટેલમાં પચાસ જેટલા વિઘાર્થીઓ રહે છે. જેમાં મોટાભાગના વિઘાર્થીઓ ગામડેથી આવેલા છે. મોટા ભાગે સૌરાષ્ટ્રના જ વિઘાર્થીઓ રહે છે. અને ગુજરાત બહારના વિઘાર્થીઓ બે થી ત્રણ જેટલા હોય છે. અમારી હોસ્ટેલમાં એડમીશન માટે વાલી અને વિઘાર્થીનું આધાર કાર્ડ અને હોસ્ટેલ ફોર્મ ભરવાનું રહે છે. તેમજ હોસ્ટેલના નિયમો પણ પાળવાના રહે છે જો નિયમનું ઉલ્લધન કરે તો એમને હોસ્ટેલમાંથી રજા આપી દેવામાં આવે છે. હોસ્ટેલના નિયમમાં સમયસર નાસ્તો, લંચ અને ડિનર કરવા આવી જવું.
તેમજ હોસ્ટેલની વસ્તુને નુકશાની કરે તો રજા આપવી દેવી રજા લીધા વગર બહાર જવું નહીં, જો રજા લીધા વગર બહાર જાય તો એ હોસ્ટેલ ની જવાબદારી હોતી નથી. રજા લઇને ગયેલ વિઘાર્થી સમયસર પરત ન ફરે તો અમે તપાસ કરીને વાલીને જાણ કરી છીએ. પછી વાલી અને અમે સાથે મળીને શોધખોળ કરીએ છીએ. વિઘાર્થીઓને વાંચવા માટે સ્ટડી રુમ અને લાઇબ્રેરીની સુવિધા પણ રાખી છે.
જેમાં દરેક પ્રકારના પુસ્તકો પણ રાખ્યા છે. તહેવારોના દિવસે હોસ્ટેલમાં રહેતા વિઘાર્થીઓ દ્વારા જે તે તહેવારની ઉજવણી કરવામાં આવે છે સિકયુરીટીમાં હું અહીં ર૫ કલાક હાજર જ હોય અને સાંજે ૧૧ વાગ્યે ગેટ બંધ કરી દેવામાં આવે છે. ત્યાર પછી કોઇ વિઘાર્થીને બહાર જવા દેવામાં આવતા નથી. અમારી હોસ્ટેલમાં ફાયર સેફટીના સાધનો અને સીસીટીવી કેમેરા પણ છે.
અમારી હોસ્ટેલ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વાલીઓની પસંદ: દિનેશભાઈ કપુરીયા
હું ક્રિસ્ટલ મોલની પાછળ ઘનશ્યામ નગરમાં આવેલી બાલાજી ગર્લ્સ હોસ્ટેલ ચલાવું છું હું આ સંસ્થા છેલ્લા ૯-૧૦ વર્ષથી ચલાવું છું મારી હોસ્ટેલમાં હાલમાં ૪૦-૪૫ જેટલી છોકરીઓ રહે છે જે મોટાભાગે ગામડાઓમાંથી આવે છે અમારી હોસ્ટેલમાં કચ્છ, ખંભાળીયા, ગીર સોમનાથ, સોમનાથ, ઉના બધા જીલ્લાઓ અને તાલુકાઓમાંથી આવે છે. માવતરની પહેલી અપેક્ષા હંમેશા સુરક્ષા હોય છે અને રહેવા-જમવાનું તેના પર કેટલું ઘ્યાન અપાય છે. તેવી હોય છે છોકરીઓને વાંચન માટે ત્રણ મેડમો રાખેલા છે.
એક મેડમ સવારે હોય છે. બે મેડમ રાત્રે હોય છે તે તેના વાંચન અને અવન જવન પર ઘ્યાન રાખતા હોય છે. તેની વાંચવામાં જોઇતી સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ છોકરી જયારે બહાર જાય ત્યારે તેને રજીસ્ટરમાં નોધ કરવાની હોય છે. અને પરત ફરે ત્યારે પણ નોંધ કરવાની હોય છે. રાત્રે ૯ વાગ્યે હોસ્ટેલનો દરવાજો બંધ થઇ જાય છે. હોસ્ટેલની એડમીશન પ્રક્રિયામાં ફોર્મ ભરવાનું હોય છે. જેમાં વાલીના નંબરની સાથે રાજકોટમાં રહેતા સંબંધીઓના પણ નંબર હોય છે. સિકયુરીટીમાં સીસી ટીવી કેમેરાની સાથે ર૪ કલાક ઘ્યાન રાખવા મેડમો અને હું પણ હાજર રહું છું.
મારી હોસ્ટેલ ત્રણ માળની છે. જેમાં ૧૮ રૂમ છે જેમાં ૧ રુમમાં ત્રણ વિઘાર્થીઓ રાખીએ છીએ. જેમાં લોકરની સાથે બેડ આપવામાં આવે છે. ફાયરના સેફટીના સાધનો પણ દરેક ફલોર પર રાખવામાં આવ્યા છે. હોસ્ટેલ ચલાવવા માટે પોલીસ સ્ટેશનને જાણકારી આપવાની હોય છે. જેની અમે જાણકારી આપેલી છે.
હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન રહે તેવો પ્રયાસ: કલ્પના ભુત
જુન ૨૦૧૮ની ગર્લ્સ અને બોયઝ બન્ને હોસ્ટેલ ચલાવેું છું. અને હોસ્ટેલનું મેનેજમેન્ટ કરું છું અત્યારે અમારી હોસ્ટેલમાં ૩૦ જેટલી વિઘાર્થીઓ રહે છે બન્ને હોસ્ટેલમાં એડમીશન સમયે વિઘાર્થીઓના વાલીઓને સંપૂર્ણ માહીતી પુરી પાડવામાં આવે છે. તેમજ હોસ્ટેલમાં જમવાની, રહેવાની અને લોન્ડ્રીની સુવિધા પુરી પાડવામાં આવે છે. હોસ્ટેલો સ્કુલ સાથે કાર્યરત હોય છે. બન્ને હોસ્ટેલની સવલતો સમાન જ છે.
એક રૂમમાં કેપેસીટી પ્રમાણે વિઘાર્થીઓને રાખવામાં આવે છે. મારી હોસ્ટેલમાં સોલાર પ્લાન્ટ, આર.ઓ. પ્લાન્ટ, ફાયર સેફટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્ટેલમાં સાંજે સાત વાગ્યા સુધીમાં આવી જવાનું હોય છે. જે ન આવે તેને ફોન કરીને પુછવામાં આવે છે. તેમજ અમારે રજીસ્ટ્રર બનાવેલું છે. જેમાં નોંધ કરીને જ જવાનું હોય છે. હોસ્ટેલમાં અલગ અલગ ફિલ્ડના સ્ટુડન્ટ રહેતા હોવાથી અલગ અલગ સમયે પરીક્ષા હોય જેથી તહેવારોની ઉજવણી શકય બનતી નથી.
હોસ્ટેલમાં એક ફેમીલી રાખ્યું છે જે ૨૪ કલાક હોસ્ટેલમાં રહીને વિઘાર્થીઓની કાળજી રાખે છે. બોયઝ હોસ્ટેલમાં કમપ્યુટર લેબ, લાઇબ્રેરી સાયન્સ લેબ છે અને ગર્લ્સ હોસ્ટેલમાં માત્ર લાઇબ્રેરી જ છે.
હોસ્ટેલ સુવિધા આપે ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી શિષ્તતાની અપેક્ષા: શૈલેશ પરમાર
હું ઓરીએન્ટલ બોઇઝ હોસ્ટેલ છેેલ્લા પ વર્ષથી ચલાવું છું મારી હોસ્ટેલમાં ૭૦ જેટલા વિઘાર્થીઓ રહે છે અમે એડમીશન પ્રક્રિયામાં વિઘાર્થી પાસે આધાર કાર્ડ, ફોટો, આઇડી પ્રુફ સાથે ફોર્મ ભરાવી છીએ હું ૯,૧૦,૧૧,૧૨ આ ચાર ધોરણાના જ વિઘાર્થીઓ રાખું છું. મારી હોસ્ટેલમાં નિયમોમાં જમવાનો અને નાસ્તાનો સમય ફિકસ હોય સાંજે ૯.૩૦ પછી બહાર નહીં જવાનું સાંજે હાજરી પુરાય છે. વિઘાર્થીઓનું ખરાબ વર્તન હોય તેને રજા પર આપવા ફરજ બજાવી છીએ.
એડમીશન વખતે અમે નિયમોનું ફોર્મ ભરાવી દીધું હોય એ જ નિયમને અનુસરવાનું હોય છે. એક રૂમમાં ર, ૩, ૪ એમ અલગ અલગ રાખીછીએ. અને ફ્રી પણ અલગ અલગ હોય છે. જેમાં એમને પીલ્લો, ગાદલું, લોકર પંખો લાઇટ, લોન્ડ્રી ત્રણ ટાઇમ જમવાનું રૂમની સાફ સફાઇ અને વિઘાર્થીઓને ગરમ પાણી પણ આપીએ છીએ. હોસ્ટેલમાં ગરમ અને ઠંડુ પાણી ર૪ કલાક આવે છે. સલામતિ માટે સીસી ટીવી કેમેરા અને ગૃહપતિ ર૪ કલાક હાજર હોય છે. ફાયર સિકયુરીટી માટે ફાયર ડિફેન્સના સાધનો રાખેલા છે.
વિઘાર્થી પ્રત્યે જવાબદારી જેટલી એમની વાલીની હોય એટલી બધી જ અમારી જવાબદારી હોય છે. ગૃહપતિ દ્વારા દરેક વિઘાર્થીનું ઘ્યાન રાખવામાં આવે છે જેમ કે સ્કુલ જાય છે કે નહિ? જમે છે કે નહીં અમારી હોસ્ટેલ જે તે વિઘાર્થીની સ્કુલથી રીઝલ્ટ જાણીન તેના અભ્યાસ પર પુરતુ ઘ્યાન આપે છે. અને જેમને વાંચવું હોય અને હોલમાં રીડીંગ રુમની સુવિધા પુરી પાડીએ છીએ. અમે અમારી હોસ્ટેલનું લાયસન્સ પણ કઢાવેલું છે.
વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે માટે શાંતિપૂર્ણ વાતાવરણ: નિખીલ નિમાવત
નિખિલ નિમાવત સંચાલક હું વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલ છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ સુવિધા સાથે ચલાવું છું. હોસ્ટેલની વાર્ષિક ફી ૫૦,૦૦૦/- રૂપિયા છે. જેમાં નાસ્તો, જમવાનું રુમ કલીનીંગ, લોન્ડી સર્વિસ, આર.ઓ. સીસ્ટમ વાઇફાઇ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સોલાર સિસ્ટમ ઝેરોક્ષ મશીન તથા વિઘાર્થીઓને વાંચવા લખવાથી સંપૂર્ણ ફોર સ્ટાર જેવી સુવિધા આપવામાં આવે છે. અમારી એન્ટ્રી ગેટ અને દરેક ફલોર પર સીસીટીવી કેમેરા છે. અને ર૪ કલાક રેકટરની હાજરી હોય છે જે માતાની જેમ જ કાળજી રાખે છે.
અમારી ચાર માળની બિલ્ડીંગમાં ૧ર રુમ છે અને ૪૮ વિઘાર્થીની કેપેસીટી છે. હોસ્ટેલમાં ફાયર સેફટીમાં ફાયર પ્રોટેકશનના તમામ સાધનો છે. અમે હોસ્ટેલ ચલાવવા માટે લાયસન્સ મેળવેલું છે. તેમજ જીએસટી કર પણ ભરીએ છીએ. વાલીઓ મોટા ભાગે પોતાની દિકરીઓનું જમવાનું ઘ્યાન, હોસ્ટેલમાં સારુ રહેવાનું, કામ વગર બહાર ન જવું સ્કુલ કોલેજનો આવવા-જવાનો સમય જેવી ડીમાન્ડ હોય છે. અમારી હોસ્ટેલ શાંત માહોલમાં છે. તેમજ જોબ વાળાના અલગ રુમ અને અભ્યાસ વાળાના અલગ રુમમાં જ રાખી છીએ જેથી વાંચવા લખવાની શાંતિ મળી રહે.
અમે એ-૧ કવોલીટીના મસાલા અને તાજા શાકભાજીથી જ રસોઇ બનાવવામાં આવી છે. મારી હોસ્ટેલમાં ૪૮ વિઘાર્થીઓ રહે છે. હોસ્ટેલમાં એ.સી. અને નોન એ.સી. રુમો આવેલા છે. તેમજ રાજકોટમાં કયાંય ન હોય એવી સુવિધા જે અમે ટુ વ્હીલર પણ આપી છીએ જેનું વર્ષ દરમ્યાન ફકત ડીપોઝીટ લેવામાં આવે છે. બીજું કોઇ ભાડુ લેવામાં આવતું નથી. આ ટુ વ્હીલર હોસ્ટેલ છોડે ત્યારે પરત કરી દેવાનું રહે છે.