બહેનો માટે ડી.જે. સાથે રાસ-ગરબા, અલ્પાહાર સહિતના આયોજનો; આયોજકો ‘અબતક’ના આંગણે
હોલીકા ગ્રુપ દ્વારા આદરણીય વર્ધમાનનગરમાં રહેતા લતાવાસી વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકો, દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલીકા પર્વ નિમિત્તે “જીવન રંગ-રંગ, હોલી કે સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોની સાથે સાથ બાળકો માટે વિવિધ ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન તથા રમવા અને આનંદ માટે વિવિધ રાઈડ્સ, જમ્પીંગ, ફજર તથા ચકકરડી વગેરે તો ખરા જ… દેશના હાલના સમય અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત માતાના વીર શહીદ સપૂતોની શોર્ય ગાથા વર્ણવતા દેશ-ભક્તિ ગીત એકાંકી તથા ઈન્ડિયન આર્મીના જવાનોને અભિનંદન સાથે સલામીના કાર્યક્રમો વિવિધ સ્કૂલો દ્વારા કરવામાં આવશે જેમાં મુરલીધર સ્કૂલ, નવયુગ સ્કૂલ, ચાણ્કય સ્કૂલ, પાઠક સ્કૂલ, શાળા નં.૪૮નો સંપૂર્ણ સહયોગ સાંપડશે.
તદ્ઉપરાંત લત્તાવાસીઓ માટે અલ્પાહાર તેમજ બહેનો માટે રાસ-ગરબા, ડી.જે.ની સાથેનું આયોજન કરેલ હોય તમામ લત્તાવાસીઓને આ પારિવારિક માહોલમાં પધારવા જણાવાયું છે. આગામી તા.૧૯/૦૩/૨૦૧૯ મંગળવારે ૭-વર્ધમાનનગર, શ્રીનાથજી એપાર્ટમેન્ટ ચોક, રાજકોટ ખાતે સાંજે ૭-૩૦ થી ૮-૩૦ ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન સાંજે ૮‚૪૫ દેશ-ભક્તિ કાર્યક્રમ ત્યારબાદ અલ્પાહાર અને રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાશે.ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનમાં ભાગ લેનારા દરેક બાળકોએ ફરજીયાત સાંજે ૭ વાગ્યે હાજર રહી ટોકન મેળવી લેવા. હોલિકાત્સવને ધામધુમથી ઉજવવા આયોજકો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.