શિક્ષણએ વિકાસનો પાયો છે. સારા શિક્ષણ થકી પરિવારો, રાજયનો અનેદેશનો સારી રીતે વિકાસ થાય છે. તેમ રાજયના ઉર્જા અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે ગુણોત્સવ-૮ના બીજા દિવસે મોરબી નગરપાલીકા વિસ્તારની માતૃશ્રીબાજીરાજબા તાલુકા કન્યા શાળા નં-૨નું સર્વગ્રાહી શાળા મુલ્યાકન કરતા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ દિપ પ્રગટાવી ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કન્યા કેળવણીનો વ્યાપ વધે તે માટે રાજયભરમાં મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
જેમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અને અધિકારીશ્રીઓને જોડી ગામડે ગામડે દોડાવ્યા હતા જેનાથી રાજયમાં કન્યા શિક્ષણમાં ખુબ જ વધારો થયો છે. જે આપણે સૌ જોઇ શકીએછીએ.મંત્રીશ્રીએ રાજયમાં શિક્ષણની ગુણવતા સુધારવા ગુણોત્સવનો કાર્યક્રમશરૂ કરાયો છે. તેનાથી શાળા શિક્ષણનીગુણવતામાં સુધારો થયો છે. તેમ તેમણે જણાવ્યું હતું
મંત્રીશ્રીએ ગુણોત્સવની અગત્યતા સમજાવી કાર્યક્રમ થકી શાળામાં શિક્ષણની ગુણવતા સુધારવા વિષયવાર ખુટતા શિક્ષકો, શૈક્ષણિક સાધનો પુરા પાડવા સરકાર પ્રયત્નશીલ છે. તેમ તેમણે જણાવ્યું હતું
મંત્રીશ્રીએ શાળાના વર્ગ ખંડોની મુલાકાત લઇ ધોરણ ૨ થી ૮ ની બાળાઓને વાંચન, લેખન, અને ગણન કરાવી શાળાનું સર્વગ્રાહી ગુણાત્મક મુલ્યાંકન કર્યુ હતું. મંત્રીશ્રીએ વાલીઓ તથા એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી તેઓની પાસેથી શિક્ષણ વિકાસના સુચનો મેળવ્યા હતા. મંત્રીશ્રીએ શિક્ષણમાં અને સ્વચ્છતામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનાર બાળાઓનું પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કર્યુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com