રવિવાર એટલે રજા નો વાર પણ શું તમે ખરેખર જાણો છો કે રવિવારે જ શા માટે રજા હોય છે? તેની પાછળ પણ એક ઈતિહાસ છુપાયેલો છે. એક એવી ઘટના જે આઝાદી પેહલા ની ઘટના છે જેની અસર આજ સુધી છવાયેલી છે ! જેમાં આજે પણ તમે રવિવારએ રજાનો આનંદ માણો છો.
આઝાદી પેહલા જયારે ભારત દેશ પર અંગ્રેજોનું શાશન હતું ત્યારે મજદૂર વર્ગ 7 દિવસ સતત કામ કરતા એક પણ દિવસ તેવોને આરામ નો ન મળતો. સતત કામ ના દબાણ હેઠળ તેમના સ્વાસ્થ્ય પર નકારતામ્ક અસર પડતી હતી. જેને લઇ તેનું કઈક નિવારણ લાવું પડે તેમ છે. તેના પછી અંદાજીત ૧૮૫૭ માં મજદૂરોના નેતા મેઘાજી તેમના હક માટે આગળ આવ્યા અને અવાજ ઉપાડ્યો . અને સરકાર સમક્ષ મજદૂરો માટે માંગ કરી
તેમને એક સરકાર સમક્ષ તર્ક રજુ કર્યો જેમાં તેવોએ તેવું કહ્યું કે મજદૂરો ને અઠવાડિયા ના 7 દિવસ પૈકી 1 દિવસ આરામ માટે અને તેમના ખુદ માટે મળવો જરૂરી છે. સતત કામ બાદ તેમના સ્વાસ્થ્ય ખરાબ થાય છે આમ તેમને સરકાર સમક્ષ રજુઆત કરી ત્યાર બાદ ઘણા સંઘર્ષ બાદ તેમની માંગ સાંભળવામાં આવી અને એક નિર્ણય લેવામાં આવ્યો જેમાં ખાસ કરીને અઠવાડિયા દરમિયાન તેમને રવિવારના રોજ એક દિવસ આરામ માટે આપવામાં આવ્યો આ નિર્ણય તારીખ 10 જુન ૧૮૯૦ ના રોજ લેવામાં આવ્યો હતો .
સાથો સાથ એવી પણ માન્યતા છે કે ઘણા ખરા ધાર્મિક કારણોને લઇ ને ખાસ રવિવારના રોજ રજા રાખવામાં આવે છે જેમાં ખાસ હિંદુ માન્યતા મુજબ અઠવાડિયા ની શરૂવાત રવીવાર એટલે કે સૂર્ય ભગવાન થી થાય છે માટે આ દિવસ ને રજા તરીકે માનવામાં આવે છે. સાથે જ અંગ્રેજોની માન્યતા મુજબ ભગવાન એ માત્ર ૬ જ દિવસ બનાવ્યા છે માટે આ દિવસે રજા રાખવામાં આવે છે.
આમ ઇતિહાસ સાથે ઘણા બધા તર્ક વિતર્ક પણ રવિવારને લઇ સર્જાયા છે પરંતુ એ વાત વાસ્તવિક્ત છે સમગ્ર વિશ્વ માં અમુક દેશો ને બાદ કરતા દરેક દેશો માં રવિવાર ના રોજ રાજા એટલે કે હોલીડે જોવા મળે છે તે દિવશે લોકો પોતાના પરિવાર અને પોતાના માટે સમય વ્યતીત કરે છે.