મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન માટે રેલી
તિરંગાયાત્રામાં ૫૦૦થી વધુ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત: બે કિ.મી. લાંબો અને ૧૦ ફૂટ પહોળો તિરંગો લહેરાવાશે
બહુમાળી ભવનથી શરૂ થઈ યાત્રા જયુબિલી ગાર્ડને પહોંચશે
તિરંગા યાત્રાનો રૂટ
બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, યાત્રિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, ત્રિકોણબાગ, જયુબિલી ગાર્ડન
૫૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત
બંને ઝોનના ડીસીપી, પાંચ એસીપી, ૧૭ પીઆઈ, ૪૨ પીએસઆઈ, ૫૦૦થી વધુ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એસઆરપી ,હોમગાર્ડના જવાનો
કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં રાષ્ટ્રીય એકતા સમિતિ આયોજન વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે સવારે ૯ કલાકે મુખ્યમંત્રી યાત્રાને પ્રસ્થાન કરાવશે. તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકતા સંશોધન કાયદાને પ્રચંડ જન સમર્થન આપવા માટે તમામ જ્ઞાતિ મંડળો, વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ, યુવા જૂથો સહિતના ૩૫ હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે તેવો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
તિરંગા યાત્રામાં બે કિ.મી. લાંબો અને ૧૦ ફૂટ પહોળો એવો તિરંગો ધો.૧૧ના વિદ્યાર્થીઓ લહેરાવશે અને ૪૦૦થી વધુ શરણાર્થીઓ પણ યાત્રામાં હાજર રહેનાર છે. નાગરિક સંશોધન કાયદાની તરફેણમાં ભાજપ દ્વારા દેશભરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટના વેપાર ઉદ્યોગો મંડળો, સેવા, ધાર્મિક તથા સામાજીક સંગઠનો યાત્રામાં જોડાશે જેને લઈને કેબિનેટમંત્રી જયેશ રાદડીયા, મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી કમલેશ મીરાણી, અભય ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા રાજુ ધ્રુવ વગેરેની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં વધુને વધુ લોકોને ઉમટી પડવા માટે અનુરોધ કરાયો છે.
બહુમાળી ભવનથી શરૂ થનારી યાત્રા જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ થઈ ત્રિકોણબાગ, પહોચશે ત્યાંથી જયુબીલી ગાર્ડન તરફ રવાના થશે.
કાલે સવારે ૯ કલાકથી ૧૨ સુધી રેલી ચાલે તેવી શકયતા છે. આટલા સમય સુધી શહેરીજનો ટ્રાફીકની સમસ્યા ન નડે તેથી રૂટનો અડધો ભાગ ખૂલ્લો રહેશે આ માટે પોલીસને વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે.
મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમા નીકળનારી તિરંગા યાત્રામાં કોઈ અઘટીત ઘટના ન ઘટે તેવા હેતુથી ૫૦૦થી વધુ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન થતુ હોવાથી ટ્રાફીક સમસ્યા પણ સર્જાશે.
યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે જેમાં બંને ઝોનના ડીસીપી, પાંચ એસીપી, ૧૭ પીઆઈ, ૪૨ પીએસઆઈ, ૫૦૦થી વધુ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ઉપરાંત એસઆરપી અને હોમગાર્ડને તૈનાત કરાયા છે. ભાજપે ૩૫ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો દાવો કર્યો છે. સીએએ કાયદો માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં વસતા લઘુમતી અને પીડીત હિન્દુઓને નાગરિકતા આપવાની વાત છે. રદ કરવાની નહી.સવારે યાત્રા ૯ કલાકે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી મુખ્યમંત્રી રેલીને લીલીઝંડી આપશે. ત્યારબાદ રેલી શહેરનાં મુખ્યમાર્ગો પર ફરશે રેલીમાં એક સાઈડનો રૂટ ખૂલ્લો મૂકવામાં આવશે.
તિરંગા યાત્રામાં જોડાવા ચાણકય વિદ્યાલય દ્વારા આહવાન
વંદેમાતરમ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ ચાણકય વિદ્યાલય દ્વારા ગૂરૂવારે તિરંગ યાત્રામાં જોડાવવા લોકોને આહવાન કરે છે. આ યાત્રામાં વિરાટ ભારતીયતના દર્શનમાં સામેલ થવા અપીલ છે. સમર્થ ભારતનું નિર્માણ માટે સીએએના સમર્થન કરીએ.
બ્રહ્મસમજ સફેદ પેન્ટ-શર્ય ડ્રેસકોર્ડ સાથે તિરંગા યાત્રા સાથે જોડાશે
રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રામા રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાનાં તમામ બ્રહ્મ પરિવારો આ કાયદાના સમર્થનમાં નીકળનાર તિરંગા યાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રચંડ લોક સમર્થન સાથે રેલીનો પ્રારંભ થશે.
છેલ્લા બે દિવસથી ભુદેવ સેવા સમિતિની સભ્યો દિલીપ જાનીન માર્ગદર્શન હેઠળ નિરજ ભટ્ટ,વિશાલ ઉપાધ્યાય, માનવ વ્યાસ, વિમલ અધ્યારૂ, જયોતિન્દ્ર પંડયા, સંદિપ પંડયા, જીજ્ઞેશ ત્રિવેદી જયભાઈ ત્રિવેદી, ભરતભાઈ દવે, યજ્ઞેશ ભટ્ટ, વિમલ અધ્યારૂ, જયભાઈ ત્રિવેદી,મીત ભટ્ટ, દિલીપ રાવલ, પરાગ મહેતા, પ્રશાંત ઓઝા, પ્રશાંત વ્યાસ, મેહુલ ભટ્ટ, અશોક મહેતા, જીજ્ઞેશ પંડયા,હિરેન શુકલ, રાજન ત્રિવેદી, ચિરાગ ઠાકર, વિશાલ ઠાકર, મનન ત્રિવેદી, નિરવ ત્રિવેદી દ્વારા અલગ અલગ વોર્ડમાં સી.એ.એ.ના સમર્થનમાં નિકળનાર તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા આહવાહન કરવામાં આવ્યું હતુ.
ત્રિરંગા એકતાયાત્રામાં દલિત સમાજ ઉમટી પડે: અનિલ મકવાણાની હાકલ
રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સીએએનાં સમર્થનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેજામાં ત્રિરંગા એકતા યાત્રા નીકળવાની છે જેમાં દલીત સમાજના લોકોને ઉમટી પડવા ભાજપના પૂર્વ નગરસેવક અને આગેવાન અનિલભાઈ મકવાણાએ અનુરોધ કર્યો છે. કાલે સવારે ૯ કલાકે લોકોને બહુમાળી ભવન ચોક ખાતે હાજર રહેવા તેમણે અનુરોધ કર્યો છે. આ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહના રાષ્ટ્રીય સુરક્ષાના એજન્ડાને સર્વોપરી સમર્થન આપવા અને દેશની વિચારધારા સાથે વધુને વધુ લોકો જોડાય તેવો અનુરોધ કર્યો છે.
ઉદ્દઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થાન
રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વાર એકતા યાત્રા ઉદ્દઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થાના બહોળી સંખ્યામાં સભ્યો પરિવાર સાથે જોડાશે.ઉદ્દઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થાના સભ્યો તથા ભારતીય નાગરીકોને પણ આહવાન કરે છે બહુમાણી ભવન સરદાર પટેલ સ્ટેચ્યું ખાતે તા.૧૩ને ગુરૂવારે સવારે ૯ કલાકે યાત્રામાં જોડાવવા વિનોદભાઈ પેઢડીયા, વિમલભાઈ જાની, દિનેશભાઈ વ્યાસ, દિવાવરભાઈ વાગડીયા, જયપ્રકાશ દવે એ આહવાન કરેલ છે.
તિરંગા યાત્રાને સતવારા સમાજનો સંપૂર્ણ સહયોગ
રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રાને રાજકોટ સતવારા સમાજે સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી સીએએે સમર્થન જાહેર કર્યું છે.
સતવારા સમાજના પ્રમુખ પ્રભુલાલ નકુમ, પૂર્વ પ્રમુખ મોહનભાઇ સોનગ્રા, સમાજના ગુજરાત અગ્રણી અને ટ્રસ્ટી અશોકભાઈ કણઝારીયા, ગાંધીગ્રામ સતવારા સમાજ પ્રમુખ વલ્લભભાઈ બુમતારીયા, પૂર્વ પ્રમુખ શાંતિભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ કાળુભાઇ નકુમ, ટ્રસ્ટી વિનોદભાઈ રાઠોડ (ગુજરાતી), અમુભાઈ પરમાર ટ્રસ્ટી, વિજયભાઈ ખાંદલા મંત્રી ગાંધીગ્રામ સતવારા સમાજ, ચંદુભાઈ કણઝારીયા ટ્રસ્ટી સતવારા સમાજ તથા અન્ય ટ્રસ્ટીઓ જયેશભાઇ રાઠોડ, ભરતભાઇ નકુમ, પરેશભાઈ ખાણધર, પીયૂષભાઈ પરમાર, રવિભાઈ સોનગ્રા અને રસિકભાઈ પરમાર સહિતના હોદ્દેદારોએ સતવારા જ્ઞાતિ મંડળ તરફથી ભવ્ય ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી અને રાષ્ટ્રભાવના ઉજાગર કરતા આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે આ સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાશે તેવી ખાત્રીનો પુન: ઉચ્ચાર કર્યો હતો.
સમસ્ત શ્રી ગૌડ બ્રાહ્મણ સમાજ ત્રિરંગા યાત્રામાં જોડાશે
રાજકોટ ખાતે યોજાઈ રહેલી ત્રિરંગા યાત્રામાં સમસ્ત શ્રી ગૌડ બ્રાહ્મણ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાવવા જઈ રહ્યા છે. સમાજના આગેવાન યશવંતભાઈ શુક્લ, પંકજભાઈ ત્રિવેદી, રાજુભાઇ ભટ્ટ, શિરીષભાઈ ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ, ભાવેશભાઈ જોષી, દીપેનભાઈ જોષી, અજયભાઈ જોષી, સચિનભાઈ જોષી સહિતના આગેવાનોએ જ્ઞાતિજનોની બેઠક યોજી સમાજના દરેક સભ્યોને રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા યોજાતી ત્રિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવવા આહવાન કર્યું હતું. આ તકે સમાજના લોકોએ નાગરિકતા સંશોધન અધિનિયમ સીએએ અને સમર્થન આપી આ ભવ્ય યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવવા કોલ આપ્યો હતો.
તિરંગા યાત્રામાં જોડાવા મેયર બીનાબેનની અપીલ
રાજકોટ શહેરના પ્રથમ નાગરિક મેયર બિનાબહેન આચાર્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશહિત અને જનહિતના સંદર્ભે દેશની સંસદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા દેશહિત માટે લેવાયેલા નાગરિકતા સંશોધન કાયદાને સમગ્ર સમાજ દ્વારા પ્રચુર માત્રા માં સમર્થન મળી રહ્યું છે.આ કાયદો નાગરિકતા છીનવવા માટે નહીં પણ નાગરિકતા આપવા માટે છે ત્યારે ઘણા લોકો ના માનસપટ પર આ કાયદા અંગે ગેરસમજ ફેલાયેલી છે તેને દૂર કરી કાયદાની સાચી સમજણ પુરી પાડવા રાષ્ટ્રીય એકતા સમિતિ – રાજકોટ ના ઉપક્રમે તિરંગાયાત્રા – ૨૦૨૦ નું ૧૩ ફેબ્રુઆરી ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજિત થશે. જ્યાં મુખ્યમંત્રી ના સંબોધન બાદ ૨ કિ.મી. લંબાઇના બનાવેલા આપણા રાષ્ટ્રીય ધ્વજની તિરંગાયાત્રા સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા પાસે થી શરૂ થશે. પ્રચંડ એકતાના ઉદાહરણ સમી આ તિરંગાયાત્રા માં સર્વે સમાજની ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં જોડાશે ત્યારે આ રેલીમાં એકત્રિત થઈને દેશની એકતા, અંખંડિતતા અને સાર્વભૌમત્વ ની ઝાંખી સૌને કરાવીએ. આ કાયદાથી પાડોશી દેશોના પીડિત શરણાર્થીઓને નાગરિકતા મળશે.આ એક માનવતા વાદી નિર્ણય સરકારે લીધેલ છે. દેશની એકતા માટે લેવાયેલા વડાપ્રધાનશ્રી ના આ નિર્ણય ને આપણે સમર્થન આપીએ અને દેશ માટે તા.૧૩ ના રોજ ૩ કલાક ફાળવીએ.
શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબહેન પેઢલીયાનું આહવાહન
રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબહેન પેઢલીયા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાયદા થકી રાષ્ટ્ર વિકાસ દિશા તરફ અગ્રેસર થશે. નાગરિકતા કાયદો આપણે આઝાદ થયા ત્યારેનો છે તેની અમલવારી વડાપ્રધાન એ કરેલ છે.નાગરિકતા સંસોધન બિલ ભારતમાં રહેતા પાડોશી દેશોના શરણાર્થીઓ માટે શાંતિ, સુખ અને સલામતી લઈ આવનારું છે.આપણા પાડોશી દેશોમાંથી પ્રપીડિત થઈને શરણાર્થી તરીકે આવેલ અલ્પસંખ્યક લોકોને નાગરિકતાનો અધિકારના કાયદા દ્વારા અપાશે. ત્યારે રાષ્ટ્રીય એકતા સમિતિ – રાજકોટ ના નેજા હેઠળ તિરંગાયાત્રા – ૨૦૨૦ નું ૧૩ ફેબ્રુઆરી ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજિત થશે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મહિલા મોરચાના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ એક નિવેદન દ્વારા રાષ્ટ્રીય એકતા સમિતિ રાજકોટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા અને ત્રીરંગા યાત્રામાં રાજકોટ શહેરના નાગરિકોને પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં જોડાઇને નાગરિક ધર્મ બજાવવા અપીલ કરી છે.
નાગરિક ધર્મ બજાવવા ભાનુબેન બાબરીયાની અપીલ
લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા અંજલીબેન રૂપાણીનું આહવાન રાજકોટ ખાતે તારીખ રોજ રાષ્ટ્રીય એકતા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિક સંશોધન કાયદાને વ્યાપક સમર્થન આપવા વિવિધ સમાજ અને જ્ઞાતિના લોકોને મોટી સંખ્યામાં આ ભવ્ય રેલીમાં જોડાવવા રાજકોટ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ એક નિવેદન દ્વારા અપીલ કરી છે.
ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ તિરંગા યાત્રામાં હાજરી આપશે
રાજકોટનાં ડોકટરોમાં અવ્વલ નંબરની સંસ્થા ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ ઓફ રાજકોટ દ્વારા તાજેતરમાં લેવાયેલા સીએએના નિર્ણયને સમર્થન આપવા તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાવવા જઇ રહ્યા છે.
રાજકોટ શહેર તથા જીલ્લામાં પોતાની તબીબી પ્રેકટીસ કરતા ફેડરશેનનાં તમામ સભ્યો પોતાનો વ્યવસાય બંધ રાખી પોતાની રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને સક્રિય અખંડીડત અને એકતાના દર્શાવવા માટે સર્વે તબીબ મિત્રો સ્વેચ્છાએ રાજકોટ ખાતેની રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા આવતીકાલે આયોજીત થનારી તિરંગા યાત્રામાં પોતાની ઉત્સાહ ભેર હાજરી આપી સમર્થન આપવાના છે.
રેલીને સ્વૈચ્છિક સંસ્થાઓનું વ્યાપક સમર્થન
રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિક અધિકાર ને સમર્થન આપવા રાષ્ટ્રીય એકતા તિરંગારેલી અને સભાનું આયોજન કરવામાં આવેલ છે.આ તિરંગારેલીમાં રાજકોટ ના વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં સમર્થન આપીને જોડાશે.રાજકોટની વિવિધ સામાજિક સંસ્થાઓની મળેલી બેઠકમાં સર્વે સંસ્થાના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ તકે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના આગ્રણી સર્વ ધનુભાઈ વોરા, જીમીભાઈ અડવાણી, કિરીટભાઈ આદ્રોજા, સુનિલભાઈ વોરા, ભાગ્યેશભાઈ વોરા, કિરીટભાઈ પટેલ, કિરેનભાઈ છાપીયા, ઉપેનભાઈ મોદી, ડી.કે.શેઠ, કિરીટભાઈ કોઠારી, પ્રવીણભાઈ નિમાવત, ડો.શૈલેષભાઈ જાની, પ્રમેશભાઈ પટેલ, જીતુભાઇ કોઠારી, કિરીટભાઈ રાઠોડ અને વિવિધ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રેલીમાં જોડાવા મોઢ વણિક સમાજની મળી બેઠક
રાજકોટ ખાતે રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતાની તિરંગા યાત્રા ની રેલીમાં રાજકોટ શહેરમાં વસતા મોઢવણિક સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહે તે માટે એક સંકલન બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે માર્ગદર્શન આપતા અનિમેષભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આવનારી પેઢી ના સુદ્રઢ ભવિષ્ય માટે અને નાગરિકતા કાયદાની પ્રવર્તતી ગેરસમજોનું ખંડન કરવા આ વિશાળ જન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અંતમાં મોઢવણિક સમાજના અગ્રણી પ્રનંદભાઈ કલ્યાણીએ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંગઠનના સર્વે આગ્રણીઓને રાષ્ટ્રના સામુહિક એકતાના આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં જોડાવાની અપીલ કરી હતી. આ તકે ધનુભાઈ વોરા, જીમીભાઈ અડવાણી, કિરીટભાઈ આદ્રોજા, સુનિલભાઈ વોરા, ભાગ્યેશભાઈ વોરા, કિરીટભાઈ પટેલ, કિરેનભાઈ છાપીયા, ઉપેનભાઈ મોદી, ડી.કે.શેઠ, કિરીટભાઈ કોઠારી, પ્રવીણભાઈ નિમાવત, ડો.શૈલેષભાઈ જાની, પ્રમેશભાઈ પટેલ, જીતુભાઇ કોઠારી, કિરીટભાઈ રાઠોડ, પ્રકાશભાઈ અંબાણી અને મોટી સંખ્યામાં મોઢવણિક સમાજ અને વિવિધ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રઘુવંશી સમાજનું તિરંગાયાત્રાને સર્મન
રાજકોટ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતાની તિરંગા યાત્રા ની રેલીમાં રાજકોટ શહેરમાં વસતા રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહે તે માટે એક સંકલન બેઠક યોજાઈ હતી. રાજકોટ શહેર જિલ્લા ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતાની તિરંગા યાત્રામાં ભારતીય નાગરિક તરીકે જોડાવવાની આપણી ફરજ છે. નાગરિકતા સંશોધનનો કાયદો નાગરિકતા દેવા માટે છે અને કોઈની નાગરિકતા લેવા માટે નથી.
આ પ્રંસગે દિનેશભાઈ કારિયા, ચંદુભાઈ અને સુરેશભાઈ ચંદારાણાએ યાત્રા સંબંધી વિગતો આપી હતી.આ મિટિંગમાં સમસ્ત રઘુવંશી સમાજના જ્ઞાતિ અગ્રણી હસુભાઈ ભગદેવ, પરેશભાઈ વિઠલાણી, શાંતુભાઈ રૂપારેલિયા,હસુભાઈ ચંદારાણા, રામભાઈ બચ્છા, અનંતભાઈ ચાડવા, મેહુલભાઈ નથવાણી,બાલાભાઈ પોપટ, ચંદુભાઈ રાયચુરા, ધર્મેન્દ્રભાઈ મિરાણી અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
રોજગાર-ધંધા બંધ રાખી લેઉવા પટેલ સમાજના લોકો તિરંગા યાત્રામાં જોડાશે
લેઉઆ પટેલ સમાજના આગેવાનોની એક મિટિંગ સીએએના સમર્થન માટે યોજાઈ રહેલી ત્રિરંગા યાત્રાના આયોજનમાં ભાગીદારીને લઈને આજે મળી હતી. જેમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે સમાજના ઉપસ્થિત લોકોને રેલીમાં જોડાવવાનું આહવાન કર્યું હતું. ધનસુખભાઇ ભંડેરીએ ત્રિરંગા યાત્રા વિશેની વિસ્તૃત માહિતી તેમજ એ વિશે સમજણ આપી ત્યારે ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી ધનસુખભાઈની વાતને વધાવી લીધી હતી અને પાટીદાર સમાજ ખૂબ મોટી સંખ્યામાં ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખીને પણ આ રેલીમાં જોડાશે તેવી ખાત્રી આપી હતી.
આ તકે સમાજના આગેવાનો તથા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અશ્વિનભાઈ મોલિયા, ભીખાભાઇ વસોયા, શિવલાલભાઈ વેકરિયા, શાપર-વેરાવળ એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, ખોડલધામ ટ્રસ્ટી જીતુભાઇ વસોયા, બેડીપરા પટેલવાડી વાળા ધરમસીભાઈ નાથણી, શિવલાલભાઈ બારસિયા, જગદીશભાઈ અકબરી, ખોડલધામ સમાધાન પંચના રમણિકભાઈ વાડોદરિયા, કે.કે.પરસાણા, પરેશભાઈ પીપળીયા, નીતિનભાઈ રામાણી, પરેશભાઈ પીપળીયા (યુવા મોરચો)તેમજ પટેલ સમાજની તમામ સંસ્થાઓના અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહ્યાં હતા.
રાષ્ટ્રીય એકતાનો પરીચય આપવા આગેવાનોની અપીલ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનાર તિરંગાયાત્રા માં વિશાળ સંખ્યામાં જોડાવવા ચેમ્બર ઓફ કોમર્સના વી.પી.વૈષ્ણવ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ,રમેશભાઈ ટીલાળા શાપર-વેરાવળ ઇન્ડ.એસો.ના પ્રમુખ, ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો.ચેતન લાલચેતા, રાજકોટ લીગલ બાર.એસો. પ્રમુખ બકુલભાઈ રાજાણી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ તેમજ રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યો સર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખભાઈ સાગઠિયા,ડી.કે.સખીયા અને રાજુભાઇ ધ્રુવ..ની અપીલ
રાજકોટ આવતીકાલે ફરી એક ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. શરુઆતથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું આ શહેર કાલે રાષ્ટ્રવાદનો જોરદાર પરચો આપવાનું છે. સિટિઝન એમેડમેન્ટ એક્ટ-સીએએના સમર્થનમાં આવતીકાલે વિશાળ રેલી યોજાવાની છે. ત્યારે નિવેદન આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનાર તિરંગાયાત્રા માં વિશાળ સંખ્યામાં જોડાવવા ચેમ્બર ઓફ કોમર્સના વી.પી.વૈષ્ણવ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઈ વોરા, ,રમેશભાઈ ટીલાળા શાપર-વેરાવળ ઇન્ડ.એસો.ના પ્રમુખ, ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો.ચેતન લાલચેતા, રાજકોટ લીગલ બાર.એસો. પ્રમુખ બકુલભાઈ રાજાણી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ તેમજ રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યો સર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખભાઈ સાગઠિયા,ડી.કે.સખીયા અને રાજુભાઇ ધ્રુવ..ની અપીલ જણાવ્યું હતું કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહપ્રધાન અમિતભાઇએ શાહે વિશાળ જનહિતને ધ્યાને રાખી, પાડોશી દેશોમાં પરેશાન થતા પ્રપીડિતો ના ભલાં માટે જે કામ કર્યું છે તેને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. સીએએ જરા પણ કોઇ ધર્મ કે જાતિની વિરુધ્ધમાં નથી. અહીં કોઇની નાગરિકતા છીનવવાની વાત નથી. ઉલટું નાગરિકતા આપવાની વાત છે.ઘણા લોકો ના માનસપટ પર આ કાયદા અંગે ગેરસમજ ફેલાયેલી છે તેને દૂર કરી કાયદાની સાચી સમજણ પુરી પાડવા રાષ્ટ્રીય એકતા સમિતિ – રાજકોટ ના ઉપક્રમે તિરંગાયાત્રા – ૨૦૨૦ નું ૧૩ ફેબ્રુઆરી ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજિત થશે. જ્યાં મુખ્યમંત્રી ના સંબોધન બાદ ૨ કિ.મી. લંબાઇના બનાવેલા આપણા રાષ્ટ્રીય ધ્વજની તિરંગાયાત્રા સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે થી શરુ થશે. પ્રચંડ એકતાના ઉદાહરણ સમી આ તિરંગાયાત્રા માં સર્વે સમાજની ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં જોડાશે.દેશની એકતા માટે લેવાયેલા વડાપ્રધાન ના આ નિર્ણય ને આપણે સમર્થન આપીએ અને દેશ માટે તા.૧૩ ના રોજ ૩ કલાક ફાળવીએ.
તિરંગા યાત્રામાં શહેરીજનોને જોડાવા માટે અપીલ કરતા ભાજપ અગ્રણીઓ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ધર્મના આધારે વિસ્થાપિત થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને નાગરીકતાઆપવા માટે નાગરિકતા સંશોધન કાયદો સીએએ જેવો પસાર કરીને ઐતિહાસીક અને અભૂતપૂર્વ રાષ્ટ્રહિતનો નિર્ણય લેવાયો છે. ત્યારે આ નિર્ણયને વધુને વધુ મજબુત બનાવવા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કાલે સવારે ૯ કલાકે ત્રિરંગાયાત્રા ૨૦૨૦નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમની પૂર્વતૈયારીનાં ભાગરૂપે શહેરના મેયર બંગલા ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધનસુખ ભંડેરી નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભીખાભાઈ વસોયા, રાજુભાઈ ધ્રુવ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ ઐતિહાસીક તિરંગા યાત્રામાં ૨ કીમી લંબાઈનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગા યાત્રાની આન-બાન-શાન વધારશે જેની વ્યવસ્થા જાળવવા ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. તેમજ આ તિરંગા યાત્રાને શહેર જિલ્લાના વિવિધ ક્ષેત્રનું સમર્થન સાંપડેલ છે. ત્યારે આ યાત્રાનું વિવિધ સ્થળે ઉષ્માભેર સ્વાગત કરાશે. અને ડી.જે. બેન્ડના સૂરોના સથવારે દેશભકિતના ગીતો થકી રાજકોટ રાષ્ટ્રવાદના રંગે રંગાશે. ત્યારે શહેર અને જિલ્લાનાં તમામ શ્રેણીના નાગરિકોને સ્વયંભૂ બહોળી સંખ્યામાં ઉમટીપ ડી આ તિરંગા યાત્રામાં જોડાઈ એક જાગૃત નાગરીક તરીકેનું દાયિત્વ નિભાવવા ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, બીનાબેન આચાય;, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભીખાભાઈ વસોયાએ શહેરીજનોને જાહેર અનુરોધ કર્યો છે.
રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાનું રેલીને સમર્થન
કાલે રાષ્ટ્રીય એકતા સમિતિ આયોજીત સીએએ કાયદાના સમર્થનમાં નિકળનાર તિરંગા યાત્રા ૨૦૨૦ને રાષ્ટ્રીય રાજપુત કરણી સેના તથા સમસ્ત ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા પૂર્ણ સમર્થન આપેલ છે.તથા તિરંગા યાત્રા ૨૦૨૦માં બહોળી સંખ્યામાં જોડાશે.
આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સમસ્ત ક્ષત્રીય રાજપૂત સમાજ, ગુજરાત રાજપૂત ક્ષત્રીય સંગઠન, જય ભવાની રાજપૂત યુવા સેના તથા ક્ષત્રીય રાજપુત સમાજના સર્વ સંગઠનો તથા સંસ્થાઓ જોડાશે.
‘અબતક’ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું કરાશે ભવ્ય સ્વાગત
રાષ્ટ્રીય એકતા સમિતિ રાજકોટ દ્વારા આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિશેષ ઉપસ્િિતમાં સીએએના સર્મનમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ત્રિરંગા યાત્રાનું પ્રસન કરાવશે. જેને સ્વયંભુ પ્રચંડ સર્મન મળી રહ્યું છે. ‘અબતક’ પરિવાર દ્વારા તિરંગાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. યાજ્ઞીક રોડ પર એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં ‘અબતક’ પરિવારના સભ્યો તિરંગા યાત્રાને આવકારી તેનું સ્વાગત કરશે અને મુખ્યમંત્રીનું અભિવાદન ઝીલશે.
ધાર્મિક સંસ્થાઓના વડાઓનું ત્રિરંગા યાત્રાને જબ્બર સમર્થન
આવતી કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલી ત્રિરંગા યાત્રાને સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી અપૂર્વ આવકાર મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના તમામ ધાર્મિક સંગઠનો આ ભવ્ય રેલીના સમર્થનમાં ઉત્સાહપૂર્વક જોડાવવા માટે આગળ આવ્યા છે. આ માટે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા તેમજ કાર્યકારી અધ્યક્ષ હસુભાઈ ચંદારાણાએ તમામ ધાર્મિક સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી ઈઅઅના સમર્થનમાં ઉપસ્થિત રહેવા અંગેની જાણકારી આપી હતી. જેના પ્રતિભાવ સ્વરૂપે ધાર્મિક સંસ્થાઓના વડાઓએ ભવ્ય ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય હિત સાથે સંકળાયેલા આ સમારોહમાં જોડાશે જ એવી ખાત્રી આપી હતી.
મુંજકા આશ્રમના સ્વામી પરમાનંદજી તેઓના આશ્રમમાં યોજાયેલી શિબિરમાં હાલ ઉપસ્થિત ૨૮ એનઆરઆઈ સાથે આ રેલીમાં ઉપસ્થિત રહેનાર છે. આત્મીય કોલેજના ત્યાગવલ્લભ સ્વામી તેઓના ભક્તો સાથે દિવ્ય મંગલ સ્વામી, સાગરભાઈ, સંજયભાઈ, તુષારભાઈ પટેલ તથા ગોંડલરોડ સ્વામિનારાયણ ગુરુકુળના ચરણ પ્રિયદાસજી સ્વામી, પ્રિયવદન દાસજી સ્વામી, રણછોડભાઈ અકબરી, ડાયાભાઈ વૈષ્ણવ તથા ભુપેન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિરના નારાયણ ચરણદાસજી સ્વામી, ન્યાલકરણ દાસજી, પાર્ષદ કાંતિલાલ ભગત, પાર્ષદ જીતુ ભગત સહિત હરિભક્તો તથા બીએપીએસ (કાલાવડરોડના) બ્રહ્મવીર્ય સ્વામી, અપૂર્વમુનિ સ્વામી, વિશ્વબંધુ સ્વામી, અક્ષર પ્રકાશ સ્વામી, તેમજ ઉત્તમપુરુષ સ્વામી પધારશે. ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાએ ૧૧૦૦૦ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને આ ભવ્ય ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું. ધારેશ્વર મંદિર ભક્તિનગર તથા રણછોડદાસ આશ્રમના સંત-મહંત તેમજ સેવકગણોએ આ ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવા ઉત્સાહ દર્શાવીને હાજર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.