નવી દિલ્લી-કર્મચારી પેંશન (સંશોધન) યોજના-2014 ને રદ કરવા કેરળ હાઈકોર્ટના 2018ના નિર્ણયના વિરુધ્ધની અરજી માટે સુપ્રીમ કોર્ટની ઉચ્ચ બેંચ સુનવણી કરશે. આ યોજનામાં મહત્તમ પેંશન યોગ્ય પગારની મર્યાદા 15 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. હાઈકોર્ટે આ સંશોધનને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

કોર્ટનું કહેવું હતું કે પેંશનની ગણતરી માટે પગારની મહત્તમ મર્યાદા નક્કી કરવી તાર્કિક નથી. આ નિર્ણયની વિરુધ્ધમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (ઈ.પી.એફ.ઓ.) અરજી દાખલ કરી છે.ન્યાયધીશ યૂયૂ લલિત અને ન્યાયધીશ અજય રસ્તોગીની બેંચે સુનવણી કરતાં કહ્યું કે, આ બાબતને ત્રણ સભ્યો ધરાવતી બેંચ પાસે મોકલવી યોગ્ય રહેશે.

એપ્રિલ-2019માં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયની વિરુધ્ધ જઈને ઈ.પી.એફ.ઓ.ની અરજીને રદબાતલ કરી હતી. બાદ, જાન્યુઆરી-201માં ઉચ્ચ અદાલતે અરજી રદ કરવાના 2019ના પોતાના નિર્ણય પર પુન:વિચાર કરવાનો નિર્ણય કર્યો અને આ બાબતમાં ફરીથી સુનવણી કરવાની વાત કરી.

ગઈ 31-જાન્યુઆરીએ ઉચ્ચ અદાલતે વર્ષ 2019ના પોતાના એ નિર્ણયને પરત લેતા પુન:વિચાર કરવાનો નિર્ણય કર્યો હતો. જેના આધારે મહત્તમ પેંશન યોગ્ય પગાર માટેની પ્રતિમાસ 15 હજાર રૂપિયાની મર્યાદાને દૂર કરી વધારે પેંશન આપવાનો માર્ગ ખૂલ્યો હતો. વર્ષ 2018ના કેરળ ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય પર 2019માં સુપ્રિમ કોર્ટે મહોર લગાવી હતી.

પેન્શન યોજના અંગે વોટ્સએપ પર ખોટી માહિતી ફરે છે: હસુભાઇ દવે

ઇ.પી.એફ.ઓ. ના પુર્વ સી.બી.ટી. મેમ્બર અને ભારતીય મઝદુર સંઘના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હસુભાઇ વેની દાસ યાદીમાં જણાવેલ છે કે આ કેસ અંગે વોટસઅપ ઉપર ખોટી માહિતી આપવામાં આવેલ છે.એટલા માટે તમામ પેન્સનરો ને વિનંતી કે જયાં સુધી સુપ્રીમ કોર્ટની ત્રણે બેંચ ફરીથી સુનવણી કરી ચુકાદો ન આપે ત્યા સુધી કોઇપણ આગળની કાર્યવાહી થઇ શકતી નથી તેની નોંધ લેવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.