પત્રકારોની કાબિલેદાદ કામગીરીને બિરદાવતા ગીતમાં મલ્હાર ઠાકર, પ્રભાત મજુમદાર, હિતેશ વ્યાસ, રીયા રામાણીએ અભિનય પાથર્યા
કોરોનાની મહામારીના ભય વચ્ચે છેલ્લા ૫૦ દિવસથી લોકડાઉનમાં વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ પત્રકારો તેમજ સેવાભાવી વિભાગ પત્રકારો તેમજ સેવાભાવી સંસ્થાઓ કોરોનાની જંગ સામે લડવા જજુમી રહ્યા છે. કોરોના વાઇરસ સંક્રમણના ડર વગર રાષ્ટ્રહિતમાં પોતપોતાની ફરજ બજાવી રહ્યા છે.
લોકડાઉનના ચોથી જાગીર પત્રકારો દ્વારા પણ કપરા કાળમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી રહ્યા છે. લોકડાઉનમાં લોકોને ઘરેબેઠા પળેપળની સચોટ અને વિશ્ર્વસનીય માહિતી પહોચાડી રહ્યા છે. કોરોનાની સાથે ફરતા રીયલ કોરોના વાઇરસની કાબિલેદાદ કામગીરી બિરદાવતુ ગુજરાતી ગીત રજુ કરવામાં આવ્યુ છે.
ભારત મા સૌ પ્રથમ વખત પત્રકારો ઉપર ગુજરાતી ગીત આજે યુ ટ્યુબ અને સોસીઅલ મિડિયા પર રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત બનાવવા ની પ્રેરણા જાણીતા એંકર અને એક્ટર પ્રભાત મજમુદાર ને મળી હતી. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ એ પણ પત્રકારો ઉપર ગીત બનાવ્યુ નથી અને પત્રકારો નુ પણ સમાજ ને એટલુ જ યોગદાન છે જેટલુ બીજા સેવા કર્મચારી ઓ નુ છે. આ ગીત ને જાણીતા સંગીતકાર શૈલેષભાઇ પંડયા એ સંગીતબદધ કર્યું છે. આ ગીત ના શબ્દો શૈલેષભાઇ પંડયા અને જાણીતા લેખક રવિ ગોહેલ એ આપ્યા છે. આ ગીતમાં ગુજરાત ના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર હિતેશ વ્યાસ પ્રભાત મજુમદાર રીયા સામાણી વગેરે એ અભિનય કર્યો છે. આ ગીત ના ગાયકો છે સૈફ ત્રિવેદી પ્રભાત મજુમદાર તૃપ્તિ તના મયુરી બારોટ. આ ગીત નુ એડિટિંગ જીજ્ઞેશ પંડ્યા એ કર્યું છે. આ ગીત હરીશ શિશાંગિઆ એ કેમેરા મા કેદ કર્યું છે તથા વિશેષ સહયોગ નંદન જોશી નો મળેલ છે.