પીપાવાવ પોર્ટના ઇજનેર પરિવાર સાથે વતન મહુવાના નિપસથરાથી પરત ફરતી વેળાએ સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત ચારના મોતથી ગમગીની

અબતક,રાજકોટ

તળાજા નજીક નવા બનેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર શેત્રુંજી નદી ના પુલ થી મહુવા જતા રસ્તા પર બપોરના બે વાગ્યા ના સુમારે કવીડ કાર અને ટાટા ના લોડીંગ વાહન સામ સામે ટકરાયા હતા.કાર મા સવાર બે મહિલા અને બે પુરુષ મળી ચાર વ્યકિત સવાર હતા.ચારેય ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં ત્રણ વ્યકિત ના મોત નીપજ્યા હતા.એક યુવકને ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો તેમનું મોત નિપજતા એક જ પરિવારની ચાર વ્યકિતની અર્થી ઉઠતા હૃદય  દ્રાવક દ્રશ્ય સર્જાયા હતા.

અરેરાટી ઉપજાવતી ઘટના ની મળતી વિગતો મુજબ મૂળ મહુવા તાલુકાના નિપ સથરા ગામના રહેવાસી અને હાલ પીપાવાવ પોર્ટ પર ઇલેક્ટ્રિક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ઉગાભાઈ જોળીયા ઉ.વ 45 પત્ની કૈલાસબેન તથા પરિવાર ના પૂરીબેન શિવાભાઈ જોળીયા તથા કમલેશ અજયભાઈ  જોળિયા ઉ.વ.25 ચારેય પોતાની કવિડ કાર મા ભાવનગર થી પોતાના ગામ નિપ સથરા જવા બપોર ના સુમારે નીકળ્યા હતા.

બપોરે બે કલાક ના અરસામાં તળાજા નજીક શેત્રુંજી નદી નાપુલ થી આગળ નેશનલ હાઇવે પર થી આગળ વધી રહ્યા હતા.ત્યારે સામેંથી આવતા ટાટા ના લોડીંગ વાહન જીજે – 04 એ ડબલ્યુ – 4403 બંને વાહન સામ સામે ટકરાયા હતાં.જેમાં કાર ના આગળ નો ભાગનો કચ્રઘાણ વળી ગયો હતો.ચારેય ને ગંભીર ઈજાઓ થઈ હતી.જેમાં સ્થળ પર જ બંને મહિલાઓ એ છેલ્લા શ્વાસ ગણી લીધા હતા. હોસ્પિટલ ખાતે વીજયભાઈ જોળીયા એ દમ તોડી દીધો હતો.કમલેશ જોળિયાં ને ગંભીર ઇજાઓ સાથે ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ ગ્રાન્ટ માંથી આપેલ આઇ.સી.યુ સાથે ની એમ્બ્યુલન્સમા ભાવનગર રીફર કરવામાં  આવ્યા હતા.

ક્ધટેનર પર એસ.વી ઓટો પેક લખેલું હતું. કાળ નો કોળિયો બનેલ દંપતિ વિજયભાઈ ના પત્ની કૈલાસબેન ની ભાવનગર સારવાર ચાલુ હોય ડાકટરી તપાસ કરાવી પરત ફરતા હતા.તેમાં હોસ્પિટલ ખાતે તેમના પરિવાર દ્વારા જણાવાયું હતું.તળાજા 108 અને પોલીસ જવાનો ની કામગીરી ઝડપી પ્રસંશનીય રહી હતી.

બનાવ ના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા વળ્યા હતા.સેવાભાવ સાથે અજાણ્યા રાહદારીઓ એ મૃતકો ને હોસ્પટલ ખસેડેલ.કોળી સમાજ ના રાજકીય સામાજિક આગેવાનો કનુભાઈ સુખાભાઈ ચોહાણ,ગૌતમભાઈ ચોહાણ, જી. પં ના આરોગ્ય ચેરમેન વિક્રમભાઈ ડાભી,તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ સરવૈયા સહિતના મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.