૧૫૦ આશા બહેનોએ તાલીમ લીધી: સૌથપ્રમ ગીર-સોમનાથ જિલ્લાી પ્રારંભ કરાયો

ગીર-સોમનાથ જિલ્લાનાં સોમનાથ ખાતે સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં આશાવર્કરોનો ત્રણ દિવસ તાલીમ કાર્યક્રમ સાગરદર્શન ઓડીટોરીયમમાં, સોમનાથ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. ગીર-સોમનાથ જિલ્લાનાં ૬૨ હેલ્થ એન્ડ વેલકેરની ૧૫૦ આશાબહેનોને ધ્યાનલયબધ્ધ શ્વાસ લેવાની ૩તબિની પ્રક્રીયા અને કિચન નેચશોપથી પારંગત કરવામાં આવી હતી. રીફાઇનીંગ એકસરસાઇઝ, ગોલ્ડનગેટ, સ્વાઇસો યોગાથી નિરોગી સુધીની તાલીમ ડો.પુજા પ્રિયદર્શની અને ડો.શેલતે આપી હતી. આશા બહેનોને રહેવા તથા જમવાની વ્યવસ્થા આરોગ્ય વિભાગે કરી હતી. આ તાલીમથી આશાબહેનો પોતાનાં વિસ્તારમાં જઇને લોકોને તણાંવમાંથી મુક્તિ, જીવનમાં હકારાત્મકનાં આત્મવિશ્વાસનો વિકાસ, આંતરિક દિવ્યતા અને શાંતિનો અનુભવની સમજણ આપશે. આયુષ્માન ભારત અંતર્ગત રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી ઝુંબેશ ચલાવવામાં આવી છે. ગુજરાતના છેવાડાના ગામના આરોગ્ય લક્ષી કામગીરી કરતા કર્મચારીઓ અને  આશાા બહેનોને યોગની સાથો સાથો રસોડામાં  કઈ વસ્તુનો મહતમ ઉપયોગ કરી કુટુંબનું સ્વાસ્થય સારું રાખી શકાય તે માટે ત્રણ દિવસની ઘનિષ્ટ તાલીમ આપવામાં આવી હતી.  ગીર-સોમનાથ જિલ્લામાંથી પ્રારંભ કરવામાં આવ્યો. ૧૫૦ આશા બહેનોએ ભાગ લીધો હતો અને બીજા ૨૫ જિલ્લાનાં આરોગ્યનાં કર્મચારીઓ પણ સહભાગી થયા હતા.

a-healthy-food-camp-held-with-a-three-day-yoga-festival-at-somnath

આ આરોગ્યલક્ષી યાત્રા આવતા આંઠ મહિનામાં ગુજરાતનાં ૩૩ જિલ્લાઓમાં આપણી સંસ્કૃતિની આ અદભુત ધરોહર જ્ઞાનનો પ્રસાર કરશે. આ તાલીમથી આયોજન બધ્ધ રીતે તૈયાર થતા સંનિષ્ઠ કર્મચારી અને આશાબહેનો યોગ તથા જીવન જીવવાની સાચી રીત છેવાડાનાં નાગરીક સુધી લઇ જવા એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જેનો હેતુ દેશનો નાગરિક સ્વાશ્રય સ્વાવલંબી અને યોગ દ્વારા નિરોગી રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.