સુરેન્દ્રનગર જીલ્લા સહિત અન્ય શહેરોમા પણ એક બાદ એક ભયાનક બિમારી માથુ ઉચકી રહી છે ત્યારે ડેંન્ગ્યુ જેવી ખતરનાક બિમારીએ હફભાલ અનેક ઘરોમા પગર પેસેરો કર્યો છે જેમા સતત ડેન્ગ્યુના કેસોમા વધારો થતો નજરે પડે છે તેવામા ધ્રાગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમા રહેતા અનેક પરીવારોને આરોગ્ય માટે ખુબજ તકલીફ વેઠવી પડે છે જેથી કુડા ગામ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કુલના વિધાર્થીઓને શિક્ષણની સાથે આરોગ્યલક્ષી પ્રશિક્ષણ પણ પુરૂ પાડ્યુ હતુ.
જેમા સ્કુલના પ્રિન્સીપાલ ફાધર વિન્સેટ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુડાના મેડીકલ ઓફીસર ડો.હર્ષદ પટેલ તથા ગામના આગેવાન ચકુભાઇ કુડેચા સહિતનાઓ હાજરી આપી વિધાર્થીઓને બિમારી સામે રક્ષણ મેળવવા તથા બિમારી ફેલાવતા વાયરસોથી કઇ રીતે દુર રહેવુ તથા પોતાના પરીવારને બિમારીથી દુર કઇ રીતે રાખવા તેની સમજણ આપી હતી.