- કોવીડ, મન્કીપોક્સ અને સ્વાઈન ફ્લૂ સામે લડી લેવા સિવિલની સુવિધાઓની જાત માહિતી મેળવી
- સુવિધાઓને અન્ય મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી નોડલ ઓફિસરે સિવિલ તંત્રને જરૂરી સૂચનો કર્યા
ગુજરાત રાજ્ય સરકારના ઉચ્ચ આરોગ્ય અધિકારી ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને તેની ટીમ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ તબીબોના ક્લાસ લીધા હતા. જેમાં કોવિડ મંકી પક્ષ અને સ્વાઈન ફ્લૂ સામે સિવિલ હોસ્પિટલની સુવિધાઓની જાત માહિતી મેળવી તબીબો અને ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.આ અંગેની મળતી માહિતી મુજબ ગાંધીનગર થી સ્ટેટ એકેડેમીક નોડલ ઓફિસર ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને તેની ટીમ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી હતી છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અને થોડા સમયથી રાજ્યમાં પણ ચાલી રહેલી કોવિડ મંકી પક્ષ અને સ્વાઈન ફ્લૂની સમસ્યા સામે લડી લેવા માટે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સિવિલ હોસ્પિટલમાં કોવિડ મંકી પોક્સ અને સ્વાઈન ફ્લૂ સામેની સારવાર તથા તેને લગતી દવાઓ અને અન્ય સુવિધાઓ પૂર્તિ છે કે કેમ તે અંગે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સાત માહિતી મેળવી હતી ત્યારબાદ મિટિંગમાં હાજર સિવિલ હોસ્પિટલ તબીબી અધિકક્ષ તથા મેડિકલ કોલેજના ડીન અને દરેક વોર્ડમાં એચઓડીને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં હાલ અમદાવાદ અને વડોદરામાં કોવીડ, મંકી પોક્સ અને સ્વાઇન્ફ્લું દેખાતા સમગ્ર રાજ્યભરની આરોગ્યની ટીમ સતર્ક થઈ છે. તેના હિસાબે જ આજરોજ નોડલ ઓફિસર ડો.કમલેશ ઉપાધ્યાય સહિતની ટીમ રાજકોટમાં અગમ ચેતી પગલાં લેવા માટે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા આવી હતી.
સિવિલ હોસ્પિટલ વાયરસ સામે લડી લેવા માટે સજ્જ: તબીબી અધિક્ષક
રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલી નોડલ ઓફિસર ની ટીમ દ્વારા અનેક સૂચનોને માહિતી બાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને તંત્ર કોવીડ, મંકી પોકસ અને સ્વાઈન ફ્લૂ સામે લડી લેવા માટે સજ્જ છે. ત્રણેય વાયરસનાં વધતાં જતાં વ્યાપના કારણે રાજકોટ સીવીલ હોસ્પિટલ દ્વારા આગમચેતી પગલાં લઈને દર્દીઓને દરેક સુવિધા અને સારવાર સાથે દવા પણ મળી રહે તે માટે સિવિલ તંત્ર સજ્જ હોવાનુ તબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.