ઉત્તરાખંડમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમનો સુખદ અંત: ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે એક જ નામ પર મહોર
દેવભૂમિ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપતા તેમના સ્થાને તીરથસિંહ રાવતને રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા હતા. તીરથ સિંહ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા. દેહરાદૂનમાં ભાજપની વિધાયદળની બેઠક બાદ નવા નામની જાહેરાત કરવામાં આવી છે. તીરથ સિંહ આજે 4 વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા.ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ધનસિંહ રાવત, કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને રતપાલ મહારાજનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. આખરે તીરથ સિંહ પર કળશ ઢોળવામાં આવ્યો હતો. તીરથ સિંહ ઉત્તરાખંડની ગઢવાલ લોકસભા બેઠક પરથી લોકસભાના સાંસદ છે.
ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપી દીધા બાદ અનેક નામ પર ચર્ચા થઈ રહી હતી. પરંતુ વિધાયક દળની બેઠકમાં તીરથ સિંહ રાવતના નામ પર મહોર લાગી. તેઓ ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તીરથ સિંહ રાવતે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહતું કે આટલી મોટી જવાબદારી મળશે. અનેક વર્ષ સુધી સંઘ સાથે જોડાયેલો રહ્યો. છાત્ર રાજનીતિથી સંઘ સાથે જોડાયો અને પાર્ટીએ અહીં સુધી પહોંચાડી દીધો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીનો હું ખુબ આભાર વ્યક્ત કરું છું.અંતે તીરથ સિંહ રાવત આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તીરથ સિંહ રાવતના નામ પર મહોર લાગતા જ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે બુકે આપીને તેમનું સ્વાગત કર્યું. તેઓ સંઘની પહેલી પસંદ હતા. હંમેશા જૂથબાજીથી દૂર રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેબિનેટ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના સૌથી નીટકના છે.તીરથ સિંહ રાવત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સામાજિક કાર્યકર છે. તેઓ હાલમાં ઉત્તરાખંડની પૌડી લોકસભા સીટથી સાંસદ છે. આ અગાઉ તેઓ વર્ષ 2012થી 2017માં ચૌબટ્ટાખાલ વિધાનસભા ક્ષેત્રથી વિધાયક હતા. તેઓ હાલ ભાજપના રાષ્ટ્રીય સચિવ પણ છે.
નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે રાજીનામુ આપી દીધું હતું. ત્રિવેન્દ્ર સિંહ રાવતે બે દિવસ પહેલા જ સાંજે સવા ચાર વાગે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ બેબી રાની મૌર્ય સાથે મુક્ક્ત કરીને પોતાનું રાજીનામુ આપી દીધું હતું.