નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો અંગે રાજ્યકક્ષાના ત્રણેય માન્ય યુનિયનો સાથે મધરાત્રે વિચારણાં બાદ વિવિધ માંગણીઓ સ્વીકારવામાં આવી: ડ્રાઇવર અને કંડક્ટરના ગ્રેડ પેની અમલવારી અને બાકી એરિયસ આવતા માસ સુધીમાં ચુકવવામાં આવશે

છેલ્લા ઘણા દિવસથી એસટી કર્મીઓની ચાલી રહેલી હડતાલનો સુખદ અંત આવ્યો છે. સરકાર અને એસટી કર્મી યુનિયન વચ્ચે મધરાતે મળેલ બેઠકનું સુખદ પરિણામ આવતા હડતાલનો અંત આવ્યો છે. આવતીકાલ મધરાત્રીથી એસટી બસના પૈડા થંભી જવાના હતા પરંતુ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીની યુનિયન સાથે મધરાતે બેઠક થઇ હતી અને તેમાં મોટાભાગની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. જેને લઇ એસટીના તમામ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એસટી યુનિયને 17 ટકા મોંઘવારી ભથ્થુ એરિયસ સાથે ચુકવવાની માંગ હતી જે 11 ટકા અસર સપ્ટેમ્બર-2022માં આપવામાં આવશે અને અન્ય બાકી વધેલ 3 ટકા મોંઘવારી ભથ્થું ફેબ્રુઆરીમાં આપવાનું નક્કી કરાયું છે.

આ તકે એસટી યુનિયનના પ્રમુખે મહેશભાઇ વેકરીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે અમારી મુખ્ય 10 માંગો હતી જેમાં મોટાભાગની માંગો સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ખાસ તો મુખ્ય માંગમાં ડ્રાઇવર અને કંડક્ટરના ગ્રેડ પેની અમલવારી કે જે પાછલા 20 વર્ષથી પેન્ડિંગ હતી. તે આગામી 1/10/2022 સુધી એરિયસ સાથે સરકાર ચુકવશે. આ ઉપરાંત નિગમના કર્મચારીઓના વિવિધ ભથ્થાઓમાં સુધારો કરવાનો પણ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ એસટી નિગમના ડ્રાઇવર, કંડક્ટર, મિકેનીક તેમજ ઓ.ટી. મેળવતા કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે નેશનલ ઇન્ક્રીમેન્ટ અને સુધારેલ ગ્રેડ પે ધ્યાને લઇ તે મુજબ ઓવર ટાઇમ ચુકવવાનું નક્કી કરાયું છે તેમજ ફિક્સ પગારના કર્મચારીઓને પરિશિષ્ટ-બ મુજબ ફિક્ટ પગાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એક મહત્વપૂર્ણ નિર્ણય કે જે ડ્રાઇવર કમ કંડક્ટરના હોદ્ાને રદ્ કરી ડ્રાઇવર અથવા કંડક્ટર પૈકી તેમની પસંદગી મુજબ જે-તે કક્ષામાં તેઓને સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માંગણી સંતોષાઇ જતા મધરાત્રે એસટીના વિવિધ નિગમો અને કર્મચારીઓ દ્વારા આ નિર્ણયની વિવિધ રીતે જિલ્લા વાઇઝ ઉજવણી કરવામાં આવી હતી.

કંઇ મુખ્ય માંગણી સંતોષાઇ?

  1. ડ્રાઇવર અને કંડક્ટરના ગ્રેડ પે બાકી એરિયસ તા.1/10/2022 સુધીમાં ચૂકવવામાં આવશે.
  2. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની 11 ટકા સપ્ટેમ્બર માસમાં જ્યારે બાકી વધેલ 3 ટકા ફેબ્રુઆરી માસમાં ત્રણ હપ્તામાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  3. ડ્રાઇવર, કંડક્ટરને ખાસ ભથ્થુ, રાત્રિપાડી ભથ્થુ, કેસ એલાઉન્સ, લાઇન ભથ્થુ, રાત્રિરોકાણ ભથ્થુ અને મેળા ભથ્થામાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
  4. નિગમના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ ગ્રેડ પે ધ્યાને લઇ ઓવર ટાઇમ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  5. ફિક્સ પગારના કર્મચારીઓને સામેલ પરિશિષ્ટ-બ મુજબ ફિક્સ પગાર ચુકવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

ગુજરાતમાં માજી સૈનિકોના આંદોલનનો અંત નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરીશુ : માજી સૈનિક

માજી સૈનિકોએ આજરોજ સરકાર સાથે બેઠક બાદ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા માજી સૈનિકોની 14 જેટલી માંગો પૂરી કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી. ગુજરાતમાં માજી સૈનિકોના આંદોલનનો અંત આવ્યો હતો. નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરીશુ તેવી માજી સૈનિકોએ ચીમકી આપી હતી. માજી સૈનિકોએ આજરોજ સરકાર સાથે બેઠક બાદ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા માજી સૈનિકોની 14 જેટલી માંગો પૂરી કરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.ગુજરાતના માજી સૈનિકો પોતાના હક્ક અને અધિકારની માંગણી માતે આંદોલન કરી રહ્યા હતા.માજી સૈનિકોની પડતર માંગણીઓમાં શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય.માજી સૈનિકને વ્યવસાય વેરા માંથી મુક્તિ આપવામાં આવે.ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત. ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી. માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો.શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી. વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા

અનામતનો ચુસ્ત અમલ. ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક

રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ. કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ. દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ. સેનાની નોકરીનો સમય ગાળો પુન: નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ. ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી વિગેરે માંગણીઓનો સમાવેશ થતો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.