પાવાગઢ મંદિર ટ્રસ્ટની સીડીઓના રિપેરીંગ દરમ્યાન જૈન મૂર્તિઓ ખંડીત થવા મામલે કલેક્ટરની હાજરીમાં જૈન અગ્રણીઓ તથા પાવગઢ ટ્રસ્ટ વચ્ચે સુખદ સમાધાન: પ્રતિમાઓ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી જૈન મુનિઓનો વિરોધ યથાવત
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર આવેલ શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી સીડીના બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થકરોની મૂર્તિઓ માં વિકાસના નામે તોડફોડ કરી અવશેષો કચરા મા ફેકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો પાવાગઢ ડુંગર પર જૈન તીર્થકરોની હજારો વર્ષોની મૂર્તિઓની વિકાસના નામે મહાકાળી મંદિર ટ્રસ્ટે કરેલી તોડફોડ થી સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો છે જોકે આ પ્રકરણનો અંતે સુખદ અંત આવી જવા પામ્યો છે
રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈન ભાવીકો પાવાગઢ પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા અને તોડફોડ કરનારા જવાબદાર સામે પગલાં લેવા માંગ કરી હતી. મહાકાલી મંદિર ટ્રસ્ટ ની કથિત કામગીરી ને લઈને 20 દિવસ અગાઉ આવેદનપત્ર આપ્યું હોવા છતાં મૂર્તિઓ તોડી નાખી ત્યાં સુધી તંત્ર હરકતમાં આવ્યું ન હોવા નો જૈન સમાજમાં વસવસો ફેલાઈ રહ્યો છે. અમદાવાદ સુરત વડોદરા માં વ્યાપક વિરોધ પ્રદર્શન અને ઠેર ઠેર આવેદનપત્ર અપાશે મૂર્તિઓ પુની સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું હતું જેના પગલે આજે ટ્રસ્ટ મૂર્તિઓનું પુન:સ્થાપન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિર સુધી જતા રસ્તા ની બંને તરફ આવેલી 1000 વર્ષ વર્ષ જૂની જૈન તીર્થકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેવાની ઘટના અંગે અગ્રણીઓનું કહેવું છે કે મહાકાળી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટીઓ અને વહીવટદારો ની આ હરકત દુષ્ક્રીય સમાન છે મંદિરના વિકાસના નામે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને ઉખાડીને ફેંકી દેવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર વિશ્વના જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે આ કામ કરનારા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ની માંગ ઉઠી છે પાવાગઢ તીર્થ વિકાસ સમિતિના ટ્રસ્ટીઓ એ એવો બચાવ કર્યો હતો કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જુના દાદરા છે તેની બંને બાજુ ગોખલાઓમાં 22 માંથી ભગવાન શ્રી સાત મૂર્તિઓ 1000 વર્ષથી સ્થાપિત છે તેનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે 20 દિવસ પહેલા આ જૂના દાદરા ને રીપેર કરવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે જેનો એ કલેકટર અને એ.એસ.આઇને આવેદનપત્ર આપીને એવો ભય વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થ કરો ની મૂર્તિઓને નુકસાન થશે આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોમેન્ટ છે તેમ છતાં જૈન સમાજની રજૂઆતો અને તંત્રને આપેલા ચેતવણીની અવહેલના કરી મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી
મૂર્તિઓ પુન: સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી પાવાગઢ ડુંગર પરની મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થકરોની પ્રતિમાઓની તોડફોડ ને પગલે જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જેન અગ્રણીઓ નો રોષ હતો કે તંત્રને આવેદનપત્ર આપ્યા બાદ પણ હજારો વર્ષોથી જ્યાં જેનો પૂજા કરતા આવ્યા છે તે મૂર્તિઓને તોડી પાડવામાં આવી છે ગુજરાત ભરમાં વડોદરા જુનાગઢ સુરત સહિત રાજ્યભરના ના જિલ્લા કલેકટરોને જૈન અગ્રણીઓ આવેદનપત્ર પાઠવી જ્યાં સુધી મૂર્તિ ઓ મૂળ જગ્યામાં સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
દરેક શહેરમાં જેનાચાર્ય તંત્રને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરશે તેવી જાહેરાત દરમિયાન વડોદરામાં મળેલી બેઠકમાં આ મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચર્ચા પણ થઈ હતી અંતમાં મૂર્તિઓ પુન:સ્થાપિત કરવાની તંત્રએ બાંહેધરી આપી હતી
..સુરતમાં જૈન મહાત્મા સહિત જીન શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર સુત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ, યુવાનોએ ‘જાગો જૈનો જાગો’ના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હાંકલ કરી હતી.સુરતના અમારા પ્રતિનિધિ ના અહેવાલમાં જણાવ્યું છે કે આજે શહેરમાં મોટી સંખ્યામાં જૈન મહાત્મા જીન શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણા ની જગ્યાએ થી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી
. 12 કલાકથી વધુ સમય થવા છતાં જૈન સમાજના લોકો અને મુનિઓ કલેક્ટર કચેરીને છોડીને ગયા ન હતા જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ, જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી. ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા. સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાંકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા. જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળીબાગ ઉપાશ્રયમાં જીનપેમવિજયજી મહારાજની નિશ્રામાં મિટિંગ યોજાઈ હતી.‘આજે પધારો અન્યથા આવતી કાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે’ તેવા મેસેજો પણ ફરતા પાવાગઢ મુદ્દે દિવાળી બાગ ખાતેના જૈન તીર્થમાં લોકો એકઠા થયા હતા. જે મિટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરીએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરતા ન્યાયની માગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. કમિશનર કલેકટર જૈન સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ ની બેઠક બાદ આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો અને મૂર્તિઓને પૂર્ણ સ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી હતી.
બેઠકમાં તાત્કાલિક પ્રતિમાઓને સ્થાપિત કરવાની સૂચના અપાય: ગૃહમંત્રી હર્ષ સંઘવી
જૈન તીર્થંકરો ની મૂર્તિઓ ખંડિત થવા મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની હજાર વર્ષો પહેલા પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી આ ઐતિહાસિક પ્રતિમાઓનું પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા પ્રતિમા સાથે જોડાયેલી હતી. તીર્થંકરો ની આ પ્રતિમાઓને કોઈપણ ટ્રસ્ટને તોડવાની કે ડિમોલેશનની પરવાનગી ન હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા પ્રતિમાઓ તોડવામાં આવી છે તેની અરજી લેવામાં આવી છે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરને સુચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે વર્ષોથી પ્રતિમા જ્યાં સ્થાપિત હતી. તેને હટાવવા કોઈ પરવાનગી ન હતી કે મૂર્તિઓ દાદરાપાસે હતી ત્યાં ને ત્યાં જ સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે હમણાં જ કલેકટર, જૈન સમાજ એસ.પી થતાં ટ્રસ્ટ ની બેઠક યોજાય હતી અને તાત્કાલિક પ્રતિમાઓ ને સ્થાપિત કરવાની સૂચના અપાય છે.
જૈન સમાજને ગૃહમંત્રી પર ભરોસો નથી: જિનાગમ રત્ન મહારાજ
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.તો સુરતમાં જિનાગમ રત્ન મહારાજે સરકાર અને ગૃહમંત્રી સામે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, જૈન સમાજને ગૃહમંત્રી પર ભરોસો નથી. પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આ જ છે. પહેલા પણ ગૃહમંત્રી આ જ હતા અને આજે પણ આ જ છે. કોઈ આશ્વાસન નહીં જોઈ પરિણામ જોઈએ પછી આવજો અહીં.