અબતક,રાજકોટ
લોકલફોર વોકલને પ્રોત્સાહન અને હસ્તકલાના કારીગરોને રોજગારી આપવા રાજકોટમાં કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામદ્યોગ વિભાગ, ગાંધીનગર દ્વારા હસ્તકલા સેતુ યોજના હેઠળ હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને મદદ મળી રહે તેવા હેતુથી ગણેશ ઉત્સવને ધ્યાને રાખી તા.૬ થી આજ સુધી હસ્તકલા પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રદર્શન મેળામાં ભાતીગળ હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ માટી તથા ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ ઈકોફ્રેન્ડલીમૂર્તઓ, તોરણ, સિંહાસન તથા ગૃહ સુશોભનની આધુનિક શૈલીની વસ્તુઓ જે માટીમાથી તૈયાર કરવામાં આવી છે. તેનું વેચાણ કરવામાં આવ્યું છે. અને રાજકોટના લોકોએ હસ્તકલા પ્રદર્શન મેળામાંથી ઘણી વસ્તુઓ ભગવાન ગણપતિની મૂર્તિની ખરીદી કરી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન હસ્તકલા યોજનાના નેહાઅધ્યારી જણાવ્યું હતુ કે રાજકોટની કલાપ્રેમી જનતા માટે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત પ્રદર્શન મેળાનું આયોજન કરેલ.
જે કારીગરો દ્વારા હાથ બનાવટની વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં અમે કારીગરોને એન્ટોરપ્રીન્યોરસીપ પ્રોગ્રામ જે અમારી અમલીકરણ સંસ્થા છે. ઈ.ડી.આઈ.આઈ તેના મારફતે આપીએ જેમાં અમે તેને ડોમેઈન ટ્રેઈન કરીએ કારીગરોમાં કળા હોય પરંતુ તેને ફીનીસીંગની જરૂરત હોય.
આ પ્રદર્શન મેળા પાછળનો મુખ્ય ઉદેશ્ય છે. કે અમારી સાથે જોડાયેલા કારીગરોને પ્લેટફોર્મ આપી શકીએ અને અમને ઘણો સારો સપોટ; મળ્યો છે. કારીગરોની કલાને લોકોએ વખાણી છે.
અબતક સાથેની વાતચીતમાં રાઠોડ કેતનભાઈ જણાવ્યું હતુ કે હસ્તકલા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ૧૩ જેટલા સ્ટોલમાં હાસ્ત્રી બનાવેલ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં અને વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈક્રોફેન્ડલી મૂર્તિઓ, તોરણ, સિંહાસન તથા ગૃહ સુશોભનની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે અને ૬ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ઘણા લોકોએ મુલાકાત લીધી હતી.