ગરબે રમવા માટે ખેલૈયાઓમાં ખૂબ જોશ ભર્યો ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે 2 મહિના અગાઉથી જ ખેલૈયાઓ ટ્રેડિશનલ કપડાઓ પહેરીને ક્લાસિસમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખેલૈયાઓ તૈયારીઓ કરી રહ્યા છે. બે વર્ષ બાદ અર્વાચીન ગરબાનું આયોજન થઈ રહ્યું છે. આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અવનવા સ્ટેપ્સના સથવારે કલાસીસમાં ખેલૈયાઓ નવા નવા સ્ટેપ રમી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.ત્યારે અનેક ક્લાસિસોમાં ટ્રેડિશનલ કપડાઓ સાથે નાના બાળકોથી લઈને મોટા ખેલૈયાઓ સુધીમાં સૌ કોઈમાં એક અનોખો ઉમંગ જોવા મળ્યો છે.

Screenshot 3 20

કોઈ પણ પ્રસંગે હોય અને ગુજરાતીઓ ગમે ત્યા વસતા હોય એ ચારે વિદેશમાં જ કેમ ના હોય ત્યાં પણ જયારે ગરબાની વાત હોય અને ગુજરાતીઓ થનગની ઉઠે છે જોકે ગત વર્ષે આયોજન બંધ રહ્યા જયારે આ વર્ષે સરકાર દ્વારા તમામ નિયંત્રણો ફરતાં અને પરવાનગી મળતા આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને થનગનશે. ખેલૈયાઓના આ અનેરા ઉત્સાહને જાળવી રાખવા માટે અલગ-અલગ પ્રકારના સ્ટેપ નવીન રીતે શીખવવામાં આવે છે.

Screenshot 5 12

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.