જય વિરાણી, કેશોદ
સોંદરડા ગામેે એક યુવકને 10 ફુટ લંબાઇ ધરાવતાં કાેબ્રા નાગની કાચળી મળી આવતાં સોંદરડા મંદિરને અર્પણ કરી
સાેંદરડા ગામે એક યુવકને અખંડ હાેય તેવી 10 ફુટ લાંબી કાેબ્રાની કાચળી મળી આવતાં તેમણે અને તેના પિતાએ આ કાચળીની પુજાવીધી કરી સાેંદરડિયા નાગબાપાને અર્પણ કરી હતી. એમ કહેવાય છે કે અમુક સમય અને સંજાેગાે એવા હાેય છે જેમાં તમને શુકન અને પવિત્ર દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત થતી હાેય કે જાેવા મળવી હાેય છે.
યુવકે સોદરડાગામનાં મંદિરમાં કાચલી અર્પણ કરી
સામાન્ય રીતે આપણા જ કાેઇકને ઝાડી, ઝાંખરા કે માર્ગ ઉપર સાપ દ્વારા ઉતરવામાં આવેલી કાચળી ટુંકડાના સ્વરૂપમાં ખંડિત હાલતમાં જાેવા મળતી હાેય છે જેને આપણે પવિત્ર અને શુકનવંતી ગણી ઘરે લઇ આવતાં હાેઇએ છીએ. પરંતુ સાપ દ્વારા મુખથી લઇ પુંછ સુધી અખંડ કાચળી ઉતારી અને તે ખંડિત થયા વગર મળે તે એક અદભુત ઘટના કહી શકાય. આવી જ એક ઘટના સાેંદરડા ગામે તળાવ કાંઠે બની હતી.
યશ કુંભાણી નામના યુવકે તેના પિતા સાથે તળાવ કાંઠે માછલીને ખાેરાક આપવા જતાં તેનું ધ્યાન તળાવ કાંઠે સાપ દ્વારા ઉતારવામાં આવેલી કાચળી ઉપર પડ્યું હતું. આ કાચળી 10 ફુટ લાંબી કાેબ્રા સાપની કાચળી હતી જે કાચળીમાં મુખ થી લઇ પુંછ સુધી કયાંય પણ છેદ જાેવા મળ્યાે ન હતાે. એટલે કે અખંડ કહી શકાય તેવી આ કાચરીને યુવાન અને તેના પિતા ઘરે લાવ્યાં હતાં.
ગામ લોકો પણ 10 ફૂટ લાંબા કોબ્રાની કાચલી જોઈ ચોકી ઉઠયા
અખંડ મળી આવતી કાચરી ખુબ પવિત્ર અને શુકનવંતી હાેય છે અને તેના ગામલાેકાે દર્શન કરી શકે તે ભાવથી પિતા પુત્રને સાેંદરડિયા નાગદાદા પર સંપુર્ણ શ્રધ્ધા હાેય સાપની કાચરીની મંદિરમાં પુજા થશે તેવા પવિત્રભાવથી મંદિરમાં અર્પણ કરી હતી. આ કાચરી અર્પણ કરતાં પહેલાં તેમની પ્રસિધ્ધ યુવા ભાગવતાચાર્ય પ્રદિપભાઇ પંડ્યા દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી ત્યારબાદ કાચરીને દાદાના ચરણાેમાં અર્પણ કરી હતી.
આ પવિત્ર પ્રસંગે યુવકના પિતા અનિલભાઇ કુંભાણીએ સાેંદરડિયા દાદા સમક્ષ બીડી અને ચાનું વ્યસન છાેડવા પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે ગામના સરપંચ સુરજભાઇ ચાવડા સહિત ગામલાેકાે હાજર રહ્યાં હતાં