વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પિડીતોની મદદ માટે રાજય સરકાર અને પોલીસ દ્વારા અભિયાન શરુ કર્યુ છે. તેમ છતાં વ્યાજના ચક્રમાં ફસાયેલાઓ ધાક ધમકીથી ડરી આત્મહત્યા કરી રહ્યા છે. જેતપુરના સોની પરિવારના 22 વર્ષના જુવાન જોધ પુત્રએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ડરીને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સોની પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.

સોની પરિવાર ગોંડલ લગ્ન પ્રસંગમાં ગયા બાદ યુવાન પુત્રએ જીવન ટૂંકાવતા
પરિવારમાં કરુણ કલ્પાત: મૃચકે  પાંચેક શખ્સો પાસેથી રૂા.3 લાખ વ્યાજે લીધા હતા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના મોટા ચોક કામદાર શેરીમાં રહેતા જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા રોનક મનિષભાઇ લાઠીગરા નામના 22 વર્ષના સોની યુવાને પોતાના ઘરે ઝેરી દવા પીૂ લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી બચાવા મૃતક મોરબી ગયો ત્યાં
પણ દેણું થતા જેતપુર આવી આત્મહત્યા કરી લીધી

મૃતક રોનક લાઠીગરાએ જેતપુરના પાંચ થી છ જેટલા શખ્સો પાસેથી રુા.3 લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. તેઓ પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી મોરબી જતો રહ્યો હતો ત્યાં જેમ ટ્રેનર તરીકે કામ શરુ કર્યુ હતું. પરંતુ ત્યાં પણ દેણું થઇ જતા જીમ માલિકની જાણ બહાર કેટલકી રકમ લઇને જેતપુર પરત આવી ગયો હતો.

મનિષભાઇ લાઠીગરા બે દિવસ પહેલાં ગોંડલ સંબંધીને ત્યો લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાં રોનક લાઠીગરા ગયો ન હતો. મનિષભાઇ લાઠીગરા પરત જેતપુર આવ્યા ત્યારે રોનક લાઠીગરા મૃત હાલતમાં જોવા મળ્યો હતો. તેને ઝેરી દવા પી આપગાત કર્યાનું મનિષભાઇ લાઠીગરાએ જણાવ્યું હતુ.ં તેની પાસે કોણ અને કેટલી રકમ માગે છે તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. રોનક લાઠીગરાએ જેતપુરમાં કોની પાસેથી વ્યાજે નાણા લીધા હતા તે અંગે જેતપુર પોલીસે તપાસ હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.