મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓનાં વિદ્યાર્થીઓના વાલીમાં શિક્ષણ માટે જાગૃતતા આવે તે માટે વરીષ્ઠ પત્રકાર જવલંતભાઈ છાયાનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલીકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ શિક્ષણનું મહત્વ સમજીને રસ ‚ચી લેતા થાય તથા પોતાના બાળકને ઉતમ પ્રકારનું શિક્ષણ મળે તે માટે પોતાની જવાબદારી સમજે તે માટે વાલી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલી જે.જે. પાઠક પ્રાથમિક શાળા નં.૧૯માં યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર અને પ્રવકતા જવલંતભાઈ છાયાએ વાલીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતુ,.
મહાનગરપાલીકાના શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, વરિષ્ઠ કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, વોર્ડ નં.૭ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ જેમાં શિક્ષણ સમિતિના સભ્યો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જવલંતભાઈ છાયાએ બાળકોનાં ઘડતર અને શિક્ષણમાં વાલીઓની ભૂમિકા અંગે છણાવટભરી સમજ આપી હતી.
આ અંગે સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહઠાકુરે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ વાલી જાગૃતો સંમેલન એટલા માટે આપણે બોલાવીએ છીએ કે આ એક એવો વર્ગ છે કે જેને સરકારની બધી યોજનાની અને અને બાળકમાં રહેલી બધી જ શકિતનો ખબર નથી હોતી આ બધાના મનમાં એવું હોય છે કે સરકારમાંથી જે બધુ મળે છે એ મફત મળે છેએટલે ત્યાં કોઈ પણ જાતનું ઠેકાણુ ન હોય પણ હકિકતમાં સરકારી સ્કુલમાં જેટલી સુવિધા છે જેટલો બાળકને આગળ વધવાની તક મળે છે. ધારો કે અત્યારે પ્રાથમિકમાં સારી રીતે ભણે તો હાઈસ્કુલ બોર્ડમાં નંબર આવે તો સરકાર ભણાવે છે. દૂનીયાભરની સગવડ આપે છે. આ માટે વાલી જાગૃત થાય કે એના બાળકોને નાના મોટા કામે ન મોકલે અને શિક્ષણમાં રસ લેતો થાય અને બાળકોને સ્કુલે નિયમિત મોકલે.
જયારે જાણીતા મોટીવેશનલ વકતા અને પત્રકાર જવલંતભાઈ છાયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વાલીજાગૃતી સંમેલનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને મને દર વર્ષે એમાં મને મારા વિચારો મૂક્વા મળે છે. આ વર્ષે પણ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર એ કહ્યું કે આ રીતનું સંમેલન છે. અને અહીયા બોલવાની તક મળી ખૂબજ સા‚ આયોજન છે. આ એક એવો વર્ગ કે જેને શિક્ષણની જ‚ર છે. અને શિક્ષણનું મહત્વ કે જે આપણને હજુ સમજાયું જ નથી. અને જે સમજે છે છતા પોતાના બાળકોને શિક્ષણ માટે મોકલી નથી શકતા તો આવા એ સંજોગોમાં એનામાં જાગૃતી આવે એના માટે અને એક મનમાં એવું હોય છે. કે બાળકો સરકારી સ્કુલમાં ન જાય.
મહત્વનું એ છે કે ગાંધીજીના વિચારો ઉપર ચાલવું અને આ શિક્ષણ સમિતિ આવું જ કામ કરી રહી છે. જેનો આનંદ છે. અને તેનો હિસ્સો બન્યાનું ગર્વ છે. થોડુંક એનું ધ્યાન આપે એના માટેનો ખાસ કાર્યક્રમ છે. મોટાભાગના બાળકો એવા છે જે મધ્યમ પરિવારમાંથી કે નબળા પરિવારમાંથી આવે છે. એ લોકોની માનસીકતા શિક્ષણમાં વધે અને આગળ વધી સમાજમાં સમરસ થાય કારણ કે એક અભાવ હોય જેમકે શિક્ષણનો અભાવ કે આર્થિક અભાવ ત્યારે માણસનો સ્વભાવ બદલાય. આ માટેનો આ કાર્યક્રમનો ઉદેશ હોય છે. કહેવત છે ને કે પાકા ઘડે કાઠાનો ચડે એમ જ અમારી સ્કુલમાં પણ બાળકો ડીજીટલ એજયુકેશન મેળવે છે. બાળકો સ્ક્રીન ઉપર ભરે છે. ટેબલેટથી ભણે છે. મોટાભાગની સ્કુલમાં કમ્પ્યુટર કે લેપટોપના કલાસ છે. જે બાળકો સારી રીતે ભણે છે. આ કાર્યક્રમ દ્વારા આવી બધી માહિતી આપીએ છીએ તેમ છાયાએ અંતમાં જણાવ્યું હતુ.