૧૦૦ વર્ષ પહેલા ગાંધીજીએ કહેલું કે મહામારી કોઈપણ હોય બચાવશે બે જ વાત, સંયમ અને સ્વચ્છતા, હાલની આ વૈશ્ર્વિક મહામારી કોવિડ ૧૯ સંદર્ભે આ વાત આજે પણ એટલી જ સાચી પડી રહી છે.
રાજકોટના વેગા ક્રિએટીવ સ્ટુડીઓએ બનાવેલ મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ કોરોનાની થાશે હારમાં કોરોના મહામારીને હરાવવા ત્રણ મંત્રનું પાલન કરવાનો સંદેશો આપતી થીમને અસરકારક રીતે રજૂ કરવામાં આવેલ છે. આ શોર્ટ ફિલ્મની પરિકલ્પના લેખન ,ગીત અને દિગ્દર્શન હિતેષ સિનરોજાનું છે. નિર્માણ છાયાંકન અને સંકલન હિમાંશુ સોઢા, સંગીત પ્રશાંત સરપદડીયા ધ્વનિમુદ્રણ , વ્રજ ઓડિયો, પ્રોગ્રામીંગ, ઓડિયો મીકસીંગ અને માસ્ટરીંગ રોકી જેસીંગ અને માર્ગદર્શન ડો.વિરલ દેસાઈ છે.
પ્રવકતા તરીકે અનોખો રંગ પૂર્યો છે. રાજકોટનાં નાટયવિદ ભરત યાજ્ઞિકે, તેમજ રાજકોટનાં વરિષ્ઠ રંગકર્મીઓ સર્વે હસન મલેક, નિર્લોક પરમાર, ભરત ત્રિવેદી, રમેશ કડવાતર, નયન ભટ્ટ, અરવિંદ રાવલ, શિવલાલ સુચક, સંજય કામદાર, વિરેન્દ્ર પુંજાણી, હિતેશ સિનરોજા અને ચેતન દોશીએ અભિનયની સાથે સાથે પોતાના સ્વર દ્વારા આ જનજાગૃતિક સંગીતકારને સમુધુર બનાવેલ છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરાયેલ હું પણ કોરોના વોરિયર અભિયાનને અનુલક્ષીને અનેક વોરિયર્સ સાથે રાજકોટનાં રંગકર્મીઓએ પણ સોશ્યલ મિડિયાનાં માધ્યમથી નવલા સંદેશા દ્વારા કોરોનાને મ્હાત કરવા ત્રણ મંત્રનું પાલન કરવાની અસરકારક વાત રજૂ કરી છે.ગૂરૂવારે આ મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે.