સામાકાંઠે પાણીના ઘોડા પાસે યોજાનારા લોક ડાયરામાં વોર્ડના કોર્પોરેટરોના નામ લખાયા પરંતુ મંત્રી અરવિંદ રૈયાણીની જાણી જોઇને બાદબાકી, આમંત્રણ પણ ન અપાયું હોવાની ચર્ચા
ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી અને રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કદ મુજબ કાંટો કાઢવા નાખવા માટે સામાકાંઠે ભાજપનું એક જૂથ સક્રિય બન્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં સ્વ.શૈલેષભાઇ રાદડિયા મેમોરિયલ ટ્રસ્ટ આયોજીત સમૂહ લગ્નની આમંત્રણ પત્રિકામાં મંત્રીનું નામ છાપવામાં આવ્યું ન હતું અને આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું. ફરી એક વખત આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. શ્રી ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જરૂરીયાતમંદ બાળકોના શિક્ષણના લાભાર્થે પાણીના ઘોડા પાસે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરાની આમંત્રણ પત્રિકામાં રાજકોટ પૂર્વ બેઠકમાં સમાવિષ્ટ કોર્પોરેશનના અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરોના નામ લખવામાં આવ્યા છે પરંતુ વિસ્તારના ધારાસભ્ય અને સરકારના મંત્રી અરવિંદ રૈયાણીનું નામ લખવામાં આવ્યું નથી. આ મુદ્ો હાલ ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જરૂરીયાત મંદ બાળકોના શિક્ષણના લાભાર્થે આજે ચાણક્ય ટ્રસ્ટ દ્વારા પેડક રોડ પર પાણીના ઘોડા પાસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માર્ગદર્શન રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર છે. લોક ડાયરાની કદાવર આમંત્રણ પત્રિકામાં સામાન્ય કાર્યકરથી લઇ રાજ્ય સભા અને લોકસભાના સાંસદ, ધારાસભ્યો, પૂર્વ કેબિનેટ મંત્રી અને શહેર ભાજપના હોદ્ેદારો ઉપરાંત અલગ-અલગ સાત વોર્ડના 25 કોર્પોરેટરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આશ્ર્ચયજનક રીતે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણીના નામનો એક પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. મંત્રીને મંત્રીનો કદ મુજબ કાંટો કાઢી નાખવા માટે સામાકાંઠે શહેર ભાજપનું એક ચોક્કસ જૂથ ચૂંટણી પૂર્વે બરાબર સક્રિય થઇ ગયું છે. લોક ડાયરાની આમંત્રણ પત્રિકામાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, મેયર, યાર્ડના ચેરમેન, રાજકોટ ડેરીના ચેરમેન, શહેર ભાજપ મહામંત્રી, શહેર ભાજપ અગ્રણી ઉપરાંત અશ્ર્વિન મોલીયા, વલ્લભ દુધાત્રા, દલસુખ જાગાણી, અનિલભાઇ રાઠોડ, મુકેશ રાદડીયા, રસિક પટેલ, પ્રિતિબેન પનારા, સજુબેન રબારી ઉપરાંત કોંગ્રેસના અગ્રણીના નામ પણ લખવામાં આવ્યા છે.
આટલું જ નહિં વોર્ડ નં.3, 4, 5, 6, 16, 17, અને 18ના એક સહિત કુલ 25 કોર્પોરેટરોના નામનો ઉલ્લેખ આ આમંત્રણ પત્રિકામાં કરવામાં આવ્યો છે પરંતુ આશ્ર્ચય પમાડે તે રીતે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રીના નામનો ઉલ્લેખ આમંત્રણ પત્રિકામાં કરવામાં આવ્યો નથી. બીજી તરફ અરવિંદ રૈયાણીને લોક ડાયરામાં હાજર રહેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં સામાકાંઠે વિસ્તારમાં સ્વ.શૈલેષ રાદડિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉ5સ્થિત રહ્યા હતા પરંતુ આ કાર્યક્રમમાં પણ અરવિંદ રૈયાણીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વિધાનસભાની ચૂંટણી પૂર્વે સામાકાંઠા વિસ્તારમાં ભાજપના બે જૂથ વચ્ચે બરાબરની લડાઇ જામી હોય તેવું લાગી રહ્યું છે.