આવતા દિવસોમાં ગીર રેન્જમાં સિંહોની ગણતરી વખતે આંકડો વધી શકે છે
દર પાંચ વર્ષે સિંહોની વસતી ગણતરી કરવામાં આવે છે પરંતુ વર્ષ 2020માં સિંહોની વસતી ગણતરી કોરોના મહામારીના કારણે થઈ શકી ન હતી જેના લીધે પૂનમ અવલોકન પરથી સિંહોની વસ્તી અંદાજ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે દર માસિક યોજાતી પૂનમની સિંહોની ગણતરી અનોખી રીતે કરવાનું વનવિભાગે આયોજન કર્યું છે અને તેના ભાગરૂપે વનકર્મીઓને સિંહ ગણતરી વખતે ફાળવવામાં આવતા પત્રકો પણ આપી દેવામાં આવેલ છે.
આ વર્ષે સૌ પ્રથમવાર દરિયાઇ વિસ્તારોમાં પણ તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરવામાં આવી છે. હવે દર માસની પુનમે વનવિભાગ દ્વારા સિંહોની અંદાજિત ગણતરી કરવામાં આવતી હોય છે અને તેનો ડેટા પણ વનવિભાગ પાસે ઉપલબ્ધ હોય છે પરંતુ આ વર્ષે અનોખી રીતે પૂનમની ગણતરી કરવામાં આવી છે.
દર માસની પુનમે યોજાતી ગણતરીમાં કોઈપણ પત્રક ભરવામાં આવતાં નથી અને ટેબલેટ આપવામાં આવેલા છે તેમાં જીપીએસ સાથે ફોટા પાડવાના હોય છે, તે પણ ફરજિયાત હોતું નથી. પરંતુ આ વખતે દર પાંચ વર્ષે યોજાતી ગણતરીની જેમ એક પણ સિંહ ગણતરી બહાર ન રહી જાય તે માટે તમામ આયોજન કરવામાં આવ્યું છે. દર પાંચ વર્ષે થતી ગણતરીમાં જે પત્રકો ભરવામાં આવે છે તેવા જ પત્રકો આ પૂનમની ગણતરીના ભરવામાં આવ્યા છે અને સાથોસાથ ફરજિયાત ટેબ્લેટમાં નજરે જોનાર સિંહના ફોટા પણ લેવાના છે.
પૂનમની ગણતરીમાં સૌ પ્રથમવાર આપવામાં આવેલા પત્રકમાં જે સિંહો નજરે ચડે તેની તમામ હિસ્ટ્રી પણ લખવાની છે અને એકી સાથે ગ્રૂપમાં જેટલા સિંહ મળે તે તમામ સિંહોની અલગ-અલગ ફોર્મમાં અલગ અલગ હીસ્ટ્રી લખવાની છે જેમાં તેને ક્યાં નિશાન છે ? તેની ઉંમર શું છે ? તેના શરીર પર ક્યા ક્યા અંગો પર નિશાન છે તે સહિતની તમામ વિગતો લખવાની છે અને આવું માત્ર દર પાંચ વર્ષે થતી સિંહની વસ્તી ગણતરીમાં જ થતું હોય છે. સૌ પ્રથમવાર પૂનમની ગણતરીમાં આવા પત્રકો ભરવાનું આવ્યું છે જેથી તૃણભક્ષી પ્રાણીઓની સાથોસાથ સિંહોની પણ પાંચ વર્ષે ગણતરી હોય તેવો માહોલ સર્જાયો છે