૨૩ એપ્રીલને સમગ્ર વિશ્ર્વમાં ‘વિશ્ર્વ પુસ્તક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સોમવારે લેગ લાઈબ્રેરી રાજકોટ દ્વારા વિશ્ર્વ પુસ્તક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીદરમિયાન વાંચકોની અભિરૂચી વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન બાળકોના પુસ્તકોનું પ્રદર્શન, જૂના મેગેઝીનોનું વેચાણ તેમજ બુક ટોક યોજવામાં આવ્યો હતો.
જેના મુખ્ય વકતા મોનાબેન ઠકકર દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતુ અને બહોળી સંખ્યામાં પુસ્તકપ્રેમીએ હાજર રહ્યા હતા.
લેંગ લાઈબ્રેરી રાજકોટના કલ્પા ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે વિશ્ર્વ પુસ્તક દિન નિમિતે વિવિધ લાઈબ્રેરીઓમાં ઉજવણી થતી હોય છે. જેને લઈ લેંગ લાઈબ્રેરી દ્વારાબાળકોમાં નાનપણથી વાંચનની ઉણપ જાગે તે માટે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે એક અલભ્ય પુસ્તકો જે કોઈ જ જગ્યાએ મળતા નથી તેવા પુસ્તક માટેના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જુના અને કિમંતી પુસ્તકો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના મેગેઝીનોનું પણ વેચાણ રાખવામાં આવ્યું છે. તેમજ પો.લી.એ પુસ્તકના લેખક તેના વકતા મોનાબેન ઠકકર દ્વારા બુક ટાકેનું પણ આયોજન કરવામાં આવ્યુંં હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com