લોકોને પ્રાથમિક, માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ આપવા ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાને ગ્રાન્ટન ચુકવણી
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તરીકેની ધનસુખભાઈ ભંડેરી છેલ્લા ચાર વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે વર્ષ ૨૦૧૮ના એક વર્ષમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રૂ.૭૪૩૨.૦૦ (સાત હજાર ચારસો બત્રીસ કરોડ)ની ગ્રાંટ રાજયની ૧૬૨ નગરપાલીકા અને ૮ મહાનગર પાલીકામાં જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢને ફાળવી લોકોને પ્રાથમિક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ અને આંતર માળખાકીય સુવિધાઓ આપવામાં સતત જાગૃત ચેરમેન તરીકે ખ્યાતી પામ્યા છે.
આ અંતર્ગત વધુ માહિતી આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે ભાજપ કે જનસંઘના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા સાથે દેશનું ગૌરવ વધે, છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે વાત પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના દિલમાં રહેલી છે.
મહાનગરપાલીકાઓને મહત્વના વિકાસ કામો માટે વિવિધ યોજના હેઠળ જેમાં રૂ ૧૮૩૭.૦૩ કરોડની ગ્રાંટની ચુકવણી, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના આંતરમાળખાકીય વિકાસના કામોના ઘટક હેઠળ રૂ.૫૦૦.૦૦ કરોડની ચૂકવણી મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ.૨૧૧.૧૨ કરોડના કામો ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક હેઠળ મંજુરી કરી તે પેટે રૂ. ૧૪૭.૮૪ કરોડની ચૂકવણી, રૂ. ૬૬.૨૧ કરોડના કામો આગવી ઓળખના ઘટક હેઠળ મજૂર કરી તેના પ્રથમ હપ્તા પેટે રૂ. ૩૨.૧૦ કરોડની ગ્રાંટની ચૂકવણી જેના દ્વારા બાલવાટીકા, તળાવ બ્યુટીફીકેશન, સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રીવરફ્રન્ટ, યોગા કમ જીમ કેન્દ્ર, આધુનિક ગાર્ડન, સંરક્ષણ દિવાલ, ટાઉન હોલ જેવા આગવી ઓળખ ઉભી થાય તેવા કામો માટે રાજયની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓને ગ્રાંટની ફાળવણી કરવામાં આવેલ છે. આમ કુલ રૂ. ૨૫૧૬.૯૭ કરોડની ગ્રાંટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશહેરી વિકાસ યોજના હેઠળ રાજયની ૮ મહાનગરપાલીકા, ૧૬૨ નગરપાલીકા અને ૮ શહેરી વિકાસ સતામંડળોને ચુકવેલ છે. આ ઉપરાંત અન્ય મહત્વની યોજનાઓ હેઠળ ગુજરાત રાજયની ૮ મહાનગરપાલીકાઓ અને ૧૬૨ નગરપાલીકાઓને ઓકટ્રોય વળતર યોજના હેઠળ રૂ. ૩૦૨૭.૭૫ કરોડની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ૧૪માં નાણાપંચની યોજના હેઠળ રાજયની ૮ મહાનગપાલીકાઓ અને ૧૬૨ નગરપાલીકાઓને રૂ. ૧૦૬૦.૯૧ કરોડની ગ્રાંટની ચુકવણી, શિક્ષણ ઉપકર ગ્રાંટ યોજના હેઠળ જે નગરપાલીકા, મહાનગરપાલીકાઓ શિક્ષણની જવાબદારી સંભાળે છે. તેમને પ્રાથમિક શાળાઓ સંભાળવા માટે અને જે નગરપાલીકાઓ, મહાનગરપાલીકાઓનાં વિસ્તારમાં શિક્ષણની જવાબદારી રાજય સરકાર સંભાળે છે. તેવી નગપાલીકાઓને વહીવટી ગ્રાંટ તરીકે રૂ. ૩૬૪.૬૬ કરોડની ગ્રાંટની ચૂકવણી, આમ અન્ય મહત્વની યોજનાઓ હેઠળ કુલ રૂ. ૩૯૬૧.૪૩ કરોડની ગ્રાંટની ચૂકવણી કરવામાં આવી છે. જયારે રૂ. ૪૬૧.૭૧ કરોડની રકમ વિકાસની અન્ય આનુષાંગિક યોજનાઓ હેઠળ નગરપાલીકા, મહાનગરપાલીકાઓને ચુકવેલ છે.
જમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના મહાનગરપાલીકા,નગપાલીકા, ઓથોરીટી માટે રૂ. ૨૬૦૨.૦૫ કરોડ, મહાનગરપાલીકા ઓકટ્રોય વળતર ગ્રાંટ માટે રૂ. ૨૫૩૧.૯૫ની ચૂકવણી, કેન્દ્રીય પુરસ્કૃત ૧૪માં નાણાપંચની ગ્રાંટ માટે રૂ. ૧૦૬૦.૯૧ કરોડની ફાળવણી, નગરપાલીકા ઓકટ્રોય વળતર ગ્રાંટ માટે રૂ. ૪૯૫.૮૦ કરોડની ચૂકવણી, શિક્ષણ ઉપકર ગ્રાંટ માટે રૂ. ૩૬૪.૬૬ કરોડની ચૂકવણી બુનીયાદી મૂડી પગાર ભથ્થાની ગ્રાંટ માટે રૂ.૧૨૦.૭૪ કરોડની ચૂકવણી, મનોરંજન કર ગ્રાંટ (જનરલ, એસ.સી.એસ.પી.), માટે રૂ. ૮૨.૮૦ કરોડની ચૂકવણી, પ્રોફેશનલ ટેક્ષ ગ્રાંટ (ન.પા.) માટે રૂ. ૫૨.૮૧ કરોડની ચૂકવણી, પ્રોફેશનલ ટેક્ષ ગ્રાંટ (મહાનગરપાલીકા) માટે રૂ.૩૯.૦૯ કરોડની ચૂકવણી, ચૂંટણી ખર્ચ સહાયક અનુદાન માટે રૂ ૫.૩૮ કરોડની ચૂકવણી જમીન મહેસુલ બીન ખેતી આકાર ગ્રાંટ માટે રૂ.૫.૦૦ કરોડની ચૂકવણી, જમીન સિંચાઈ દર ગ્રાંટ માટે રૂ. ૩.૨૦ કરોડની ચૂકવણી, સ્ટેટ કેડર પગાર ભથ્થાની ગ્રાંટ માટે રૂ. ૨.૪૪ કરોડની ચૂકવણી, જી.યુ.ડી.એમ. ઈ નગર ગ્રાંટ માટે રૂ ૧.૫૫ કરોડની ચૂકવણી, ગુડ ગવર્નન્સ યોજના માટે રૂ ૦.૯૩ કરોડની ચૂકવણી, રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન ગ્રાંટ માટે રૂ. ૦.૪૯ કરોડની ચૂકવણી નગર વિકાસ શ્રીનિધી લોન માટે રૂ.૦.૨૦ કરોડની આમ કુલ રૂ. ૭૪૩૨.૦૦ કરોડની ગ્રાંટ ચૂકવવામાં આવી છે.
જેમાં વાપી નગરપાલીકામાં તળાવ બ્યુટીફીકેશન રૂ.૨.૫૦ કરોડ, સાવલી નગરપાલીકામાં કાંસના કામ માટે રૂ. ૦.૫૦ કરોડ, બારેજા નગરપાલીકામાં તળાવ બ્યુટીફીકેશન માટે રૂ.૧.૦૦ કરોડ, નડીયાદ નગરપાલીકામાં સ્વીમીંગ પુલ સહસ્પોટર્સ કોમ્પલેક્ષ રૂ.૨.૪૨ કરોડ, માંડવી (સુરત) નગરપાલીકામાં રીવરફ્રન્ટ માટે રૂ.૧.૦૦ કરોડ, બોરીઆવી નગરપાલીકામાં તળાવ બ્યુટીફીકેશન માટે રૂ ૦.૮૮ કરોડ, ચાણસ્મા નગરપાલીકામાં તળાવ બ્યુટીફીકેશન માટે રૂ ૦.૨૮ કરોડ, ઉના નગરપાલીકામાં યોગા કમ જીમ કેન્દ્ર માટે રૂ૦.૯૯ કરોડ, ખંભાત નગરપાલીકામાં તળાવ બ્યુટીફીકેશન માટે રૂ.૨.૦૦ કરોડ બીલીમોરા નગરપાલીકામાં સ્વીમીંગ પુલ માટે રૂ૨.૦૦ કરોડની, વલસાડ નગરપાલીકામાં આધુનીક ગાર્ડન માટે રૂ૧.૩૦ કરોડ, સુત્રાપાડા નગરપાલીકામાં રીવરફ્રન્ટ માટે રૂ૧.૪૯ કરોડ, વલ્લભીપૂર નગરપાલીકામાં રીવરફ્રન્ટ માટે રૂ૦.૭૧ કરોડ, ભાયાવદર નગરપાલીકામાં સ્વરક્ષણ દિવાલ માટે રૂ ૦.૨૫ કરોડ, નવસારી નગરપાલીકામાં તલાવ બ્યુટીફીકેશન માટે રૂ. ૨.૩૯ કરોડ, ઉપલેટા નગરપાલીકામાં ટાઉન હોલ માટે રૂ. ૨.૦૦ કરોડ, આણંદ નગરપાલીકામાં તળાવ બ્યુટીફીકેશન માટે રૂ. ૧.૮૬ કરોડ, ભાવનગર મહાનગરપાલીકા બાલવાટીકા માટે રૂ૬.૬૯ કરોડ, અંજાર નગરપાલીકામાં તળાવ બ્યુટીફીકેશન માટે રૂ ૧.૮૪ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
લોકોની સુખ સુવિધામાં દિન પ્રતિદિનિ વધારો થતો રહે તેવા સુત્ર અને સિધ્ધાંત સાથે રાજય સરકાર સતત કામગીરી કરી રહેલ છે. પરિણામે રાજયની ૮ મહાનગરપાલીકાઓ અને ૧૬૨ નગરપાલીકાઓમાં સર્વાંગી વિકાસની સાથોસાથ નાગરીકો માટે સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓ તથા આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે. એમ અંતમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવેલ છે.