કોલેજના વિદ્યાર્થીઓએ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા દરમિયાન બાયરેક તરફથી મળેલી લાખો રૂપિયાની ગ્રાન્ટ અંગે આપી વિસ્તૃત માહિતી
વીવીપી એન્જિનિયરિંગ કોલેજ પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે સદાય તત્પર હોય છે તેનું ઉત્કૃષ્ઠ અને તાજું ઉદાહરણ એટલે વીવીપી એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાકના માર્ગદર્શન હેઠળ પાંચ એલ્યુમની ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગના ખોજેમા માકડા, તોયમ શર્મા, રાજ લોધારી, જય કારેલિયા તેમજ બાયોટેકનોલોજીના મોહમ્મદ ભારમલ દ્વારા શરુ કરવા આવેલ સ્ટાર્ટઅપ “અર્થટેક રિન્યુએબલ” તકનિકી રીતે વિશેષ , સંશોધનાત્મક હોવાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ માટે આશાની કિરણ સમાન છે. “અર્થટેક રિન્યુએબલ”ને કેન્દ્ર સરકાર તરફથી આ સ્ટાર્ટઅપ માટે પ્રથમ સ્ટેજમાં 5 લાખ, બીજા સ્ટેજમાં 10 લાખ અને ત્રીજા સ્ટેજમાં 50 લાખ એમ કુલ મળી 65 લાખની ગ્રાન્ટ મળી છે. ઇઈંછઅઈ, સોશ્યલ આલ્ફા, ૠઝઞ-ઉઈંઈ (અટઙઝઈં), વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ અને સ્ટાફ સભ્યોની મદદથી આ સ્વપ્નને મહામારીના સમયમાં સાકાર કર્યું.