17 થી વધૂ વેડિંગને લગતા સ્ટોલ ઊભા કરાયા: વેડિંગની અનેકવિધ થીમો રંગીલી રાજકોટની જનતા માટે ખુલ્લી મુકાઈ
રાજકોટમાં ફીનીક્સ રિસોર્ટ ખાતે વેડિંગ કાર્નિવલ 2022ની શરૂઆત કરવામાં આવી છે.સંતાનોના લગ્ન પ્રસંગ માટે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ એકજ જ્ગ્યાએથી મળી રહે તેવા શુભ હેતુસર આયોજીત આ વેડિંગ કાર્નિવલ દરેક પરિવાર માટે આશીર્વાદ રૂપ બની રહેશે.આજ ના યુગ માં લોકોને લગ્ન પ્રસંગના સુશોભનમાં શું વધું ગમે છે તે ધ્યાને લેવામાં આવે છે.
લોકને આકર્ષીત કરે તેવું ડેકોરેશન કરવામાં આવે છે વેડિંગ કાર્નિવલમાં અલગ અલગ થીમ પર ફૂડ ડેકોરેશન રજૂ કરવામં આવે છે અહીંયા લગ્નપ્રસંગમાં સુશોભન કરનારા નાના મોટા વેપારીઓ એક સાથે ઉપસ્થિત રહે છે અને લોકોને કંઈ પણ અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે લોકોને ફિનિક્સ રીસોર્ટમાં પુરતો સંતોષ મળે તેવું આયોજન કરવામાં આવે છે.
વેડીંગ કાર્નિવલ એક માત્ર એવી ઇવેન્ટ છે જે ગુજરાતમાં કદાચ બીજે ક્યાંય નથી થતી : જયદીપભાઈ
ફિનીક્સ રિસોર્ટના જયદીપભાઈ અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે, વેડીંગ કાર્નિવલ એક માત્ર એવી ઇવેન્ટ છે ગુજરાતમાં કદાચ બીજે ક્યાંય નથી થતી. આ એક જ એવી ઇવેન્ટ છે જ્યાં બધા લગ્નપ્રસંગમાં સુશોભન કરનારા જે નાના મોટા વેપારી એકજ જગ્યાએ એકજ પ્લેટફોર્મ પર હોય છે. ફિનીક્સનું જમવાનું પણ એક દમ સ્વાદિષ્ટ હોય છે . વર્ષમાં એક એવી ઇવેન્ટ કરીએ છી જ્યાં વેડિંગ સંબધિત બધા સ્ટોલ એક જ પ્લેટફોર્મ પર લાવીએ છી. જેથી વેડીંગમાં આવનારાને સરળતા પડે.
વેડીંગ કાર્નિવલમાં દર વર્ષે લોકોને આકર્ષીત કરે તેવું નવું જ સુશોભન કરીએ છી: અમિત સંઘવી
ફીનિક્સ રિસોર્ટના અમિત સંઘવી અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વેડિંગ કાર્નિવલ નો મુખ્ય હેતું રાજકોટને કઈક નવું આપવું દર વર્ષે અમે વેડીંગ કાર્નિવલ કઈક નવું કરીએ છી. જેમ કે આજ ના યુગ માં લોકોને લગ્ન પ્રસંગના શણગારમાં શું વધું ગમે છે તે ધ્યાને લઈને અમે માઇક્રોપ્લાન કરીએ છી. થીએટર, રેસ્ટોરન્ટ, બાળકો માટે રમવાની વસ્તુઓ આવતા વર્ષે આ બધુ કરવાનું આયોજન છે મેરેજ ફંકશનમાં અવનવું સુશોભન કરીએ છીએ.જૂના રિવાજ પ્રમાણે ઘરે જય ને કંકોત્રી આપતાં હોય છી. એમાં થોડો ફેરફાર કરી ઘરે જઈ ઢોલ વગાડી કંકોત્રી આપીએ છીએ.
આ વર્ષે બધાં વેપારીને દિવાળી ફળે તેવી આશા છે : અપુલભાઇ
અપુલભાઈ અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે, કોરોનાના 2 વર્ષ પછી લગ્નપ્રસંગનું આયોજન થય રહિયા છે ત્યારે આ વર્ષે અમારી સિજન સારી જાય તેવી બધાં વેપારીઓને આશા છે મહેંદી, હલ્દી જેવા રસમ પણ ખૂબ જ સુંદર રીતે થય રહિયા છે. હિંગીગ ચોરી એક બેસ્ટ વેરાયટી છે જે ચારેય બાજુ થી ખુલી હોય છે લગ્ન માં જેટલા પણ લોકો હોય તે લગ્ન સરળતા થી જોય સકે એ રીતનું આયોજન કરી આ ચોરી બનાવી છે
રાજકોટના લોકોનો વેડિંગ કાર્નિવલમાં બહોળો પ્રતિસાદ મળ્યો : દુષ્યંતભાઇ મહેતા
ફિનિક્સ રિસોર્ટના દુષ્યંતભાઇ મહેતા ‘અબતક’ મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વેડિંગ કાર્નિવલ નો હેતુ એ છે લોકો અમારી અલગ અલગ બધી થીમ જોવે .પ્રેમજી વાલજી, ગિફ્ટ વાળા, ટુર્સ ટ્રાવેલ્સ વારા, લગ્ન માટેનો પહેરવેસ, લગ્નને ધ્યાનમાં રાખીને આયોજન કરીએ છીએ અને લોકો સરળતાથી લાભ લય સકે એ દૃષ્ટીથી વેડિંગ કાર્નિવલનું આયોજન કર્યું છે. રાજકોટના લોકોએ પણ ખૂબ લાભ લીધો અને અમને ખૂબ પ્રતિસાદ મળ્યો છે. લોકોને સંતોષ તેવો થાય તેવું આયોજન કરીએ છીએ.