૫૦ રૂપિયામાં ૫ રાઈડ્સની મજા માણો
વિવિધ સ્ટોલ, અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન, હેલ્થ, ફિટનેસ, ફૂડ સ્ટોલ જેવી અનેક સેવાઓ ઉપલબ્ધ
રેસકોર્સ મેદાનમાં માઈક્રોફાઇન ઘરઘંટી પ્રસ્તુત થીમ્સ એન્ડ ડ્રીમઝ ઈવેન્ટ આયોજિત વેકેશન કાર્નિવલ – ૨૦૧૯ નો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ૨૭ એપ્રિલથી ૧૯ મે સુધી ચાલનારા આ વેકેશન કાર્નિવલને રાજકોટવાસીઓ મન ભરીને માણશે.માઈક્રોફાઇન ઘરઘંટી પ્રસ્તુત વેકેશન કાર્નિવલ ફેરનો પ્રારંભ થયો છે. આ ફેરનું ઉદઘાટન પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિતીનભાઈ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથોસાથ આ પ્રસંગે સુરેન્દ્રસિંહ વાળા અને ચંદુભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વેકેશન ટ્રેડ ફેર વર્ષોથી થઈ રહ્યો હોય રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. ખાસ તો આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે.
બાળકોથી લઈને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્સ વેકેશન કાર્નિવલનો લાભ લઇ શકશે. દર વર્ષે રંગીલા રાજકોટવાસીઓ માટે વેકેશન કાર્નિવલ કંઈક નવું જ લઈને આવે છે ત્યારે આ વર્ષે પણ લોકોને અનેરો આનંદ મળે તે માટે અવનવી રાઇસ સાથેની મોજ લોકો માણી શકશે.ખાસ તો આ વર્ષે વેકેશન કાર્નિવલમાં ફક્ત ૫૦ રૂપિયામાં લોકો ૫ રાઇસમાં બેસી શકશે. તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટના સ્ટોલને આવરી લેવાયા છે. જ્યાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામાંકિત કંપનીઓ પણ ભાગ લઈ રહી છે.વેકેશન કાર્નિવલ ફેરની મુલાકાત બપોરે ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે.
આ ફેરમાં એફ એમ સી જી, ગિફ્ટ આર્ટિકલ, ઘર વપરાશ ની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેરમાં જાહેર જનતા ને આકર્ષતા સાંસ્કૃતિક પ્રોગ્રામ નું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ ડાન્સ સ્પર્ધા પણ યોજાશે.રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા, અને સાગર ઠક્કર અને દ્વારા કરવામાં આવ્યું છે. તો શહેરીજનો ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવો અનુરોધ કરાયો છે.