ઢોલ–નગારા અને ડી.જે. સાથે વિશાળ પોથીયાત્રા નીકળી: કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનું ભવ્ય સ્વાગત કરાયું
ધોરાજીના તેજાબાપાની જગ્યાએથી ભવ્ય શોભાયાત્રા નિકળી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો સાથે જેમાં વકતા સ્વામી તેમજ ડી.જે.ના સથવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં શોભાયાત્રામાં પોથીયાત્રા નિકળી અને શહેરના લોકોએ પોથીયાત્રા પર પુષ્પોની વર્ષા કરેલ હતી. ધોરાજીના જાનુહસન હોસ્પિટલના મેદાન ખાતે તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં વિશાળ સંખ્યામાં ભકતો હાજર રહેલ અને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરેલ.
આ તકે આર.કે.કોયાણી, સુરેશભાઈ વઘાસીયા, હિતેશભાઈ કોયાણી, વી.ડી.પટેલ, હરકિશનભાઈ માવાણી, વિપુલભાઈ ઠેસીયા, ગુણાભાઈ વઘાસીયા, ગીરીશભાઈ ટોપીયા, કેતનભાઈ કોવાણી તથા અરવિંદભાઈ વોરા, ડી.જી.બાલધા, જયસુખભાઈ ઠેસીયા, આર.કે.રૈયાણી સંતો-મહંતો તેમજ વિશાળ સંખ્યામાં સ્વયંમ સેવકો તેમજ વકતા પ.પૂ.શાસ્ત્રી વિજયપ્રકાશ સ્વામી પોતાની અમૃતવાણીમાં કથાનું સંગીત શૈલીમાં રસપાન કરાવશે. આ તકે ભવ્ય આરતી યોજાઈ હતી. જેમાં મહાનુભાવો જોડાયા હતા અને કથામાં રોજ રાત્રે જુદા-જુદા કાર્યક્રમ રાખેલ છે.