42મી શિવશોભાયાત્રાનો સિઘ્ધનાથમહાદેવ મંદિરથી પ્રારંભ થઇ ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે થશે સંપન્ન શોભાયાત્રાને લઇને આયોજકો ભાવિ ભકતોમાં અનેરો ઉત્સાહ
જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 41 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી
શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે બેતાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે અને શનિવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 13 સંસ્થાના 27 જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે.
શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો
મહાશિવરાત્રી પર્વે નગર પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્ય પાલખીનું જ રહેશે. કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુધ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૂપની પ્રતિમા પ્રત્યે ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે તાજેતરમાં શુધ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે.
શોભાયાત્રાના સંચાલન માટે સંકલન સમિતી રચાઇ
હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા કાલેે યોજાનારી શિવ શોભા યાત્રાના સફળ સંચાલન માટે સંકલન સમિતીની રચના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવી હતી, જેના ક્ધવીનર તરીકે સંદિપ વાઢેર તેમજ સહ ક્ધવીનર તરીકે અમર દવે તથા મનિષ સોઢા નિમણુંક કરવામાં આવી હતી તેમજ દિલીપભાઇ આહીર, સંજયભાઇ મુંગરા, પી. એમ. જાડેજા વગેરેની નિમણુંક કરવામાં આવી છે.
સતવારા સમાજ કાલે શોભા યાત્રામાં અઘોરી નૃત્ય સહિતની પ્રતિકૃતિ રજૂ કરાશે
જામનગર ના સતવારા સમાજ દ્વારા શિવ શોભાયાત્રામાં પ્રતિવર્ષ નિત નવા આકર્ષણો ઊભા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે શિવરાત્રીના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરાશે, અને શોભાયાત્રા દરમિયાન વિશેષ પ્રકારના ફલોટ્સ ની સાથે સાથે શિવ પાર્વતી વિવાહ, ગણેશ શિરચ્છેદ તથા અઘોરી નૃત્ય સહિતના વિવિધ પ્રસંગો ને નાટ્ય સ્વરૂપમાં રજૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સતવારા સમાજના તરવરીયા યુવાનો દ્વારા ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ ના પ્રસંગને શોભાયાત્રા ના રૂટપર ભજવવામાં આવશે, જેના માટે હાલ સતવારા સમાજની વાડીમાં પ્રતિદિન તડામાર તૈયાર ચાલી રહી છે, અને વિવિધ વેશભૂષાઓ સાથે સતવારા સમાજના યુવાનો તૈયારીઓ કરી રહ્યા છે.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સમૂહ ડમરૂંવાદન કરતા વૃંદ શોભાયાત્રામાં જોડાશે
કાલે મહાશિવરાત્રીએે જયારે નગરના મુખ્યમાર્ગો ઉપર પરંપરાગત શિવ શોભાયાત્રા પસાર થવાની છે, ત્યારે શોભાયાત્રાના સંચાલક મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે એક તદ્ન અવનવું આકર્ષણ ઉમેરવાનો નિર્ણય કરાયો છે. તે મુજબ મહાકાલની નગરી ઉજજૈનથી ખાસ ડમરૂંવાદકની ટીમને નિમંત્રિત કરાઇ છે. ઉજજૈનની ’લકકી ગુરૂ’નું ડમરૂંવાદનનું વૃંદ ચોમેર પ્રશંસા પામ્યું છે. ભારતભરમાં સમયાંતરે આ ગ્રુપ દ્વારા ધાર્મિક ઉત્સવો વખતે સમૂહવાદન અને નૃત્યના જે કાર્યક્રમો અપાયા છે,
નવયુવાન કલાકારોની સોળ (16) સભ્યોની ટીમ એકસરખી પિતાંબરી અને સફેદ ગંજીમાં સજજ થઇ બંને હાથમાં મસમોટાં ડમરૂંનું સમૂહવાદન કરશે.
પી.જે. એકેડેમી ગ્રુપ શોભાયાત્રામાં ઉજ્જૈનના કલાકાર વૃંદને સુરક્ષા કવચ પૂરું પાડશે
છોટીકાશીમાં પરંપરાગત યોજાતિ શિવ શોભાયાત્રામાં આ વખતે ભગવાન શિવજીની પાલખી તેમજ ખાસ ઉજ્જૈન થી ડમરુ નૃત્યની કૃતિ રજૂઆત કરવા માટે આવનારા કલાકાર વૃંદો માટેના સુરક્ષા કવચની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને જામનગરના પી.જે. એકેડેમી ના ગ્રુપ દ્વારા શોભાયાત્રા ના સમગ્ર રૂટ દરમિયાન લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે.