ક્રિષ્ના ગૌ ધામ ગુંજી ઉઠ્યું: હજારો લોકો સાહિત્યરૂપી રસ માણવા ઉમટી પડ્યા
સૌરાષ્ટ્રની પરોપકારી ભૂમિ પર જીવનભર પરોપકારનું કાર્ય કરનારા મવડી નગરપંચાયતના પૂર્વ પ્રમુખ અને ગૌસેવક, ગૌપાલક સ્વ. બાબુભાઇ રામસૂરભાઈ વાંકની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે ભવ્ય લોક ડાયરો અને સંતવાણી યોજાઈ હતી. જેમાં રાજભા ગઢવી સહિતના લોક સાહિત્યકારોએ સાહિત્યરૂપી રસ પીરસ્યો હતો અને હજારો લોકોએ આ રસ મોડી રાત સુધી માણ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
આહીર સમાજના અગ્રણી, અનેક દીકરીઓનું ક્ધયાદાન કરનારા ગૌપ્રેમી સ્વ. બાબુભાઇ રામસૂરભાઈ વાંકની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વાંક પરિવાર દ્વારા મવડી-પાળ રોડ ખાતે આવેલા શ્રી ક્રિષ્ના ગૌ ધામ ખાતે ગત 7 સપ્ટેમ્બરે ભવ્ય સંતવાણી-ડાયરો યોજાયો હતો. કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી, અનુભા ગઢવી, પરષોત્તમપુરી બાપુ, પુનશીભાઈ ગઢવી અને રવિ આહિર ગજડી જેવા કલાકારોએ સાહિત્યરૂપ રસ પીરસ્યો હતો. કાર્યક્રમ જોવા માટે હજારોની સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં અનેક સાધુ સંતોએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ઉપરાંત ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અશોકભાઈ ડાંગર, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
‘અબતક’ના માધ્યમથી લાખો લોકોએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ માણ્યું
’ગૌ સેવક, ગૌ પાલક સ્વ. બાબુભાઇ રામસૂરભાઈ વાંકની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે યોજાયેલા સંતવાણી-ડાયરાનો સમગ્ર કાર્યક્રમનું ’અબતક’ ચેનલ તેમજ ડિજિટલ માધ્યમ પર જીવંત પ્રસારણ કરાયું હતું. સૌરાષ્ટ્ર-ગુજરાતના લાકહો સાહિત્યપ્રેમી લોકોએ ‘અબતક’ના માધ્યમથી કાર્યક્રમ માણ્યો હતો.
સ્વ.બાબુભાઇનું સમગ્ર જીવન પરોપકારી !!
ગૌ પાલક, ગૌ સેવક સ્વ. બાબુભાઇ રામસૂરભાઈ વાંકનું સમગ્ર જીવન પરોપકારી રહ્યું હતું તેમ કહેવું ઓણ અતિશયોક્તિ નથી. તેમણે 600થી વધુ દીકરીઓનું ક્ધયાદાન કર્યું હતું. ઉપરાંત ગૌ ધામ શરૂ કરી ગૌધનની જાળવણી કરી હતી. ગાયોને ઘાસચારાની તંગી ન સર્જાય તે હેતુથી તેઓ આખી વિડી અમુક સમયગાળા માટે ટેન્ડર પ્રક્રિયા થકી મેળવી ગૌધનને ચરવા માટે ખુલ્લું મૂકી દેતા હતા. કાયમી માટે અન્નક્ષેત્ર ચાલુ રાખી તેઓ ભૂખ્યાની જઠરાગ્નિ ઠારતા હતા.
ગુજરાતનું ગૌરવ કમાભાઈની વિશેષ ઉપસ્થિતી આકર્ષણનું કેન્દ્ર બન્યું !!
ગુજરાતના ગૌરવ સમાન કમાભાઈએ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી જે સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. કમાભાઈએ કાર્યક્રમ દરમિયાન તેમની આગવી છટાથી ’ભારત માતા કી જય’નો નાદ કરતા કાર્યક્રમમાં દેશભક્તિનો રંગ લાગ્યો હતો. દૂર દૂરથી લોકો કમાભાઈને જોવા માટે ઉમટી પડ્યા હતા.
ગૌ સેવક સ્વ.બાબુભાઇ વાંકની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે યોજાયો ભવ્ય સંતવાણી-લોકડાયરો