લોકોમાં વર્લ્ડ ઓટોમોટિવ ડે જાગૃતતા ફેલાવવા યોજાઈ રેલી : સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે આપી હાજરી
વિશ્વભરમાં 29 જાન્યુઆરીના વર્લ્ડ ઓટોમોટિવ ડે તરીકે ઉજવાય છે.આ દિવસે વિશ્વની પહેલી મોટરકાર સન 1885માં કાર્લ બેંચ દ્વારા બનાવવામાં આવી હતી આ દિવસ વિષે લોકોને મહત્વતા જાનવમાત્ર રાજકોટના આરપીએમ ગેરેજ ની ટીમ દ્વારા સૌરાષ્ટ્રમાં પહેલીવાર રાજકોટ ખાતે લક્ઝરી કારનો ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો.અને રાજકોટવાસીઓમાં ઓટોમોટિવ ડેની જાગૃતતા ફેલાવવા માટે નો પ્રયત્ન કર્યો હતો આ રોડ શોમાં સ્ટેન્ડિગ ચેરમેનના પુષ્કરભાઈ પટેલે ઉપસ્થિત રહ્યા હતા.
આ રેલી રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવી હતી જેવી મોટા મહુવા થી ઇન્દિરા સર્કલ થી રેસકોર્સ રિંગરોડ થી યાજ્ઞિક રોડ થી અમીનમાર્ગ થી નાના મોવા સર્કલ થી નાના મોવા રોડ થી મોકાજી સર્કલ થી કાલાવડ રોડ થી મોટા મોવા આરપીએમ ગેરેજ સુધી રાખવામાં આવ્યો હતો.આ રેલીમાં 30થી વધુ લક્ઝરી કાર જોડાય હતી અને સાથે 5 જેટલા સુપરબાઇક પણ આ રેલીમાં જોડાયા હતા.