ધોરાજી  ગત સાંજે  6 કલાકે ધોરાજી શહેરમાં શ્રી પરશુરામ યાત્રા આવી પહોંચતા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પરશુરામ યાત્રા સમગ્ર ભારતમાં ૧,૧૧,૦૦૦ (એક લાખ અગિયાર હજાર) કિલોમીટર લાંબી ભગવાન પરશુરામની ગૌરવમય શૌર્યગાથાના પ્રચાર-પ્રસાર અર્થે  આ યાત્રા ભારતદેશના સમસ્ત બ્રાહ્મણ બંધુઓને એક તાંતણે બાંધવા માટેના આ મહાસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારત દેશના ૬૮૭ જિલ્લા મુખ્યાલય અને ૪૦૦૦ જેટલા ગામડાઓમાં પ્રચાર-પ્રસાર કરવા જશે.

આ પરશુરામ યાત્રાનો પ્રારંભ રાજસ્થાનના ઝુુનઝુન શહેરમાં આવેલ લોહનગરહ ધામ થી ૫ મી માર્ચ ૨૦૧૭ એ કરવામાં આવ્યો હતો. જેનું સમાપન હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર ખાતે કરવામાં આવશે એવું યુગલ પીઠાધીશ્વર આચાર્ય રાજેશ્વર જી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં વસતા બ્રાહ્મણો સુધી ભગવાન પરશુરામનું જીવન ચરિત્ર અને ઉપદેશોની જાણકારીના પ્રચાર-પ્રસાર કરવા માટેનો છે.

જેથી કરીને સમાજમાં આવનારી પેઢીઓ, વર્તમાન પેઢીઓ બ્રાહ્મણોને સંગઠિત કરી, એમનું સન્માન પુનઃસ્થાપિત કરવાવાળા બ્રાહ્મણોના આરાધ્ય શ્રી પરશુરામ વિશે માહિતી મળી શકે. આ તકે ધોરાજી ના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ જ્ઞાતિના આગેવાનો તેમજ સમાજના લોકો આ યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.