પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરીયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના અઘ્યક્ષ મૌલેશભાઇ ઉકાણી, રામભાઇ મોકરીયા, પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, પૂ. રમેશભાઇ ઓઝા, પૂ. શામળાદાસજી બાપુ ઉ૫સ્થિત રહેશે
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ, રાજકોટ મહાનગરમાં સંતો- મહંતો તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં કાલે નિધિ સમર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે.
શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર, મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના રાજકોટ મહાનગરના અઘ્યક્ષ મૌલેશભાઇ ઉકાણી, કાર્યાઘ્યક્ષ રામભાઇ મોકરીયા, વિશ્ર્વ હિન્દુ પરિષદના નિતેશભાઇ કથીરીયા, મુકેશભાઇ કામદાર અને કેતનભાઇ વસાની સંયુકત યાદી જણાવે છે કે ૧પ જાન્યુઆરી ૨૦૨૧ મકર સંક્રાંતિથી ૨૭ ફેબ્રુઆરી માઘપૂર્ણિમા સુધી અયોઘ્યામાં નિર્માણ થનાર શ્રીરામ મંદિર કાજ દેશના ૪ લાખ ગામોમાં ૧૧ કરોડ હિન્દુ પરિવારોમાં ઘરે ઘરે જઇને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દેશમાં સંઘ પરિવારના વિવિધ ક્ષેત્રો-સમ વિચારની સંસ્થાઓ અને પૂજનીય સંતો દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યું છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમીતી, રાજકોટ મહાનગરમાં સંતો-મહંતોની હાજરીમાં નિધિ સમર્પણનો ભવ્ય કાર્યક્રમ કાલે તા. ર૧ જાન્યુઆરી ૨૦૨૧ને ગુરુવારે શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે બપોરે ૩.૧૫ કલાકે રાખવામાં આવેલ છે. સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા શ્રીરામ મંદિર માટે નિધિ સમર્પણ કરવાના છો એ હેતુથી બધા જ શ્રેષ્ઠીઓ એક સ્થાન પર એકત્ર આવી સામુહિક નિધિ સમર્પણ કરે એ માટે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ (આર્ષ વિઘામંદિર-મુજકા), પ.પૂ. કથાકાર રમેશભાઇ ઓઝા, પ.પૂ. શામળાદાસજી બાપુ (દાસી જીવણની જગ્યા- ઘોઘાવદર) તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં દરેક ભકતો મંદિર નિર્માણ માટે નિધિ સમર્પિત કરે એવી અભ્યર્થના વ્યકત કરાઇ છે.
મવડી નગરમાં ભવ્ય સ્કુટર રેલી યોજાઇ
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મા ભવ્ય દિવ્ય મંદિર નિર્માણ ના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મવડી નગરમાં ભવ્ય સ્કૂટર રેલી યોજાઇ હતી. જેમાં આર્ષ વિદ્યામંદિર ના પરમ પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી જાણીતા, ડો. જીતેન્દ્ર ભાઇ અમલાણી, મનીષભાઈ બેચરાએ સ્કૂટર રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું જય શ્રીરામ ભારત માતાકી જ. વંદે માતરમ ના નારા સાથે રામ સેવકો રેલીમાં જમાવટ કરી હતી અને મવડી વિસ્તારના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ રેલીને સફળ બનાવવા જાણીતા ડો. જેડી મનીષભાઈ બેચરા રાજુભાઈ પરમાર વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી
સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા બાઇક રેલીનું સ્વાગત
સર્વોત્તમ સેવા સંસ્થાન ના અઘ્યક્ષ પુ. પા. ગોસ્વામી પરાગકુમારજી ની આજ્ઞા અનુસાર આજ રોજ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણ નિઘી સમર્પણ સમીતી દ્વારા બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબિકા ટાઉનશીપ મા સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થા ના શહેર પ્રમુખ નયનભાઈ મકવાણા, ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી, પ્રફુલભાઈ કાથરોટીયા, યોગેશભાઈ કાલરીયા, મનસુખભાઈ સાપોવડીયા, નિતીનભાઈ દેપાણી, ફરનાડીશભાઈ પાડલીયા, હસુભાઈ કગથરા, મનસુખભાઈ ઝાલાવડીયા, કિશોર પાડલીયા, કૈશીક ભેસદડીયા, મહેશભાઈ ડેડકીયા, હિમાંશુ ચાપાણી વગેરે હાજર રહ્યા હતા