યજ્ઞોપવિત અંતર્ગત તમામ ભુદેવો અને પરિવારજનો માટે કરાશે નિ:શુલ્ક વ્યવસ્થા

સમસ્ત બ્રહમસમાજ , રાજકોટના પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે ત્યારે રક્ષાબંધન એટલે કે શ્રાવણી પુનમના પાવન પર્વ ભુદેવો યજ્ઞોપવિત બદલાવે છે .

ત્યારે સમસ્ત બ્રહમસમાજ , રાજકોટના ઉપક્રમે તા .11 / 8 / 22 ના ગુરૂવારે સવારે 8:30 કલાક થી 10:30 સમસ્ત ભુદેવો ધ્વારા રાજકોટ ખાતેના રજપુતપરા ખાતે આવેલ બ્રાહમણ બોડીંગના પટરાંગણમાં જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે . જેમાં શહેરના તમામ બ્રહમસમાજના તડગોળ ( જ્ઞાતિ ) પરિવારો સૌ સામુહિક જનોઈ બદલાવશે.ત્યારે ભુદેવો ધાર્મિક અને ભક્તિસભર વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત પુજન કરી ’ હર હર મહાદેવ ’ ના જય ઘોષ સાથે જનોઈ બદલાવો ત્યારબાદ યજ્ઞોપવિત વિધિમાં બેસનાર ભુદેવો અને તેમના પરિવારજનોને ચાપાણી  ફળહાર ના મહાપ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા વિનામુલ્ય કરવામાં આવેલ છે .

આ તકે શ્રાવણી પુનમે ભુદેવો ધ્વારા સામુહિક જનોઈ બદલાવવાના આ કાર્યક્રમમાં એક મેચ પર શહેરના પ્રતિક્તિ આગેવાનો સાંસદ રામભાઈ મોકરીયા , નિતીનભાઈ ભારાજ , કશ્યપભાઈ શુકલ , દર્શિતભાઈ જાની , હસુભાઈ દવે , ડો.જૈમનભાઈ ઉપાધ્યાય , પૂર્વ મેયર બીનાબેન આચાર્ય , ન્યુરોસર્જન ડો . હેમાંગભાઈ વસાવડા , યજ્ઞેશભાઈ જોષી , પ્રદિપભાઈ ત્રિવેદી , ડો . કમલેશભાઈ જોષીપુરા , ઉમેશભાઈ રાજયગુરૂ , શૈલેષભાઈ જાની , પ્રશાંતભાઈ જોષી , નલીનભાઈ જોષી , જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય , જીતુભાઈ ભટ્ તેમજ સમસ્ત બ્રહસમાજના 84 તરગોળો ના પ્રમુખો અને હોદેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઔદીચ્ય ઝાલાવાડી બહમસમાજ , રાજગોર બ્રહમસમાજ , ઘેલા રામજી બ્રહમસમાજ , ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહમસમાજ સહીત તમામ નાના મોટા તરગોળો ઉપસ્થિત રહેશે.   કશ્યપભાઈ શુકલ અને દર્શિતભાઈ જાની (મો . 9879009392) એ જણાવેલ કે આ કાર્યક્રમમાં જોડાવવા 6 રજપુતપરા , બ્રાહમણ બોડીંગ ખાતે દરેક ભુદેવોએ રજીસ્ટ્રેશન કરાવી નામ નોંધાવવાનું રહેશે અને સાથે બ્રહમપરિવારે પોતાના પાસ મેળવી લેવાના રહેશે . ત્યારે સમસ્ત બ્રહમસમાજ , રાજકોટના મા ધાર્મિક કાર્યક્રમના પ્રચાર – પ્રસારની વ્યવસ્થા જયંતભાઈ ઠાકર અને હરેશભાઈ જોષી સંભાળી રહયા છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.