વિહિપ કાર્યાલય ઉદઘાટન સમારોહમાં બુઢ્ઢા અમરનાથ યાત્રિકોનં કરાયું અભિવાદન: સમિતિની કરાય રચના
રાજકોટ ખાતે છેલ્લા 3 દાયકા કરતા વધુ સમયથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા વિશ્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી શોભાયાત્રા ખૂબ રંગે-ચંગે ઉજવવામાં આવે છે. સળંગ 38માં વર્ષે પણ ભવ્યાતિ-ભવ્ય રીતે જન્માષ્ટમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો અને દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવાની તૈયારીના પ્રથમ ચરણ રૂપે ગત તા. 13 ના રોજ કાર્યાલયનું રંગેચંગે ઉદ્ઘાટન ક2વામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સમિતિના મહામંત્રી શ્રી નિતેશભાઈ કથીરીયાએ ઓમકારના નાદ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાધુ-સંતો, મહાનુભાવો હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલ. આ તકે પ.પૂ. સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડના પ. પૂ. સંત ભક્તિ સ્વામીજી, શહેર ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઈ દોશી, રણુજા મંદિ2 કોઠારીયાના પ.પૂ. મહંત રઘુનાથદાસજી બાપુ, રામજાનકીદાસ બાપુ (ચકાચકબાપુ), શિક્ષણ સમિતિના સદસ્ય સુરેશભાઈ રાઘવાણી, નયનાબેન પેઢડીયા, વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શકો સર્વ નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, શીવસેનાના જીમ્મીભાઈ અડવાણી, ભા.જ.પ. અગ્રણી રાજાભાઈ (વાવડી) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વિ.હિ.પ. રાજકોટ મહાનગ2ના અધ્યક્ષ શ્રી શાંતુભાઈ રૂપારેલીયાએ ઉપસ્થિત તમામ લોકોનું હાર્દિક અભિવાદન અને આવકાર આપ્યો હતો.
ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભા.જ.પ. રાજકોટ મહાનગ2ના પ્રમુખ મુકેશભાઈ દોશીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું મારી બાલ્ય અવસ્થાથી વિ.હિ.પ. દ્વારા આયોજીત શોભાયાત્રાનો પ્રત્યક્ષ સાક્ષિ રહયો છું.
વિ.હિ.પ. અગ્રણી તથા માર્ગદર્શક શ્રી માવજીભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે શહેરના તમામ મંદિ૨ તથા ધર્મસ્થાનોના સંતો-મહંતો ગુરૂશ્રીઓ વિ.હિ.પ. ની સાથે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ તમામ હિન્દુ સમાજને ખૂબ બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ હિન્દુઓની અખંડ શક્તિ અને એક્તાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવા આહવાન ર્ક્યુ હતું. શહેરના તમામ વિસ્તારના હિન્દુઓને હાલના વર્તમાન સમયમાં સજાગ અને જાગૃત રહેવાનું પણ તાકીદ કરી હતી.
આ તકે પાવન પધરામણી કરનાર રણુજા મંદિર કોઠારીયાના મહંત પ.પૂ. રઘુનાથદાસજી બાપુએ પોતાના આર્શીવચનમાં જણાવ્યું હતું કે, ભારત એ સત્ય સનાતન ધર્મની ભૂમી છે. વિ.હિ.પ. નાગરીકોને ધર્મ સાથે જોડતા કાર્યક્રમો કરી 2હયું છે. આ તકે અગ્રણી તથા આર.એસ.એસ. સૌરાષ્ટ્ર પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ તથા માર્ગદર્શક નરેન્દ્રભાઈ દવે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વિ.હિ.પ. દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવવા પાછળ માત્ર તહેવારની ઉજવણી જ નહી પણ સામાજીક સમરસ્તાનો સુંદર ઉદેશ્ય પણ છે.
વિ.હિ.પ. ના માધ્યમથી રાજકોટ શહેર અને આજુબાજુના સેન્ટરમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો બાબા બુઢા અમરનાથની યાત્રામાં જોડાય છે. આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે પણ રાજકોટના યાત્રીકો જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે એ તમામ યાત્રીકો આ પ્રસંગે ઉપસ્થિત રહયાં હતાં. જેમનું વિ.હિ.પ., બજરંગદળના કાર્યર્ક્તાઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેમને આ જાત્રા સુખરૂપે પૂર્ણ થાય એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે જન્માષ્ટમી મહોત્સવને ખૂબ વ્યવસ્થિત રીતે ઉજવવા માટે અનેકવિધ કમીટીઓ બનાવીને જવાબદારીઓ સોપવામાં આવી છે. જેના હોદેદારોની જાહેરાત આ તકે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ તમામ ભાવિકો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તથા કાર્યાલય માટે નાગર બોર્ડીંગ જેવા ખૂબ જ વિશાળ અને શહેરની મધ્યમાં રહેલ સ્થળની સંસ્થાને મદદ કરવા બદલ નાગર બોર્ડીંગના અગ્રણી તથા રાજકોટના ખૂબ જાણિતા તબીબ ડો. હેમાંગભાઈ વસાવડાનો આ તકે હદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.