- તેરા ગામે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી
- ભાનુશાલી મહાજન વાડી ખાતે પહોંચી ભાઈઓ અને બહેનો દ્વારા રમાયો રાસ
- રામદેવપીર મહારાજના મંદિરે પ્રસાદ અર્પણ કરી કાર્યક્રમ કરાયો પૂર્ણ
અબડાસા તાલુકાના તેરા ગામે મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા રામદેવપીરજી મહારાજના મંદિરથી પ્રસ્થાન થઈ ગામના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન થઈ ભાનુશાલી મહાજન વાડી ખાતે પહોંચી ભાઈઓ અને બહેનો દ્વારા રાસ રમાયો હતો. આ દરમિયાન ગામના સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી, રામદેવપીર મંદિરના પૂજારી હિતેશગીરી ગોસ્વામી, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાચ, પ્રવીણ ભાનુશાલી સહિતના આગેવાનો અને શિવ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત રામદેવપીર મહારાજના મંદિરે પ્રસાદ અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
અનુસાર માહિતી મુજબ, અબડાસા તાલુકાના તેરા ગામે મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શોભાયાત્રા રામદેવપીરજી મહારાજના મંદિરથી પ્રસ્થાન થઈ તેરા ગામના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન થઈ ભાનુશાલી મહાજન વાડી ખાતે પહોંચી ત્યાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા મહા રાસ રમાયો હતો. ત્યારબાદ શોભાયાત્રા શિવ મંદિર ખાતે પહોંચી હતી. ત્યારબાદ પરત રામદેવપીરજી મહારાજના મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
જેમાં ગામના સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી, રામદેવપીર મંદિરના પૂજારી હિતેશગીરી ગોસ્વામી, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાચ, પ્રવીણ ભાનુશાલી, મયુર મંગે, ઉપસરપંચ જુમા કોલી,ચેરમેન હરેશ મહેશ્વરી, સુમાર કોલી, મૂરજી કોલી, જીલુભા સોઢા, દેવજી જોગી, હિંમત ભાનુશાલી, લાલજી કોલી, ભાવેશ કોલી, રાકેશગીરી ગોસ્વામી, મનસુખ કોલી, મહેશ કોલી, તથા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત અંતે રામદેવપીરજી મહારાજના મંદિરે પ્રસાદ અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : રમેશ ભાનુશાલી