દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના પર અને પ૩માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) ના આગામી જન્મોત્સવ અવસરે આજે શનિવારે રાત્રિના જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઝુલુસ નીકળી બન્ને સૈયદના સાહેબને સલામી આપશે આ અંગે જામનગરના સેવાભાવી વ્હોરા બિરાદરો દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. પીડિતોની કરુણાનો સાદ સાંભળનાર સમાજના પર માં દાઇ દિવંગત ડો સૈયદના અબુલ કાઇદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (રીઅ) નો ૧૦૯મો અને સમાજના વર્તમાન ૫૩માં દાઇ ડો અબુ જાફરુંસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફદ્દીન સાહેબ (ત ઉ શ) નો ૭૬માં જન્મદિવસ આગામી તા. ૧૭ ડીસેમ્બરના રોજ હોય તે અનુસંધાને દેશ અને દુનિયાના વ્હોરા સમુદાયના વસવાટવાળા ગામેગામ છેલ્લા ૪૦ દિવસથી સામાજીક, સેવાકીય, ધાર્મિક જેવા અનેક લોકકાર્યો થઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હાલ ડો સૈયદ સાહેબ પોતાની જન્મભૂમિ સુરત શહેરમાં આ જન્મોત્સવ ઉજવવા માટે પોતાના પરિવાર અને તેમના ખાસ અંગતો સાથે આવ્યાં છે ત્યારે સુરતમાં હાલ દેશ વિદેશથી તેમના અનુયાયીઓ બહોળી સંખ્યામાં સુરત આવેલા છે શહેરમાં સૈયદના સાહેબના આગમનથી વેપાર રોજગારને જબરું ઉત્તેજન મળ્યું છે અને તેમના સાનિઘ્યમાં લોકસેવા પણ પ્રબળ બની છે ખાસ કરીને આગામીતા.૧૬ ને સોમવારે જે લોકોને વિવાહનો અંગત ખર્ચ પરવડી ન શકે તેમની માટે માનવતાવાદી ડો. સૈયદના સાહેબે સમુહલગ્નનું આયોજન કર્યુ છે જેમાં અનેક યુવક યુવતિઓ લગ્નગ્રંથીથી જોડાશે અને ક્ધયાને ઘર ભરાય જાય એટલો કરિયાવર પણ અપાશે જન્મોત્સવ ઉજવી આગામી બુધવારે સૈયદના સાહેબ સુરત થઇ મુંબઇ જશે.