- ભારાપર ખાતે ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન
- સમગ્ર ઉત્સવમાં 55 જેટલી વિવિધ સંસ્થાઓએ લીધો ભાગ
- ભાજપના સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
અબડાસા તાલુકાના ભારાપર ખાતે ગ્લોબલ કચ્છ પ્રેરિત ભારાપર ભાનુશાલી મહાજન અને ભારાપર પ્રગતિ મંડળ દ્વારા ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન “વિવિધતામાં એકતા”, “જળ છે તો જીવન છે” અને “દેશ એક – ઉદેશ એક” જેવા સંદેશાઓ સાથે કચ્છને પાણીદાર અને હરિયાળું બનાવવાનો સંકલ્પ હતો. આ ઉપરાંત ઉત્સવમાં 55 જેટલી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના સી.આર પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ભારાપર ખાતે ગ્લોબલ કચ્છ પ્રેરિત ભારાપર ભાનુશાલી મહાજન અને ભારાપર પ્રગતિ મંડળ દ્વારા ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉત્સવ “વિવિધતામાં એકતા”, “જળ છે તો જીવન છે” અને “દેશ એક – ઉદેશ એક” જેવા સંદેશાઓ સાથે પ્રેરિત હતો. ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ કચ્છને પાણીદાર અને હરિયાળું બનાવવાનો સંકલ્પ હતો.
આ ઉત્સવમાં 55 જેટલી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો અને પાણી બચાવવાના સંકલ્પ સાથે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન 21 હજાર જેટલા બંધ બોર રિચાર્જ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાંથી હાલ 6 હજાર જેટલા બંધ બોર રિચાર્જ માટે આવ્યા છે, આ સાથે સાથે 50 હજાર વૃક્ષારોપણ અને કચ્છની 7 નંદી નદીઓની સાફ સફાઈ કરીને જીવંત કરવાના મહાન કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો.
ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પ્રફુલ પાનસેરિયા (પ્રભારી મંત્રી, કચ્છ જિલ્લા ભાજપ), વિનોદ ચાવડા સાંસદ કચ્છ તેમજ (મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ), દેવજી વરચંદ પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ , જનકસિંહ જાડેજા (પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયત), પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય, અબડાસા), કેશુ પટેલ (ધારાસભ્ય, ભુજ), ત્રિકમ છાંગા (ધારાસભ્ય, અંજાર), અનિરુદ દવે (ધારાસભ્ય, માંડવી) અને વિવિધ સંતો-મહંતો હાજર રહ્યા હતા.
ત્રિવેણી ઉત્સવ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા કચ્છની પ્રગતિ અને પર્યાવરણ સુરક્ષાના સંકલ્પો પ્રત્યે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ કચ્છના ભવિષ્ય માટે એક સશક્ત પગથિયું સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સંપૂર્ણ કાર્યક્રમમાં સ્થાનિક લોકોનો પણ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને એકતાની ભાવનાથી પાણી બચાવવાના અને વૃક્ષો વાવવા જેવા પવિત્ર કાર્ય માટે સૌએ સાથે મળીને આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી.
અહેવાલ : રમેશ ભાનુશાલી